________________
સર્ગ-૯
૨૦૭ છતાં સારો નથી. મારી ચેષ્ટા વિષ જેવી છે જ્યારે આની ચેષ્ટા અમૃત જેવી છે. ૭૫. કૃતપુણ્ય જ્યારે આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે જયશ્રીએ વેશ્યાના સંગથી ચોંટેલ મેલને મૂળથી ઉખેડતી ન હોય તેમ તેના શરીરની ઉદ્વર્તના કરી. ૭૬. એકવાર તપેલા (નવસેકા–શરીરને અનુકૂળ) પાણીથી પતિને સ્નાન કરાવીને કોમળ હાથથી પોતાના શરીરની જેમ વસ્ત્રથી લંડ્યું. ૭૭. વેશ્યા વડે કરાયેલી હકાલપટ્ટીથી થયેલા સંતાપને છેદવા વિલેપનોથી લેપ કરીને બે નવા વસ્ત્રો પહેરાવ્યા. ૦૮. તેણી વિભવ અનુરૂપ ઉત્તમ ભોજન પીરસ્યું. કેમકે સમસ્ત ભક્તિનો સાર ભોજન જ છે. ૭૯. જેમ ચંદ્રમા રોહિણીની સાથે વસે તેમ હર્ષ પામેલ સાર્થવાહ પુત્ર તે જ રાત્રીએ પત્નીની સાથે વસ્યો. ૮૦. ઋતુ સ્નાતા પત્ની તે વખતે ગર્ભવતી થઈ. તેણે પત્નીને પુછ્યું: તારી પાસે કંઈ ધન છે? ૮૧. જેથી દેશાંતર જઈને વ્યવસાય કરું. જેવો પવન હોય તેવું છાપરું કરાય. ૮૨. બીજું આ નગરમાં રહીને સહેલો ધંધો કરી શકાય તેમ નથી. (અર્થાત્ ઓછી મૂડીએ સહેલાઈથી કમાવી શકાય તેવો) જે ધંધો વિદેશમાં અજ્ઞાત હોય તેવા ધંધાને કરું. ૮૩. જયશ્રીએ સાચેસાચું જણાવ્યું કે મારી પાસે આભૂષણો તથા વેશ્યાએ આપેલ હજાર સોનામહોર છે.૮૪.
તે વખતે સાર્થ વસંતપુર તરફ પ્રયાણ કરવા તૈયાર હતો. ભાગ્યશાળીઓને અભીષ્ટ સામગ્રી આગળ જ હાજર થઈ જાય છે. ૮૫. પ્રશસ્ત દિવસે સાથે પ્રયાણ કરીને જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં કતપુણ્ય પણ તે પ્રદેશ તરફ સ્વયં ચાલ્યો. ૮૬. આજે પણ હજુ મારો પતિ ભોયપથારી ઉપર ન સુવે એમ વિચારીને જયશ્રીએ સુદીર્ધ, વિશાળ, ઉત્તમ પલંગ લાવીને આપ્યો. અહો સર્વ અવસ્થામાં તેની વિનીતતા કેવી છે! ૮૮. હવે સાર્થે પડાવ નાખેલ ભૂમિની નજીક ક્યાંક દેવકુલમાં જયશ્રીએ પલંગને પાથર્યો જાણે કે ભવિષ્યની લક્ષ્મીના સ્વાગત માટે ન હોય! ૮૯. હે જીવેશ! આ શય્યામાં શયન કરો. સવારે હું આને ઘરે લઈ જઈશ. એમ કહીને તે શરીરથી જ ઘરે ગઈ, મનથી નહીં. ૯૦. ઉત્તમ પલંગમાં તેને શાંતિથી ઊંઘ આવી ગઈ. સાધન સામગ્રી ઉત્તમ હોય તો સાધ્ય (કાર્યો પણ તેવા પ્રકારનું પ્રાપ્ત થાય છે. ૯૧.
આ બાજુ તે જ નગરમાં કોઈક શેઠાણી રહેતી હતી. સમુદ્રની જેમ તાગ ન મળે તેની પાસે ધનનો તાગ ન હતો. અર્થાત્ અગણ્ય ધનવાળી હતી. ૯૨. લક્ષ્મી ઘણી હતી છતાં તેને પુત્ર એક જ હતો. અથવા તો સર્વ વિપુલ સંપત્તિ કોને થાય? ૯૩. તેણીએ જાણે ચાર દિશાની જંગમ સંપત્તિ ન હોય તેવી ચાર કન્યાઓની સાથે પુત્રને પરણાવ્યો. ૯૪. તેવા પ્રકારની સંપત્તિ હોવા છતાં તે ક્યારેક સાગરની મુસાફરીએ ગયો. મનુષ્યની વિડંબના કરનાર તૃષ્ણાને ધિક્કાર થાઓ. ૯૫. શ્રેષ્ઠી પુત્ર ઘણું ધન કમાવીને પાછો આવતો હતો ત્યારે આકાશમાં ભારંડપક્ષીનું ઇડું ફૂટે તેમ તેનું વહાણ સમુદ્રમાં ભાંગ્યું. ૯૬. જેમ પરિગ્રહી અને મહારંભી નરકમાં જાય તેમ વહાણમાં રહેલો મોટા ભાગનો લોક સમુદ્રમાં ડૂબી ગયો. ૯૭. જેમ કોઈક ધાન્યનો દાણો ઘટીમાં પીસાયા વિનાનો નીકળે તેમ વહાણનો એક કારીગર સમુદ્રમાંથી જીવતો નીકળ્યો. ૯૮. તેણે એકાંતમાં શેઠાણીને પુત્રની હકીકત જણાવી. કલ્યાણકારી વાર્તા ખાનગીમાં કહેવાય. ૯૯. તેને સો દીનાર આપીને શેઠાણીએ કહ્યુંઃ તું આ વાત ક્યાંય કરીશ નહીં. હે ભદ્ર ! તું ગંભીર રહેજે આ વાત કોઈને ન કરતો. ૨૦૦. દુઃખથી બળેલી શેઠાણીએ વિચાર્યું પુત્ર તો મરણ પામ્યો છે. હવે જો લક્ષ્મી રાજ ભેગી થશે તો નક્કી ક્ષત ઉપર ક્ષાર પડશે. ૨૦૧. કુલટાની જેમ પોતાના ઘરમાંથી ચાલી જતી લક્ષ્મીને હું ક્યા ઉપાયથી સર્વ રીતે પાછી વાળું? ૨૦૨. હા હા મને ઉપાય મળ્યો જેમ સેનાપતિને હાથી–અશ્વ-રથ અને પદાતિ એમ ચારેય સેના વશ હોય તેમ મારી ચારેય પણ પુત્રવધુઓ કહ્યાગરી છે. ૩. જેમ પૂર્વે યોજનગંધા સ્ત્રી વ્યાસઋષિને તેડી લાવી હતી તેમ હું કોઈક પુરુષને સંતતિની વૃદ્ધિ માટે