________________
૨૪૭
સર્ગ-૧૦
અને સ્વર્ગના હેતુવાળા પુત્રના મુખને જુએ છે. ૬૭. વેદપાઠથી પવિત્ર થયેલા બ્રહ્માના મુખમાંથી નીકળેલા જે બ્રાહ્મણો છે તે પાપથી મુક્ત થયા છે. જેમ કાદવવાળા પાણીમાં કમળ લેપાતો નથી તેમ આ જીવો કયારેય પાપથી લેપાતા નથી. ૬૮.
વળી ત્રીજાએ આ પ્રમાણે કહ્યું : હું ક્ષત્રિય છું. પોતાના વ્રતના પાલનથી ક્ષોત્રિય કરતા ચડિયાતો છું. (ક્ષોત્રિય એટલે ક્રિયાકાંડ કરાવનાર વિદ્વાન બ્રાહ્મણ) મેં શત્રુને કયારેય પોતાની પીઠ બતાવી નથી યુદ્ધમાં પડેલા ઉપર હું પ્રહાર કરતો નથી. ૬૯. ક્ષત્રિયો વડે રક્ષાયેલ લોક નિર્ભય બની સારી રીતે ધર્મકાર્ય કરે છે. તે ક્ષત્રિય જાતિમાં જન્મેલા મારે ધર્મ કેમ ન થાય ? ૭૦.
વળી ચોથાએ કહ્યું : હું દોષ વિનાનો વૈશ્ય છું. પશુપાલ્યાદિકા પોતાની સમસ્ત ક્રિયાઓ કરું છું. રાજ્યનો કર ભરું છું. આનાથી બીજું શું સુંદર હોય ? એ પ્રમાણે પાંચમાંએ કહ્યું : હું વ્યાપાર કરીને જીવું છું. હંમેશા પોતાની દુકાનનો સેવક છું. હિંગ તેલ વગેરે શુદ્ધ વસ્તુઓ વેચીને ધન કમાઉં છું અને સુખે જીવું છું. જેમ વાદળ ભૂમિ ઉપર રહેલા વનમાં વરસે છે તેમ હું પોતાની શક્તિ મુજબ ભિક્ષુકોને ધન આપું છું. તેથી હું ધાર્મિક કેમ નહીં ? ભો કોવિદો (વિદ્યાનો) તમે જ ઉચિત કહો બીજાએ કહ્યું : હું વૈધ છું. લોકોના મળ–મૂત્ર-નાડીના ધબકારા અને ચેષ્ટાને સારી રીતે તપાસીને લાંઘણ, ઉકાળો, તપેલા પાણીના પાનાદિથી વાત-પિત્ત-જ્વર-શ્લેષ્મ વગેરે સ્વરૂપથી રોગાના સમૂહનો નિગ્રહ કરીને સર્વ રોગીઓની સેવા કરું છું. જે કામ કરવામાં ભાગ્યના વશથી દેવો પણ સમર્થ થતા નથી. એ પ્રમાણે રોગોની ચિકિત્સા કરતા શું મારે જીવરક્ષાપૂર્વકનો શ્રેષ્ઠ ધર્મ ન થાય ? ૭૫. વળી બીજાએ તેની સમક્ષ આ પ્રમાણે કહ્યું : હું પોતાની જાતિમાં મુખ્ય કલાલ છું. લોકોને ઉત્તમ સુરા (દારૂ) આપું છું. જેમાં મન કરે છે, મન રહે છે તે સુરા કહેવાય છે. ૭૬. જીવોને એકમાત્ર સુખ આપવાથી મારે ધર્મ થાય છે હું પાપી અધમ છું. એ વાત દૂર રાખો એમ બીજાએ કહ્યું : હું અધિકારી છું. ન્યાયથી લોક પાસેથી ધન મેળવું છું. દુરાચાર કરતા લોક પાસેથી ધન લઈને હું ક્ષણથી જ શિક્ષા કરું છું. તેથી નૈષ્ઠિક યતિની જેમ મારામાં કેવી રીતે અત્યંત ધાર્મિકપણું ન ઘટે ?
૭૮.
આ પ્રમાણે એકેકને પુછવામાં આવતા દરેક પોતાને ધાર્મિક જણાવ્યા. પોતાના મનથી કોણ ચર (અધાર્મિક ) છે ? એટલામાં મરણ સન્મુખ થયેલ કસાયે પાપથી ભરેલો હોવા છતાં પોતાને ધાર્મિક કહ્યો. ૭૯. પાડો–બકરો—ગાય વગેરે જીવોના સમૂહને સ્વેચ્છાથી હણીને ભાણેજ, બહેન, અન્ય જ્ઞાતિને માંસનું વિતરણ કરું છું. સાર ભાગને ગ્રહણ કરું છું. ૮૦. પ્રાધૂર્ણકને આપીને બાકીના વધેલા માંસને અગ્નિમાં પકાવીને ખાઉ છું. વેંચવાથી સર્વોપણ માંસભક્ષીઓ આનંદ પામે છે. તેથી હે બુધો ! કહો હું કેવી રીતે ધાર્મિક ન ગણાઉં ? ૮૧. સફેદ મંદિરમાં પ્રવેશીને સર્વ પણ લોકે પોતાને ધાર્મિક પૂરવાર કર્યો. કોણ નિર્ગુણ છે ? મિથ્યા માર્ગમાં જનારા જીવો શું કયારેય પણ પોતાને નિર્ગુણ માને છે ? ૮૨. પણ બે શ્રાવકો કૃષ્ણ દેવાલયમાં પ્રવેશ્યા કારણ કે અહીં પ્રજા વિચિત્ર ચિત્તવાળી હોય છે. તેજથી સૂર્યનો પરાભવ કરતાં શ્રેણિક રાજાના પુરુષોએ કૃષ્ણમંદિરમાંથી નીકળતા શ્રાવક યુગલને પુછ્યું : તમો બે જે કૃષ્ણ દેવાલયમાં પ્રવેશ્યા તો તમોએ શું પાપ કર્યુ છે તે કહો. પોતાને ધાર્મિક માનતો બીજો સમસ્ત પણ લોક સફેદ દેવાલયમાં પ્રવેશ્યો. ૮૪. તે બે શ્રાવકોએ ખેદપૂર્વક જણાવ્યું કે અમે બંને મહાપાપને કર્યુ છે. અમે ગુરુની પાસે મધપાનનું વ્રત સ્વીકાર્યુ હતું તેનું પ્રમાદથી ખંડન કર્યું. ૮૫. હે રાજપુરુષો ! અમે ઘણાં અધમ છીએ. આ
: