________________
અભયકુમાર ચરિત્ર
૨૪) ઘરમાં જાય તેમ જાણે સર્વમણિઓને મેળવ્યા હોય તેમ ચિત્તમાં પૂરને અનુભવતી જનતા પોતાના ઘરે ગઈ. ૪૦.
સુધર્મા ગણધરની પાસે જઈને કહો કે નગરનો લોક ભદ્રક થયો છે તેથી હે ભગવન્! જીવોના બોધ માટે અહીં રહો. ૪૧. નૂતન પણ સાધુ સુસમાધિ પૂર્વક સુવિધિથી વતન પાલન કરે. અહીં રહેતા તમારા બે ચરણ કમળની સેવા કરવાનો લાભ નગરના ઘણા લોકોને તથા અમને મળશે. ૪૨. ગણધર ભગવંતે ત્યારે આશિષ આપ્યા કે હે મુનિના મન રૂપી કમળાકરને માટે ભ્રમર સમાન! હે પ્રવચનની ઉન્નતિકારક પ્રવૃતિ કરનાર! તું પ્રવર ધર્મધુરાને વહન કર. ૪૩. એમ આશ્ચર્યકારી ચરિત્રથી ચમત્કૃત કરાયું છે. સંપૂર્ણ પૃથ્વી મંડલ જેના વડે એવા અભયકુમારે ત્રણ પુરૂષાર્થને સાધ્યા. ઉત્તમબુદ્ધિ અને મંદબુદ્ધિમાં આ અંતર છે. ૪૪. શ્રેષ્ઠ વસ્ત્રાલંકારથી વિભૂષિત, ચંદ્ર જેવી સફેદ ચામરોથી ઘણી વેશ્યાઓ વીંઝણુ નાખી રહી હતી. ઘણાં મંત્રી સ્વજનો અને પુત્ર વગેરે અતુલ લોકથી વીંટળાયેલ હતા. મગધ દેશના કુબેર જેવા ધનવાન વણિકો જેના બે ચરણ કમળને નમતા હતા. એવા શ્રેણિક રાજા શ્રેષ્ઠ સ્ત્રીઓની સાથે ક્યારેક સભામાં બિરાજમાન હતા. ૪૬. તે વખતે જે થયું તે આ પ્રમાણે છે. હમણાં આ નગરમાં ઘણી મોંઘી વસ્તુ કઈ છે? એમ ઘણા સ્વસ્થ મનવાળા શ્રેણિક રાજાએ સભામાં પ્રશ્ન કર્યો. અથવા અહીં સુખના પૂરના વશથી રાજાઓના મનમાં તુફાનો ઉઠે છે. ૪૭. અભયકુમારને છોડીને બીજાએ પોત-પોતાની બુદ્ધિથી જવાબ આપ્યો. અથવા યુદ્ધ માટે વિચરતાં સુભટોની સેનામાં પ્રથમ બાણાવાળીઓ ઉતરે છે. કહેવાનો ભાવ એ છે કે યુદ્ધ સૈનિકોથી શરૂ થાય છે પણ રાજા યુદ્ધમાં પ્રથમ ન ઉતરે તેમ અહીં સૈનિક જેવા સામાન્ય પુરુષોએ રાજાને પ્રથમ જવાબ આપ્યો પણ બુદ્ધિના રાજા અભયકુમારે પ્રથમ જવાબ ન આપ્યો. ૪૮. કોઈએ કહ્યું કે હમણાં અશ્વ સૌથી મૂલ્યવાન છે. ત્રીજાએ પુષ્પ, ચોથાએ કેસર પાંચમાંએ વસ્ત્ર, છઠ્ઠાએ સુવર્ણ, સાતમાએ રજત, આઠમાએ મીઠું, નવમાએ લોખંડ, દશમાએ ઘી, અગિયારમાએ કસ્તૂરી અને બારમાએ કહ્યું કે હમણાં કલમ ચોખા ઘણાં મૂલ્યવાન છે. ૪૯. આમ જુદી જુદી વ્યક્તિઓએ પોતાની બુદ્ધિ પ્રમાણે ભિન્ન-ભિન્ન જવાબો આપ્યા. એકમાત્ર, અમૃત સમાન પરિણામે, શુભ ભાવિ જીવના તાપને શમાવવા માટે પાણી સમાન અતિ સુંદર વચનને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીને અભયે જલદીથી કહ્યું કે જેમ મારવાડમાં પાણી મૂલ્યવાન છે તેમ અહીં હાલમાં માંસ નિશ્ચયથી મહામૂલ્યવાન છે. એમ પોતાના હૃદયમાં કોઈપણ વિકલ્પ કર્યા વગર નિશ્ચયથી ધારણ કરો. ૫૧. ત્યાર પછી પોતાની બુદ્ધિથી પંડિત બનેલા બીજાઓએ સર્વરીતે ઈર્ષ્યાના ભરથી જલદી જવાબ આપ્યો કે માંસ ઘણું સસ્તુ છે. આ વચન પર્વતની જેમ ન ચલાવી શકાય તેવું છે. અર્થાત્ આ વચન સત્ય છે, પરંતુ જેમ શરદઋતુમાં સરોવરમાં પાણી સુલભ હોય છે તેમ અહીં પાંચ પ્રકારનું માંસ રૂની જેમ સુલભ છે. કારણ કે રૂપિયામાં ઘણું માંસ મળે છે. પ૩. પરંતુ અભયકુમાર અમારી વાત ઉડાવે છે ખરેખર રાજપુત્રો ક્રીડાપ્રિય હોય છે. રાજાએ તેઓના વચનને સાચું માની લીધું. આ જગતમાં સારી બુદ્ધિવાળા જીવો બહુ ઓછા હોય છે. ૫૪. અહો! હું પૂછું છું તેમાં તું શા માટે હસે છે ? આથી રાજા જરાક અભય ઉપર ગુસ્સે થયો. અરે ! અભય તું હસવાના સ્થાનને જાણતો નથી શું સ્વયં પોતાની આપત્તિને ઈચ્છે છે? ૫૫. લેશમાત્ર ભય વિનાના અભયે કહ્યું હું સારી રીતે વિચારીને યોગ્ય બોલ્યો છું. જ્ઞાનના મદમાં ભરાયેલા આ બહેરા જાણતા નથી તેથી તેઓની સાથે કોણ પ્રવાદ કરે? ૫૬. રાજાએ કહ્યું બીજાઓએ કહ્યું તે શું અસત્ય છે? શું તું અહીં એક જ સાચો છે? તારું વચન પ્રમાણથી હણાયેલું છે. પ૭. રાજાના અપમાનભર્યા વચનને ગળી જઈ અભયકુમાર ઘણાં હર્ષપૂર્વક