________________
સર્ગ-૯
૨૦૧ નવમો સર્ગ લોકો જેમાં સતત સુખપૂર્વક વસી શકતા હતા, ધર્મ-અર્થ-કામથી સુંદર રાજ્યનું પાલન કરતા અને રાજ્યની ચિંતાનો ભાર જેણે અભયકુમાર ઉપર મૂક્યો છે એવા ભંભાસાર (શ્રેણિક) રાજાના કેટલાક દિવસો સુખપૂર્વક સારી રીતે પસાર થયા. ૩. જેમ પ્રવર્તક મુનિ ઉપર આદરપૂર્વક ગચ્છનો ભાર મૂકનાર અનુયોગના વ્યાખ્યાતા સૂરિનો કાળ કેવળ શ્રતમાં પસાર થાય તેમ મત્ત હાથીઓથી ખીચોખીચ, શ્રેષ્ઠ સંસ્થાનવાળા ઘોડાઓથી યુક્ત, જુદી જુદી સભાઓથી સહિત, ચિત્રશાળાઓથી ઉપશોભિત, ઉત્તમ સંગીતથી વ્યાપ્ત એવા તે રાજગૃહ નગરમાં ધનદત્ત નામનો સાર્થ શિરોમણિ થયો. ૫. હર્ષથી વાચકોને દાન આપતા તેણે ફોઈએ પાડેલા પોતાના નામને સાર્થક કર્યું. ૬. જેમ શુદ્ધ સુવર્ણની વીંટીમાં જડેલ જાત્ય રત્નનું તેજ પ્રકાશિત થાય તેમ લક્ષ્મીના નિધાન તેનું શીલ પ્રકાશિત થયું. ૭. જેમ પાકેલી શેરડીમાં મીઠાશ ઉત્પન્ન થાય તેમ સર્વ ગુણોથી પૂર્ણ તેના મધુર વચનોમાં અતિશય મધુરતા થઈ. ૮. જેમ ચક્રવર્તી લડાઈમાં ચક્રને આગળ કરે તેમ તેણે અમૃતની પુત્રી સમાન ગુણોમાં સૌ પ્રથમ ઔચિત્યને આગળ કર્યુ. અર્થાત્ તે ક્યારેય ઔચિત્યને ચૂકતો ન હતો. ૯. આણે સર્વ પણ ગુણોમાં વિકારને છોડ્યો હતો પણ એના નય નામના ગુણમાં વિકાર પાછળ પડ્યો હતો.[ગુણોને જણાવનાર વાચક શબ્દોમાં આગળ ક્યાંય વિ અક્ષર આવતો ન હતો પણ તેના નિય' ના ગુણમાં વિકાર (અક્ષર) પાછળ લાગ્યો હતો અર્થાત્ વિ+નય – વિનય એનો ગુણ હતો.] ૧૦.
આને વસમુતી નામે પત્ની હતી. જે વિજ્ઞાનકર્મમાં નિપુણ અને બીજાના મર્મ બોલવામાં જડ હતી. ૧૧. લગ્ન સમયે તેણીએ પોતાના પતિના દોષો લોકો પાસેથી સાંભળ્યા હતા છતાં પણ તે પતિને પ્રાણથી પણ પ્રિય થઈ. ૧૨. ગુરુની વાણીમાં બંધાયેલી શ્રદ્ધાવાળી, મર્યાદાથી સહિત, સર્વને સહન કરનારી અને સ્થિર આ ચાર ગુણોથી તે વસુમતી' સાર્થક નામવાળી થઈ. ૧૩. વાચકોને અમાપ (માપ વગરનું) દાન આપવા છતાં તેણીએ જરા પણ માનને ન કર્યું તો તેમાં શું આશ્ચર્ય છે? ૧૪. હંમેશા પ્રેમપૂર્વક દાંપત્યનું પાલન કરતા તે બે નો દિનલક્ષ્મી અને સૂર્યની જેમ કેટલોક કાળ પસાર થયો. ૧૫. તે બંને વૈભવવાળા હોવા છતાં પુત્ર ન થયો. ઘણું કરીને ગરીબને વધારે સંતાન થાય છે. ૧૬. તે કારણથી તે બે ત્યારે સતત દુઃખી થાય છે. અથવા તો જગતમાં કોના મનોરથો પૂરા થયા છે? ૧૭. જેમ સ્ત્રી યુવતિ હોવા છતાં પતિ વિનાની નિષ્ફળ છે તેમ પુત્ર વિના આપણા બેની સંપત્તિ નિષ્ફળ છે. ૧૮. સવારે ઉઠીને જેઓ સૂર્યના કિરણની જેમ પુત્રનું મુખ જુએ છે તે દરિદ્રોને ધન્ય છે. ૧૯. જ્યાં પુત્રો દેખાતા નથી તે શું ઘર કહેવાય? ધૂળક્રીડા કરતા બાળકો વિનાની શેરીઓ ધૂળના ઢગલા જેવી છે. ૨૦. પુત્રની પ્રાપ્તિ નહીં થવાથી સાર્થવાહી વિશેષથી દુઃખી થઈ. તેને એક પહોર મહિના જેવો થયો. તેણીએ મનમાં ચિંતવ્યું. ર૧. જેમ ગ્રહ-નક્ષત્ર-તારાઓને જન્મ આપનારી રાત્રિઓ પ્રશંસનીય બને છે તેમ પુત્રોને જન્મ આપનારી સ્ત્રીઓ પ્રશંસનીય છે. ૨૨. જે સ્ત્રીઓ કાલુઘેલું બોલનાર પુત્રના મસ્તકનો સ્પર્શ કરે છે તે જ ભાગ્ય સંભારની ભાગીનીઓ છે. ૨૩. જે સ્ત્રીઓ હર્ષથી બે પગને ચલાવતા, સુંદર વાળને ઉછાળતા, દૂધ પીવામાં લુબ્ધ મુગ્ધપુત્રોને સ્તનપાન કરાવે છે તે ધન્ય છે. ૨૪. સ્ત્રીઓ પોતાના પુત્રોને કંઈક ગરમ પાણીથી સ્નાન
૧. વસુમતી એટલે પૃથ્વી : આ ચાર વિશેષણો પૃથ્વીમાં ઘટી જાય છે. ગુરુગિરિ એટલે મોટા પર્વતોનો આધાર, સમુદ્રથી વીંટળાયેલી, સર્વના ભારને સહન કરનારી અને સ્થિર.