________________
સર્ગ–૧૦
૨૪૫
આ પ્રમાણે રસપૂર્વક ધર્મ સાંભળીને હર્ષથી પ્રભુના ચરણને નમીને નિર્મળાચારપ્રિય ભવ્યજન સમૂહ પોતપોતાના ઘરે ગયો. ૩૦. તે વખતે એક ખેચર હૃદયમાં સંતાપિત થયો. સારી કીકીવાળા આંખ સોજી જવાથી જેમ દુઃખી થાય તેમ દુઃખી થતો વિધાધર ઊંચે ઊડે છે. નીચો પડે છે. વિવર્ણ (નિરક્ષર) થયેલ તત્ક્ષણ જ વિદ્યાપદ ભૂલી ગયો. ૩૧. ઊંચે ચડતો અને નીચે પડતો શોકથી મૂછ પામતો તેને જોઈને રાજાએ કેવળજ્ઞાનથી અનાથ ભગવાનને આ પુછ્યું. ૩૨. અડધી પાંખ આવેલ પક્ષીની જેમ અથવા સમુદ્રમાં ઘણા પવનથી હણાયેલ વહાણની જેમ હે જિનેશ્વર દેવ! આ ખેચર ફરી ફરી આ શું કરી રહ્યો છે? ૩૩. હે રાજનું! આજે આ આકાશગામિની વિદ્યાનો વર્ણ ભૂલી ગયો છે. તેથી આ આકાશમાં ઊડી શકતો નથી. ખરેખર બે ઔષધમાંથી એક ઔષધને ખાનારો રોગનાશક થતો નથી. ૩૫. તીર્થકર પરમાત્માએ તરત જ કહ્યુંઃ ઐહિક સિદ્ધિને આપનારો પણ મંત્ર જો એક અક્ષરથી ન્યૂન હોય તો સિદ્ધિદાયક થતો નથી. તેથી એક અક્ષરથી હીન જિનતંત્રને હંમેશા કદાગ્રહને છોડીને ન ભણાવવો જોઈએ. ૩. એજ રીતે આત્મહિતસ્વીએ હમેશાં પણ અધિક અક્ષર ભણાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ. અર્થાત્ યથાર્થ ભણાવવો જોઈએ જેમ અધિક ભોજન આપવાથી રસના (જીભ) અવશ્ય થાય છે (અર્થાત્ નિગ્રહ થતો નથી) તેમ અધિક–ઓછો અક્ષર ભણવામાં સેંકડો અનર્થોની આપત્તિ આવે છે. ૩૭.
મૂર્ખ લોકો ભવભવને મુકાવનાર સૂત્રને ઓછા-વધારે અક્ષરપૂવર્ક ભણે તો વૃક્ષપઘહિમાનિનો અર્થભેદ થઈ જાય છે. ૩૮. તેમ જિનેશ્વર વડે કહેવાયેલ સૂત્રને આગળ-પાછળ-ન્યૂન અધિક કરીને વાંચે–ભણે તો તીર્થકર વડે ઉપદેશાયેલ સુંદરતા અનુષ્ઠાન ખરેખર ભેદનારું થાય છે. તે અનુષ્ઠાન ભેદાયે છતે જ્ઞાન સુખના સમૂહરૂપ મોતીઓને ઉત્પન થવા માટે શુક્તિસમાન મુક્તિની પ્રાપ્તિ કયાંથી થાય? ૩૯. મુક્તિના અગમમાં (ન જવામાં) દીક્ષા ફોગટ થાય અને તેથી ભિક્ષા મોક્ષનું અંગ બનવાને બદલે પેટ ભરવાનું સાધન થઈ જાય. તેથી અધિક કે ઓછું એમ બંને રીતે ભણવામાં પરિણામ કટુ છે તેથી તેમ ન કરવું જોઈએ. ૪૦. ખેચરની કથા સાંભળીને શ્રેષ્ઠબુદ્ધિ અભયકુમારે જલદીથી આવીને અમૃતરસથી પણ કોમળ વાણીથી ખેચરને આ પ્રમાણે કહ્યુંઃ ૪૧. જો કહેવાને ઉચિત હોય તો મારી આગળ પોતાની નિરવદ્ય વિદ્યાને જણાવ. હું યથાક્ષર કહું છું એમ કહી ઘણાં હર્ષથી અભયના વચનને સ્વીકાર્યું. ૪૨. તેણે અભયને વિદ્યાનો થોડીક ભાગ કહ્યો એટલે અભયે સંપૂર્ણ પાઠ તેને કહી સંભળાવ્યો. અભયની પાસે એક પદ ઉપરથી પદના સમૂહનો બોધ કરાવે તેવી નિર્મળ શક્તિ હતી. ૪૩. વિદ્યાનું સ્મરણ થવાથી રોગના કષ્ટના સમૂહથી મુકાયેલની જેમ ખેચર ઘણો હર્ષ પામ્યો. જાણે સજ્જનના મુખમાંથી નીકળતી નીતિ ન કહેતો હોય તેમ વિદ્યાધરે અભયને વિદ્યા સાધવાની રીતિ કહી. ૪૪. જળવૃષ્ટિની જેમ સર્વજનમાં ઉપકાર કરનાર અભયકુમારની રજા લઈને જેમ સિદ્ધનો આત્મા સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં જાય તેમ ખેચર આકાશમાં હર્ષપૂર્વક ઊડ્યો. ૪૫. મનના વેગથી પણ ઝડપે જનાર ખેચર જલદીથી પોતાના ઘરે પહોંચ્યો. અભયકુમાર પણ વિદ્યાસાધીને પૃથ્વી ઉપર તુરત જ શ્રેષ્ઠ ખ્યાતિને પામ્યો. ૪૬. એ પ્રમાણે સફેદ કમળ જેવી નિર્મળ કીર્તિનું કારણ અનેક પ્રકારના શુભકાર્યોથી રાજપુત્ર અભયે લોકના ચિત્તને આશ્ચર્ય કરે તેવા વિવિધ કાર્યો નિરંતર કર્યા. ૪૭.
૧. વૃષપરહિમાનિ: આ સમાસને વૃષ–પા અને હિમ છૂટું પાડીને ભણે અને વૃષપા અને હિમ એમ સમાસ છૂટું પાડીને બોલે તો અર્થમાં ઘણો ભેદ થઈ જાય છે તેથી વાકયને સંગત અર્થ થાય તે પ્રમાણે સમાસ ખોલવો જોઈએ.