________________
અભયકુમાર ચરિત્ર
૨૬૬ કેમ લાવી? એમ ગુસ્સે થયેલી કોપના આવેશથી પ્રભાવતીએ દાસી ઉપર અરીસાનો ઘા કર્યો. તેના ઘા થી વરાકડી દાસી તરત જ મરી ગઈ. ૮૫. આયુષ્ય ક્ષીણ થયે છતે બેઠેલાનું પણ મરણ થાય છે અને જો આયુષ્ય બળવાન હોય તો શસ્ત્રોથી પણ મરણ થતું નથી. ૮૬. જેમ પિત્તનો પ્રકોપ શાંત થયા પછી મનુષ્ય શંખને સફેદ જુએ છે. તેમ પ્રભાવતીએ વસ્ત્રોને સફેદ જોયા. ૮૭. રાણીએ પોતાની નિંદા કરી પાપિણી મને ધિક્કાર થાઓ. મેં આજે પંચેન્દ્રિયવધના નિયમને ખંડિત કર્યો. ૮૮. બીજાના પણ વધમાં નરકમાં પાત થાય છે તો શું સ્ત્રીના વધમાં ન થાય? સામાન્યપણ વિષ તુરત મારે છે તો શું તાલપુટ વિષ ન મારે? ૮૯. સર્વવિરતિ વિના મારી શુદ્ધિ નહીં થાય. મષિથી મલિન થયેલું વસ્ત્ર દૂધથી જ શુદ્ધ થાય છે. ૯૦. રાજાની પાસે જઈને પોતાના દુષ્કૃત્યને જણાવ્યું અને વિનયથી પ્રભાવતીએ રાજાને આ પ્રમાણે જણાવ્યું હે નાથ ! મેં તમારા હાથમાંથી વીણાનું પડી જવું અને વર્ણનો વિપર્યાસ એમ બે નિમિત્ત પ્રત્યક્ષ જાણ્યા. બીજા નિમિત્તથી હું અલ્પ આયુષ્યવાળી છું એમ જાણું છું. હે પ્રાણ વલ્લભ! મને ચારિત્ર ગ્રહણમાં વિઘ્ન ન કરશો. ૯૩. રાજ્ય સંપત્તિ સુલભ છે, દેવસંપત્તિ સુલભ છે, પ્રિયનો સંયોગ સુલભ છે પણ વિરતિ દુર્લભ છે. ૯૪. તેથી કૃપા કરીને વાત્સલ્યને ધારણ કરતા તમે મને રજા આપો. જેથી હું મારા હિતને સાધું. ૯૫. આ પ્રમાણે દીક્ષા માટે આગ્રહ કરતી રાણીને રાજાએ રજા આપી કે વિપ્ન વિના તારી સિદ્ધિ થાઓ. પોતાના હિતને સાધ. ૯૬. અને કહ્યું કે હે દેવી ! સ્વર્ગમાં ગયેલી તે પોતાના સુખને ગૌણ કરીને આવીને સ્નેહપૂર્વક મને દીપકની જેમ બોધ પમાડજે. ૯૭. આ વાતનો સ્વીકાર કરીને, દાન આપીને નગરજનોને આનંદિત કરીને આશ્ચર્ય ઉત્પન્ન કરતી તેણીએ ચારિત્રને ગ્રહણ કર્યું.૯૮. પ્રભાવતી સાધ્વીએ દીક્ષા લઈને તુરત જ અનશનને સ્વીકાર્યું. જો મૃત્યુનો સમય જણાઈ ગયો હોય તો ભોજનની આશા કેવી? ૯૯. તે મરીને પ્રથમ દેવલોકમાં મહર્તિક દેવ થઈ. મોટાઓને આ લોક અને પરલોકમાં રાજ્ય જ છે. ૫૦૦. દેવદત્તા નામની કુબ્બા દાસીએ દેવે આપેલી તે પ્રતિમાનું પૂજન કરવાનું સ્વીકાર્યું. ખરેખર આ પ્રકારના ભાગ્યોથી આભાવ્ય (હક્કનું) થાય છે. ૫૦૧.
આ બાજુ પ્રભાવતી દેવે રાજાને ધર્મની પ્રેરણા કરી છતાં રાજા બોધ ન પામ્યો. હેતુ હોવા છતાં ફળ ન મળ્યું. ૨. આ રીતે બોધ પામશે એમ ક્ષણથી અવધિજ્ઞાનથી જાણીને નાટકિયો નાટકમાં અન્ય વેશને ધારણ કરે તેમ દેવે તાપસના રૂપને ધારણ કર્યું. ૩. જાણે રાજાને આજે ધર્મનું ફળ મળશે એમ સૂચવતો ન હોય તેમ હાથમાં દિવ્ય અમૃત ફળ લઈને આવ્યો. ૪. પછી દેવે રાજાની સમક્ષ ફળ ધર્યુ અથવા તો દેવોની ફળ દાનની પ્રવૃત્તિમાં શું આશ્ચર્ય હોય? પ. રાજા તાપસનો ભક્ત હોવાથી તેણે આપેલ ફળને બહુ માન્યું. અથવા ગુરુએ પ્રસાદથી આપેલ વસ્તુમાં કોણ ગૌરવ ન પામે? ૬. સુપક્વ, સુગંધિ, સુસ્વાદિષ્ટ, ફળોનો આસ્વાદ લેતા રાજાની ઈન્દ્રિયો આફ્લાદ પામી. ૭. આવા પ્રકારના ફળો ક્યારેય જોયા નથી, સાંભળ્યા નથી મનુષ્યોને પૃથ્વી ઉપર કલ્પવૃક્ષના ફળો મળવા દુર્લભ છે. ૮. હે તાપસોત્તમ! તમે કહો આવા ફળો
ક્યાં મળે છે? આ પ્રમાણે રાજા વડે પુછાયેલ દેવ તાપસે કહ્યું : ૯. હે રાજન્ ! તારા નગરની નજીકમાં વર્તતા આશ્રમમાં જ આવા ફળો છે. અથવા ભૂમિમાં નિધિઓ સ્થાને સ્થાને હોય છે. ૧૦. મેં તને પ્રધાન ફળના ભાવથી આ ભેટશું કર્યું છે. કેમકે તે લોકપાલનો અંશ છે અને સર્વ આશ્રમનો ગુરુ છે. કહેવાનો ભાવ એ છે કે તું લોકમાં ઉત્તમ પુરુષ છે તેથી તને આવું ફળ આપવાથી મને વિશેષ લાભ થાય. ૧૧. હે મુનિ! હું આશ્રમ જોવા ઉત્કંઠિત થયો છું તેથી મને તે બતાવ. આ પ્રમાણે બોલતા આને એકલો કરીને જલદીથી નગરની બહાર લઈ જઈને ઈન્દ્રજાલિકની જેમ દેવ તાપસોથી ભરેલા આશ્રમને બતાવ્યું. ૧૩.