________________
અભયકુમાર ચરિત્ર
માટે આંધળા અને પાંગળાના યુગલનું ઉદાહરણ છે. ૧૦. તે આ પ્રમાણે—
પરચક્રના ભયથી લોક નગરમાંથી નીકળીને કોઈક વનમાં ચાલ્યો ગયો. જો દેવો પણ ભયથી દિશાઓમાં નાશી જાય છે તો બીજા મનુષ્યો કોણ માત્ર છે ? ૧૧. બીજા દિવસે જંગલમાં પણ લોકોને ચોરનો ઘણો ભય ઉત્પન્ન થયો. અહો ! વિપત્તિરૂપી સમુદ્રમાં ડૂબેલા જીવની પીઠમાં વળગેલું દુઃખ પાછળ અને પાછળ દોડે છે. ૧૨. લોક ચાલ્યો ગયો. ભયના ગંધ વિનાનો પાંગળો આંધળો તે બે નગર છોડીને કયાંય ન ગયા. ભક્ષક જીવોમાં શિરોમણિ કીડો શું કોદ્રવ (એક જાતનું અનાજ) ખાવા તૈયાર થાય ? ૧૩. બધા ચોરો લોકોના ઘરને લૂંટીને ચાલ્યા ગયા પછી નગરમાં આગ લાગી. છિદ્રનો નિપાત (ઉત્પન્ન) થયે છતે ઘણાં દોષો આવે છે. ૧૪. જમીન ઉપર રહેલા માછલાની જેમ દીનમુખ આંધળો જેની પોતડી ઢીલી થઈ ગઈ છે એવો અગ્નિની સન્મુખ ચાલ્યો. શું હાથ જોડીને બેસી રહેલાનું કલ્યાણ થાય ? ૧૫. ચાલી નહીં શકતા દીન પાંગળાએ દશે દિશામાં જોયું. જીભ ખચકાતી હોય તેવો કાલો માણસ જાણતો હોવા છતાં પંડિતોની સભામાં સારું વચન બોલી શકે ? ૧૬.
૨૪૪
પાંગળાએ આંધળાને કહ્યું ઃ તને ચાલવા માટે બે પગ મળેલા છે છતાં બળી મરવા કેમ બેસી રહ્યો છે ? ખરેખર તું પતંગિયાની જેમ પોતાને સળગતા અગ્નિમાં કેમ પાડે છે ? ૧૭. હે મિત્ર ! હું નિર્મળ આંખવાળો છું. ખરેખર તું બળવાન ચાલવામાં સમર્થ છે. કોઈક શિલ્પના બળથી બળવાન હોય કોઈક તેલના (શરીરના) બળથી બળવાન હોય. ૧૮. હે ભાઈ ! મને તારી પીઠ ઉપર બેસાડ જેથી આપણે બંને સુખપૂર્વક નગરમાં ઈષ્ટ સ્થાને પહોંચી જઈએ. અથવા જેને ઉપાય મળેલ હોય તેને આ જગતમાં અપાય કયાંથી હોય ? ૧૯. અમૂઢ (ચતુર) પંગુ આંધળા મનુષ્ય ઉપર જલદીથી આરૂઢ થયો. આંધળાના બે પગનો ઉપયોગ કરીને ભાંગેલ રાજ્યને અતિ સુંદર કરીને મેળવ્યું અર્થાત્ બંનેએ પોતાના પ્રાણ બચાવ્યા. ૨૦. પછી બુદ્ધિમાન પંગુએ રસ્તામાં આંધળાને કયાંય સ્ખલનાની ગંધ પણ ન આવે તે રીતે દુર્ગપથમાં પણ ચલાવ્યો. એમ પાંગળો આંધળાને ઈષ્ટપુરમાં લઈ ગયો. સારી રીતે યોજેલો ઉપાય કયાં ફળતો નથી ? ૨૧. તેથી તમે જાણો કે ચારિત્ર અને જ્ઞાનથી યુક્ત ઉપાય સિદ્ધિને આપનાર છે. હવે વ્યતિરેક ઉદાહરણને સાંભળો. આનાથી (અન્વય–વ્યતિરેક દષ્ટાંતથી) જ્ઞાન વિવેકવાળું બને છે. ૨૨. કોઈક નગરમાં વિશ્વને ત્રાસ ઉત્પન્ન કરે તેવો તેજસ્વી અગ્નિ ઉત્પન્ન થયો. તેણે અવાજ સહિત સુસવાટા મારતા મોટા પવનની જેમ અનેક જન આક્રંદ કરતા વસ્તુ સમૂહને સળગાવી દીધું. ૨૩. શોકમાં ડૂબેલો કોઈક લોક પોતાના વિભવને છોડીને કયાંય પલાયન થઈ ગયો. પોતે જીવતો જાગતો બચી જશે તો નક્કીથી આ ધન ફરીથી જીવશે અર્થાત્ મળ શે ૨૪. લોકોએ નગરમાં ભાગ્યથી હણાયેલ પંગુ અને અંધને ન સંભાળ્યા. ચોરો જ્યારે નપુંસકને હરી જતા હોય ત્યારે શૂરવીરોની સાથે હોય તેવો પુરુષ બચાવવા દોડે ? ૨૫. અત્યંત સામે ધસતી અગ્નિની જ્વાળાએ અંધને બાળી નાખ્યો અને તે મરણ પામ્યો. સંમુખગામિતાથી પણ કોણ અવશ્ય અગ્નિને વશ્ય કરવા સમર્થ થાય ? અર્થાત્ કોણ એવો સમર્થ છે જે સન્મુખ જઈને ન બુઝાવી શકાય તેવા અગ્નિને બુઝાવી દે ? ૨૬. અગ્નિ નજીક આવી રહ્યો છે એમ બોલતો, અગ્નિના વિચારમાં ચડેલો પોતાએ કરેલ કર્મને અવશ્ય ભોગવવાના છે એમ સમજતો પંગુ આર્ત્તધ્યાનને કરતો મરણ પામ્યો. ૨૭. આ પ્રમાણે આ બંને પણ એકબીજાને સહાયક ન બનવાને કારણે પોતાનું પ્રયોજન સાધવાને સમર્થ ન થયા. ધનુષ્યમાંથી બાણ છોડવું હોય તો પણ બે હાથ વિના છોડી શકાતું નથી. ૨૮. મોક્ષસુખના સમૂહને ઉત્પન્ન કરનાર, ભવનમાં નિર્મળ, જ્ઞાન સહિતના ચારિત્રમાં વિવેકીપુરુષોએ ઉદ્યમ કરવો જોઈએ. ૨૯.