________________
સર્ગ-૧૧
૨૫૩
સમજીને વેશ્યાએ હાર પહેર્યો. ૧૫. કાંતિમય હારને વારંવાર જોતી દાસીઓને વિસ્મય થયો અને લીલાવતીના ચિત્તમાં અભિમાન થયું. ૧૬. જે રાણીનો હાર હતો તેની દાસીઓએ આ હારને ઓળખી લીધો. છુપાવાતી પણ ચોરી ચોથે દિવસે પ્રગટ થઈ જાય છે. ૧૭. હકીકત જાણનાર રાજાએ લોકને પુછ્યું કે આ વેશ્યા કોની સાથે રહે છે ? તેણે કહ્યું કે હાલમાં ચંડપિંગલની સાથે રહે છે. ૧૮. રાજાએ ચોરને શૂળી ઉપર ચડાવ્યો. વેશ્યા શ્રાવિકાએ વિચાર્યુ : મારા દોષથી ચંડપિંગલ વલ્લભ મરાયો. ૧૯. હિતકાંક્ષિણી વેશ્યાએ પંચ નમસ્કાર મંત્ર સંભળાવ્યો અને કહ્યું ઃ તું આ પ્રમાણે નિયાણું કર ૨૦. કે ભવાંતરમાં હું આ રાજાનો પુત્ર થાઉં. એમ ચોરે નિયાણું કર્યુ અને શુભધ્યાનમાં મર્યો. ૨૧. ચોરનો જીવ પટરાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. કાળક્રમે માતાપિતાના મનોરથની સાથે જન્મ્યો. ૨૨. પુત્રના પુણ્યથી વેશ્યા તેની ક્રીડનધાત્રી થઈ. તે ચતુરાએ ગર્ભ અને મરણકાળને જાણ્યો. ૨૩. ગર્ભકાળ અને મરણકાળનો તફાવત સરખો આવ્યો. આ કદાચ ચંડપિંગલનો જીવ તો નહીં હોય ને ? ૨૪. તેને ૨માડતી બોલી : હે ચંડપિંગલ ! તું રડ નહીં. પોતાનું નામ સાંભળવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ૨૫. કાળથી મોટો થતો તે રાજ્ય માટે અત્યંત યોગ્ય થયો. જિતશત્રુ રાજાના મરણ પછી તે રાજા થયો. ૨૬. નમસ્કાર મહામંત્રમાં રાગી બનીને તેણે જિનધર્મની આરાધના કરી. અંતે ગણિકા શ્રાવિકાએ અને રાજાએ દીક્ષા લીધી. સમ્યક્ચારિત્રનું પાલન કરીને બંને દેવલોકમાં ગયા. ૨૭. પરલોકના ફળમાં અમે બીજું ઉદાહરણ કહીએ છીએ.
ન
પૂર્વે મથુરાપૂરીમાં જિનદત્ત નામનો શ્રાવક થયો. ૨૮. હુંડિક નામના ચોરે પોતાની ઈચ્છા મુજબ ઘરો લુંટયા. એકવાર ચોરી કરતા ચોરને તલવારોએ પકડ્યો. ૨૯. તેઓએ જાણે પાપની ચૂલા હોય એવી શૂળી ઉપર તેને ચડાવ્યો. આનો કોઈ સંબંધી છોડાવવા ન આવે એમ ધ્યાન રાખવા રાજાના મનુષ્યો ગુપ્તપણે રહ્યો. ૩૦. દયાનિધિ જિનદત્ત શ્રાવક તે માર્ગે ચાલ્યો. તરસ્યા થયેલ ચોરે શેઠની પાસે પાણીની માગણી કરી. ૩૧. અહો શ્રાવક ! મને ઘણી તરસ લાગી છે તેથી જલદીથી પાણી પીવડાવ. કેમકે શ્રાવકો જીવો ઉપર દયાળું હોય છે. ૩૨. જિનદત્તે કહ્યું ઃ તું આદરથી નમસ્કાર મંત્રનું સ્મરણ કર. હું હમણાં જ ઠંડુ પાણી લઈને આવું છું. ૩૩. જો તું નમસ્કાર મહામંત્રને ગણવાનું ભૂલી જઈશ તો લાવેલું પાણી તને નહીં આપું. હુંડિકે તેની વાત સ્વીકારી એટલે શેઠે તેને નમસ્કાર મહામંત્ર શીખવાડયો. ૩૪. જિનદત્ત પાણી લેવા માટે ગયો. ચોર પણ નમસ્કાર મહામંત્રનું પરાવર્તન કરવા લાગ્યો. ૩૫. પાણી લઈને આવતા શ્રાવકને જોઈને ચોર મનમાં અત્યંત હર્ષ પામ્યો કે મને હમણાં પાણી પીવા મળશે. ૩૬. નમસ્કારને ગણતો જ ચોર મરીને યક્ષના ભવમાં ઉત્પન્ન થયો. નમસ્કારનું આ કેટલું ફળ છે ? અર્થાત્ નમસ્કારનું આ અતિ અલ્પ ફળ છે. ૩૭.
ચોરને ભોજન આપનાર છે એટલે રાજાના માણસોએ શ્રાવકને પકડ્યો. રાજાને જણાવ્યું. રાજાએ પણ શેઠને શૂળી ઉપર ચડાવવાનો આદેશ કર્યો. ૩૮. દંડપાશિકો તેને શૂળી ઉપર ચડાવવા લઈ ગયા. ભાગ્યે પણ પરોપકારીઓની કેવી દશા કરી ? ૩૯. જેટલામાં યક્ષે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો તેટલામાં જાણે શરીરધારી ભાગ્યે શૂળી ઉપર લઈ જવાતા શેઠને જોયો. ૪૦. પર્વતને ઉપાડી નગર ઉપર રહીને દેવે કહ્યું : ૨ે રે ! પાપીઓ તમે હમણાં મરો ! ૪૧. તમે મારા આ પૂજ્ય શ્રાવક ગુરુને ખમાવો નહીંતર પાતાળ કે આકાશમાં તમારો છૂટકારો નહીં થાય. ૪૨. નગરજનો સહિત રાજાએ વારંવાર ખમાવીને શ્રાવકને છૂટો કર્યો અથવા તો પ્રાણને માટે ન્યાય મેળવાય છે. ૪૩. લોકોએ યક્ષનું મંદિર બનાવ્યું. એ પ્રમાણે મહામંત્રનું