________________
અભયકુમાર ચરિત્ર
૨૦૪ પિતાએ દુર્લલિત ટોળકીની પાસે પુત્રને મુક્યો. રક્ષણના અર્થીને પોતાના હાથે બાંધીને દુશ્મનના હાથમાં સોંપ્યો. ૮૯. જેમ કર્મો પાપી જીવને કુયોનિમાં લઈ જાય તેમ દુલલિતની ટોળકી કૃતપુણ્યને દુરાચારના સ્થાનોમાં લઈ જવા લાગી. જેમ કે- કોકવાર વિટ–ભટ જેવા જનસમૂહથી ભરેલી, ભીડથી ખીચોખીચ અતુલદેવકુલમાં લઈ ગઈ. ક્યારેક અશ્લીલ ભાષા બોલતા વ્યંગ જુગારીઓથી ભરેલ જુગારના પીઠામાં તેને લઈ ગયા. જેમ પરમધામીઓ પાપીઓને ભઠ્ઠીમાં લઈ જાય તેમ કયારેક ઈંગાર અને હાસ્ય ભરેલી કથાઓ જ્યાં ચાલતી હતી તેવા જનસમૂહમાં લઈ ગઈ. ક્યારેક આશ્ચર્યને ઉત્પન્ન કરનાર તાલાચાર્ય પાસે લઈ ગઈ. કયારેક મલ્લિકા-જાઈ–મચકંદાદિ ફૂલોથી શ્રેષ્ઠ તથા આમ્ર અને કેળના વૃક્ષોથી ભરેલ ઉદ્યાનમાં લઈ ગઈ. કયારેક વાપી, તડાવ, નદી વગેરે જળસ્થાનોમાં લઈ ગઈ. કયારેક પરમ સ્થાન પર લઈ ગઈ. કયારેક ગામડિયાઓની સભામાં, ક્યારેક તંબોલીની પાસે, ક્યારેક માળીના ઘરે, ક્યારેક વેશ્યાના પાળામાં, ક્યારેક વિટના ટોળામાં તથા આના જેવા બીજા સ્થાનોમાં લઈ ગઈ. ૯૬. (સાતનું કુલક)
આ પ્રમાણે દુર્લલિત ટોળકીએ પોતાની વાસના કૃતપુણ્યમાં સંક્રમણ કરી. અથવા લીંબડાના સંગમાં, આંબાને કડવાશ દૂર નથી. ૯૭. તે વખતે તે નગરમાં જગતને જીતવામાં કામદેવનું અમોઘ શસ્ત્ર એવી દેવદત્તા નામની વેશ્યા વસતી હતી. ૯૮. કયારેક દુર્લલિત ટોળકી કૃતપુણ્યને વેશ્યાને ઘરે લઈ ગઈ. પાપની ટોળીમાં ભળનારનું આજ પરિણામ આવે છે. ૯૯. જેમ તાવથી મુક્ત થયેલો પથ્યને જોઈને હર્ષ પામે તેમ યુવાનવય, શ્રેષ્ઠ અલંકાર અને નેપથ્યને ધારણ કરનાર કૃતપુણ્યને જોઈને વેશ્યા હર્ષ પામી. ૧૦૦. કહ્યું છે કે– મહોત્સવોથી પરિવાર, સાહસથી ક્ષત્રિય, વ્યસનથી દુર્મત્રી, દક્ષિણાથી બ્રાહ્મણ, હરણથી શિકારી, વાદળથી ખેડૂત, વિવિધ દાનીઓથી યાચક, પુત્રની વાણીથી પિતા, અનેક લાભોથી વણિક, રોગીઓથી વૈદ્ય જેમ હર્ષ પામે છે તેમ યુવાનોથી ગર્ભશ્રીમંત વેશ્યાઓ હર્ષ પામે છે. ૧૦૩. વેશ્યાએ તેને ધનવાન જાણીને અભ્યત્થાન કર્યું. બીજો સામાન્ય લોક ધનનું બહુમાન કરે છે તો વેશ્યાઓની શું વાત કરવી? ૪. વેશ્યાએ તુરત જ આસનાદિ આપીને કૃતપુણ્યનો સત્કાર કર્યો અને બીજી પણ પ્રતિપત્તિ કરી. ૫. તથા આણે વેશ્યાએ) શ્રેષ્ઠ ઉપાર્જન કરાયેલ પુણ્યની સાથે સત્કારપૂર્વક ઘણાં પ્રકારના શૃંગારમય મનોહર વચનોથી કૃતપુણ્યને વશ કર્યો પણ ઘરમાં હૃદયને વશ ન કર્યું. અર્થાત્ વેશ્યા અત્યંત હર્ષ પામી. ૭. જેમ વિચક્ષણ વ્યસની ભણેલી શાસ્ત્ર શ્રેણીને ભૂલી જાય છે તેમ વેશ્યા વડે હરણ કરાયેલું છે ચિત્ત જેનું એવો કૃતપુણ્ય અલંકાર સહિત, મોહક, હંમેશા અનુકૂળ વર્તનારી, સ્વરૂપવાન, દુષણોથી રહિત, ગુણવૃદ્ધિને પામેલી, પત્નીને પણ ભૂલી ગયો. ૯. અસંખ્ય પુરુષોની અવર જવરથી ઘસાઈ ગયેલા આંગણાવાળી વેશ્યાઓ હંમેશા નિર્લજ્જ હોય છે. ૧૦. જેમ નદીના પથ્થરો ઘસાઈ ઘસાઈને વિવિધ આકારવાળા થાય છે તેમ વેશ્યાઓ વડે વિટો રગડાયા છે અને વિટો વડે વેશ્યાઓ રગડાઈ છે. ૧૧. જેમ મોહનીય કર્મની પ્રકૃતિઓ જીવોને મોહ પમાડે છે તેમ વેશ્યાઓ વચન-નેપથ્ય-હાસ્ય-દષ્ટિ વગેરે મોહનોથી પુરુષોને મોહ પમાડે છે. ૧૨. કુલીન સ્ત્રીઓ પરપુરુષનો ત્યાગ કરનારી, લાજ કાઢનારી, લજ્જાલ, શીલવાન, કૂવાના દેડકાની જેમ ઘર છોડીને નહીં ભટકનારી હોય છે. આવી કુલીન સ્ત્રીઓ વિદુર (ચતુર) હોવા છતાં તેવા પ્રકારના પતિનું રંજન કરવા જાણતી નથી. ૧૪. જેમ માછલું સરોવરને છોડવા સમર્થ ન થાય તેમ કૃતપુણ્ય વેશ્યાના ઘરને એક ક્ષણ પણ છોડવા સમર્થ ન થયો. ૧૫. પિતાએ પુત્રના સ્નેહના કારણે હર્ષથી વેશ્યાના ઘરે રોજ ધન મોકલ્યું. અહોહો! પ્રેમનું ગાંડપણ કેવું છે! ૧૬. જાણે બીજો કલ્પવૃક્ષ ન હોય તેમ