________________
સર્ગ-૧૦
૨૪૩ કહી સંભળાવી. ૯૪. રાજાએ અને નગરના લોકે અભયના પંચમુખી વચનની શ્રદ્ધા કરી. લોક એકલો એકલો અભયના ગુણોનું ગીત ગાય છે અથવા તો વિશ્વાસ કરે છે. ૯૫. સંપૂર્ણપણ પરિવાર એકી અવાજે અભયના ગુણની સ્તવના કરીને ભવમાં દુર્ધર હર્ષના પૂરના સુખને મેળવ્યું. પૃથ્વી ઉપર સારાની સાથે કોણ સારું નથી બનતું? ૯૬. તે પોતાના વંશરૂપી આકાશમાં સૂર્ય સમાન ! હે સંકટ સમુદ્રમાં ડૂબેલાને તરવા માટે નાવ સમાન ! હે મતિરૂપી કમલિનીને વિકસવા માટે સૂર્ય સમાન! હે સર્વશ્રેષ્ઠ વિચક્ષણોમાં શિરોમણી અભય ! ૯૭. તે અમને શરદઋતુના અમૃત જેવા ચંદ્રના કિરણ જેવો ઉજ્જવળ માર્ગ બતાવ્યો. શું શ્વેત ચિત્રકવૃક્ષથી પ્રિયતાનું ઘર અગ્રુપૂર્ણ આંખનું ઉદ્ઘટન ન થાય? ૯૮. રાજાએ જેનું જેટલું ધન હતું તેને તેટલું પાછું આપ્યું. મોટાઈનું એક ધામ સમુદ્ર શું ક્યારેય પોતાની પૃથ્વીની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે? ૯૯. મનમાં હર્ષ ધારણ કરતી જનતાએ પોત પોતાના ધનને મેળવ્યું. લક્ષ્મી વિનાનો મનુષ્ય નક્કીથી સતત રજ કરતો હલકો બને છે. ૧૦). આ પ્રમાણે શરદઋતુના વાદળ, દહીં, ચંદ્ર અને બરફ જેવા નિર્મળ, આશ્ચર્યકારી જુદા જુદા સેંકડો ચરિત્રોથી પ્રતિબોધ કરતા અભયે હંમેશા દયાપૂર્વક સમય પસાર કર્યો. ૧૦૧.
એકવાર રજતગિરિ (વૈતાઢ્ય પર્વત) અને ચંદ્ર જેવા નિર્મળ યશવાળા સિદ્ધિવધૂના હૃદયસ્થળના હાર એવા તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા વિહાર કરતા ત્યાં રાજગૃહ નગરમાં પધાર્યા. ૨. હર્ષના પૂરથી ભરાયેલ કાયાવાળા અર્થાત્ અત્યંત હર્ષને વહન કરતા ચારેય નિકાયના દેવોએ આવીને સમુદ્રના સારને ગ્રહણ કરે તેમ નષ્ટ થયેલ લૌકિક દેવતાઈનો ગર્વ ફરી પ્રાપ્ત કર્યો. કહેવાનો ભાવ એ છે કે દેવલોકના સુખો ભોગવીને જે પુણ્ય ભોગવાઈ ગયું છે તે ફરી પ્રભુનો જન્માભિષેક સમવસરણની રચના વગેરે સેવા કરીને અને જિનવાણી સાંભળીને ફરી નવું ઉપાર્જન કરે છે. ૩. સુર–અસુર અને માનવના સમૂહથી નમાયેલ જિનેશ્વર સંઘને નમસ્કાર કરીને સિંહાસન ઉપર બેઠા એટલે દ્વેષરૂપી શત્રુ મરવા પડ્યો. ૪. જેમ જાનૈયાઓ લગ્નમાં જાય તેમ બાર પ્રકારની ધન્ય પર્ષદા સમવસરણમાં આવી. પાપઘાતક શ્રેણિક રાજા પણ સ્વામીને નમસ્કાર કરવા આવ્યો. ૫. વિશિષ્ટ શાશ્વત ભક્તિને ધારણ કરતા શ્રેણિક રાજા વીર જિનેશ્વરને નમસ્કાર કરીને બેઠા. ખરેખર બુદ્ધિમાન જંગમતીર્થને પ્રાપ્ત કરીને પોતાના જન્મને સાર્થક કરે છે. ૬. યોજનગામિની વાણીથી પ્રભુએ ધર્મદેશના આપી. ખરેખર રત્નના નિધાનમાંથી રત્નની રાશિ નીકળે છે. ૭. જો તમે મુક્તિવધૂને વરવા અને દુઃખરૂપી સમુદ્રને તરવા ઈચ્છો છો તો હંમેશા જ જ્ઞાન અને ચારિત્રની આરાધના કરો. ૮. જ્ઞાન અને ચારિત્ર બેમાંથી એકની આરાધનાથી કયાંય પણ કયારેય પણ અભીષ્ટફળની પ્રાપ્તિ જોવાઈ નથી. અર્થાત્ બંનેની સાથે આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પણ એકની આરાધનાથી નહીં. શું એક પૈડાવાળો રથ એકપણ પગલું આગળ ચાલે? ૯. અન્વય અને વ્યતિરેકથી યુક્ત વાદિની જેમ ફળવાદી બને છે. કહેવાનો ભાવ એ છે કે ઉત્તમ સાધન સામગ્રી ખામી વિનાની હોય તો કાર્યની સિદ્ધિ થાય છે તેમ પદાર્થની સિદ્ધિ કરવા માટે અન્વય અને વ્યતિરેક બંને પ્રકારની વ્યાપ્તિ જોઈએ. અહીં બોધ ૧. પંચમુખી વચનઃ જે વચનમાં પક્ષ, સાધ્ય, હેતુ, ઉદાહરણ અને ઉપનય હોય તે રૂપ પંચમુખી વચન કહેવાય. ૨. અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ -વ્યાપ્તિ એટલે અવિનાભાવ સંબંધ અર્થાતુ એકને છોડીને બીજાનું ન રહેવું તે જેમકે ધૂમ અને અગ્નિ.
જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અવશ્ય અગ્નિ હોય તે અન્વયવ્યાપ્તિ. અને જ્યાં જ્યાં અગ્નિનો અભાવ હોય ત્યાં ત્યાં ધૂમનો અભાવ હોય તે વ્યતિરેક વ્યાપ્તિ, આ વ્યાપ્તિની સહાયથી બેમાંથી એક અંગ જે ઈન્દ્રિયનો વિષય બનતો હોય તેના ઉપરથી ઈન્દ્રિયનો વિષય નહીં બનતા બીજા અંગનો બોધ થાય છે.
આ વ્યાપ્તિની સહાયથી પર્વત ઉપર ધૂમને જોઈને નહીં દેખાતા અગ્નિનો બોધ કરી શકાય છે. કેમકે ધૂમ અને અગ્નિની વ્યાપ્તિ છે.