________________
અભયકુમાર ચરિત્ર
૨૩૬ સામગ્રી પામીને સિદ્ધાંતના રહસ્યને જાણીને અંતે આવી દશાને પામ્યો. ૧૩. મારા કરતા તો આ ફળ વિનાનું ઘાસ સારું પરંતુ મારી એક નિષ્ફળતા તો બીજા કટુ ફળને આપનારી થઈ. ૧૪. દેવદ્રવ્ય ભક્ષણનો કેવો વિપાક થયો? કયારેય વિષનું ભક્ષણ કરવું કલ્યાણ માટે થતું નથી. ૧૫. પૂર્વ જન્મોમાં સારભૂત મનુષ્ય ભવ પણ પામીને હું આ રીતે હારી ગયો છું. એમ પોતાની નિંદા કરીને તેણે કેવલીને પૂછ્યું: હે ભગવન્! આ પાપથી મારો કેવી રીતે છુટકારો થાય? ૧૭. પોતાની સંપત્તિ અનુસાર દેવદ્રવ્ય ચૂકવી દે જેથી તારે સર્વ સારું થશે એમ કેવલીએ કહ્યું. ૧૮. હે પ્રભુ! ભોજન અને વસ્ત્ર મેળવવા ઉપરાંત જે કંઈ ધન મેળવું તે હું દેવદ્રવ્યમાં ભરપાઈ કરી આપીશ એમ તેણે અભિગ્રહ ધારણ કર્યો. ૧૯. અભિગ્રહ લેવાના કાળથી જિનદ્રવ્ય ભક્ષણથી ઉત્પન્ન થયેલ તેનું પાપ ક્ષય પામવા લાગ્યું. ૨૦. જેમ જામીનદાર કરજદાર પાસેથી લેણદારને ધન અપાવવા લાગે તેમ આનો લાભોદય વ્યયસાયમાંથી ધન અપાવવા લાગ્યો. ૨૧. પછી પરમ આનંદથી તેણે ચિત્તમાં વિચાર્યું અહો! અભિગ્રહના પ્રભાવથી હું સુખપૂર્વક લાભનું મુખ જોઉં છું. રર. જેમ નરકવાસી લાભ ન મેળવે તેમ આટલા દિવસો સુધી મેં રંકપ્રાયે પણ કોઈ લાભ ન મેળવ્યો. ૨૩. મને જે લાભ થયો છે તે પણ ધર્મના પ્રભાવથી થયો છે. તેથી ધર્મમાં વિશેષ સમુદ્યમ કરવો ઘટે છે. ૨૪. બમણા ઉત્સાહને પામેલા શ્રેષ્ઠીપુત્રે દરરોજ જિનપ્રતિમાનું સ્નાન-અર્ચન-પૂજન- કર્યું. ૨૫. મને એમ લાગે છે કે ઉત્કૃષ્ટ ભાવથી ચૈત્યભક્તિ કરતા આને ધર્મની સાથે સ્પર્ધા કરતા દ્રવ્યનો લાભ વધ્યો. અર્થાત્ જેમ જેમ એનો ધર્મ વધે છે તેમ તેમ તેનો ધનલાભ વધે છે. ૨૬. આઠ પ્રકારના મદને અને આઠ પ્રકારના કર્મને ભેદવા માટે તેણે ચૈત્ર તથા આસો માસમાં આઠ આઠ વખત આશ્ચર્યકારી અષ્ટાદ્ધિક મહોત્સવ ચૈત્યમાં કર્યો. ર૭. જેમ દહીં ઘીને ધારણ કરે છે તેમ તેણે દહીં અને ઘીના અભિગ્રહને ધારણ કરતા જીર્ણોદ્ધાર કરતા પોતાના આત્માને ભવમાંથી ઉદ્ધાર્યો. કહેવાનો ભાવ એ છે કે જ્યાં સુધી જીર્ણોદ્ધારનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી ઘી દહીં વગેરે ન વાપરવાનો નિયમ કર્યો. ૨૮. આ કારણે ઘણાં ધર્મસ્થાનોમાં વપરાતું હોવા છતાં પણ વિદ્યાની જેમ તેનું ધન વધ્યું. અર્થાત્ જેમ વિદ્યાનો વપરાશ વધે તો વિદ્યા વધારે ચડે છે તેમ ધન વપરાવાથી ધનની આવક વધવા લાગી. ૨૯. ઘણાં દ્રવ્યના વ્યયથી જાણે સાક્ષાત્ પ્રતિબોધક કેવલીનો પ્રસાદ ન હોય તેમ તેણે ઘણાં જિનમંદિરોને બનાવરાવ્યા. ૩૦. ભવ ભ્રમણના ભીરુ તેણે ત્રણ ચાર શ્રાવકોની પાસે લેખન વગેરેની ચિંતા વિકલ્પ વિના કરી. ૩૧. જેમ કૃપણ પોતાના ધનનું રાત દિવસ રક્ષણ કરે તેમ આણે જરાક પણ નાશ થતા દેવદ્રવ્યનું વિચક્ષણ પુરુષોને સાથે લઈને રક્ષણ કર્યું. ૩ર. આરંભ કરાયેલ ગુણશ્રેણીની દલિક રચનાની જેમ આણે વિધિથી દેવદ્રવ્યની રાશિ વધારી. ૩૩. જેમ સન્મુનિ ચારિત્રનું પાલન કરે તેમ વધતા શુભધ્યાનથી શ્રેષ્ઠીપુત્રે જાવજીવ સુધી અભિગ્રહનું પાલન કર્યું. ૩૪. તેવા પ્રકારના નિર્મળ ચિત્તથી અંત સમયની આરાધના કરીને મણિના દર્પણ સમાન સંકાશનો આત્મા દેવલોકમાં ગયો. ૩૫. દેવદ્રવ્યના ભક્ષણના દોષથી ઉત્પન્ન થયેલ સંકાશના દુઃખસમૂહને સાંભળીને વિવેકી જીવે દેવદ્રવ્યના ગ્રહણમાં હંમેશા પણ મન ન કરવું જોઈએ. ૩૬. જ્ઞાનદર્શન ચારિત્રને વધારનાર, શાસનની ઉન્નતિ કરનાર જિનદ્રવ્યનું હંમેશા રક્ષણ કરતો જીવ અલ્પ સંસારી થાય છે. ૩૭. જ્ઞાન-દર્શન–ચરિત્રને વધારતા શાસનોન્નતિને કરતાદેવદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૩૮. ભવભ્રમણના ભીરુ વિવેકીભવ્યોએ બોલેલું દેવદ્રવ્ય તુરત જ વિશેષથી ભરપાઈ કરી દેવું જોઈએ. ૩૯. પોતાની કલ્યાણ લક્ષ્મીને ઈચ્છતા શ્રાવકોએ હંમેશા પોતાના ધનની જેમ દેવદ્રવ્યનું