________________
અભયકુમાર ચરિત્ર
૨૩૮
દશમો સર્ગ
પ્રશમના ધામ અને યુગમાં શ્રેષ્ઠ જ્ઞાનના ધારક વિખ્યાત કરાયું છે તેવા પ્રકારના હર્ષના ભરનું આગમન જેના વડે એવા સુધર્મા ગણધરે એકવાર ત્યારે રાજગૃહને પવિત્ર કર્યું. ૧. તે સુધર્મા સ્વામી પશુ–નપુંસકના ભયથી રહિત બીજાના ઘરે ઉતર્યા. કેમકે સાધુઓને ભાડાના ઘરમાં રહેનારાની જેમ પોતાના ઘરો હોતા નથી. ૨. અભ્યદયના એક માત્ર સ્થાન ગણધર ભગવંતને ભાવથી વંદન કરીને લોકો ધર્મ સાંભળવાની ઈચ્છાથી બેઠા. સુતીર્થને પામીને કોણ એવો છે જે સેવા કરવામાં આળસ કરે.૪. વિવિધ ભવ્ય જીવોને બોધ પમાડવાની ઈચ્છાથી દેવદંદુભિના નાદ સમાન ધ્વનિથી ગણધર ભગવંતે હસ્ત નક્ષત્રના વાદળાઓ અમૃત જેવા મધુર પાણીને આપે તેમ ધર્મદેશના આપી. ૫.
સુધર્મા સ્વામીની દેશના આખા ભરતક્ષેત્રમાં થતા ધાન્યના ઢગલામાં દેવ એક આઢક પ્રમાણ સરસવના દાણા નાખે. પછી તે દેવ ધાન્યને જેમ વૈદ્ય એક રસમાં બીજા રસમાં હલાવી હલાવીને મિશ્રણ કરે તેમ દેવ પણ ધાન્યના ઢગલાનું મિશ્રણ કરે ત્યાર પછી વૃદ્ધ સ્ત્રીને તેમાંથી સરસવના દાણા વીણીને આપવાનું કહેવામાં આવે તો શું તે વૃદ્ધ
સ્ત્રી દાણાને વીણી આપે? કદાચ ઉત્તમદેવના નિયોગથી (ઉત્તમ પુણ્યના પ્રભાવથી) દાણા વીણાય જાય એવું બને પણ જન્મ-મરણ–જરા રોગથી ખરડાયેલ ભવવનમાં ઘણું ભમતા ગુમાવેલ મનુષ્યભવ ફરી મળવો અતિ દુર્લભ છે. ૮. તેથી તે લોકો ! આ મનુષ્યભવ પ્રાપ્ત કરીને દુઃખના વિઘાતક ધર્મને આરાધો જેથી લોક અને પરલોકમાં અનંત સુખદાયિની મનવાંછિત સિદ્ધિ મળે. ૯. એ પ્રમાણે મનોહર દેશનાને સાંભળીને લોકો ભિન્ન પ્રકારનો બોધ પામ્યા. તેમાં જે બુદ્ધિમાનો હતા તે અધિક વિરતિને પામ્યા. અર્થાતુ સર્વવિરતિને પામ્યા. ઓછી બુદ્ધિવાળાઓએ દેશવિરતીને સ્વીકારી. અને બીજા નિર્મળ સમ્યગ્દર્શનને પામ્યા. ૧૦. ઉત્તમ ભાવને પામેલા એક કઠિયારાએ ગણધર ભગવંતને કહ્યું : હે પ્રભુ ! તમારી દેશના સાંભળીને હું ભવથી ઘણો વિરક્ત થયો છું. ભવરૂપી નદીને તરવા માટે સમર્થ (છિદ્ર વિનાનું) નાવ સમાન વ્રત આપો એમ કઠિયારાએ પ્રાર્થના કરી. વ્રતમાં સાહસ (પુરુષાર્થ) જ કારણ છે ધનાઢયતા કારણ નથી. ગરીબાઈ પણ કારણ નથી. ૧૨. આની સુયોગ્યતાને જાણીને સુધર્મા ગણધરે દીક્ષા આપી. પછી તેને સાધુના આચારો શિખવ્યા જેથી અહીં ભવસ્થિતિ (ભવમાં રહેવાનો કાળ) દઢ સ્થિર થાય. અર્થાત્ ભવસ્થિતિ રોજે રોજ વધ્યા કરે છે, તે વધતી અટકીને સ્થિર થાય. ૧૩. તે સુમુનિઓની સાથે ગોચરીએ ગયો. અને ચૈત્યવંદનના હેતુથી જિનમંદિરમાં ગયો. જેમ ભસવાના સ્વભાવવાળો કૂતરો ભસે તેમ લોક માર્ગમાં જતા આના ઉપર જલદીથી હસવા લાગ્યો. ૧૪. અહો! આ અતિ દુષ્કરકાર છે. એણે ઘણી લક્ષ્મીનો કઈ રીતે ત્યાગ કર્યો? અહો! આણે પૂરા લાકડાના ભારને જલદીથી છોડી દીધો. ૧૫. અરે! પોતાનું પેટ ભરવાની ચિંતામાંથી મુક્ત થયેલ આ હમણાં શાંતિથી રહે. ઘણાં ભોજનને ખાનારો આ હમણાં સુખનો ધામ થયો. સતત અને ઘણા ભુખના દુઃખથી આ છૂટી ગયો. અર્થાત્ ગૃહસ્થ વાસમાં એને ખાવાપીવાની ચિંતા હતી તેનાથી મુક્ત થયો. ૧૬. લોકોના ઉપહાસના વચનો સાંભળીને નૂતન સાધુ મનમાં ઘણાં દુભાયો. નિંદિત કરાયેલ જન્મ, કર્મ અને મર્મ જગતમાં દુઃસહ બને છે. ૧૭. સુધર્મા સ્વામી પાસે જઈ અંજલિ જોડી નવીન સાધુએ વિનંતિ કરી– હે પ્રભુ! જલદીથી જ વિહાર કરો કારણ કે હું અપમાનને સહન કરવા સમર્થ નથી. ૧. હસ્તપયોચ ઃ સૂર્ય જ્યારે હસ્ત નક્ષત્રમાં આવે તે વખતે જે વરસાદ પડે તે ધાન્યના રસને ઉત્પન્ન કરે છે. સૂર્ય દરેક નક્ષત્રમાં ૧૩ કે ૧૪ દિવસ રહે છે.