________________
સર્ગ-૯
૨૩૩
કલાનો ભંડાર છે. બુધ જનને અત્યંત આનંદ આપનાર છે, સદાચારી અને પરમ શીતલ છે. ૨૮. હે વિચક્ષણ વિવેકિન્ ! કલંકની જેમ પરદ્રવ્યના હરણથી પોતાને કલંકિત ન કર. ૨૯. પ્રપંચ રચવામાં ચતુર ચંદ્રે દુષ્ટ ચિત્તથી આગ્રહપૂર્વક કહ્યું : જો હું કયાંય પણ મિત્રનું આભૂષણ છૂપાવતો હોઉ, તો કઠોર દિવ્યથી તને ખાતરી કરાવું. હે મિત્ર ! વસ્તુ નાશ પામ્યા પછી બીજો કોઈ ઉપાય નથી. ૩૧. જો મારી પાસે ઘણી લક્ષ્મી હોય તો હું બીજું નવું આભૂષણ કરાવીને પણ તને આપી દઉ. ૩૨. ભદ્રે કહ્યું ઃ તું આ વાણીનો વિલાસ કરવો છોડી દે. હે નિઃસત્ત્વ વિચારહીન ! આભૂષણ લઈને દિવ્ય કરવાની શાહુકારી કરે છે ? હે મિત્ર તું બે પગથી પડેલો છે છતાં તારી ટંગડી ઊંચી છે. ૩૪. પરંતુ આભૂષણના કારણથી હું તારી સાથે મૈત્રી નહિ તોડું એમ કહીને ભદ્ર પણ મૌન ધરીને રહ્યો. ઘણાં ઘણાં બૂમ બરાડા પાડવાથી અહીં કશું વળવાનું નથી. ૩૬. ત્યારથી માંડીને આણે જેમ દુર્જન સજ્જના ધનને હરવાનો ઉપાય વિચારે તેમ ચંદ્રની લક્ષ્મી હરવા માટે ઉપાય વિચાર્યો. ૩૭. આવા પ્રકારના પરિણામવાળો ભદ્ર વિધિના વશથી મરણ પામ્યો. સંસારમાં કોણ સ્થિર રહ્યું છે ? ૩૮. પછી ઠગવાના ચિત્તવાળો તે રત્નાના ભવમાં ઉત્પન્ન થયો. કર્મરૂપી સુથાર યથારુચિ જીવને સ્ત્રી પુરુષના ભવને પમાડે છે. ૩૯. ચંદ્રના દ્રવ્યનું હરણ કરીશ એવા પ્રકારના અભિપ્રાયથી ઉત્પન્ન થયેલ કર્મથી આ ધન વગરની થઈ અથવા કર્મની ગતિ વિષમ છે. ૪૦. પાછળથી ચંદ્રને થોડોક પશ્ચાતાપ થયો કે મેં મિત્રને ઠગ્યો તે સારું ન કર્યું. ૪૧. બીજાને પણ ઠગવું કલ્યાણ માટે થતું નથી તો શું નિત્ય ઉપકાર કરનાર મિત્રને ઠગવું કલ્યાણકારી થાય ? ૪૨. આ પશ્ચાતાપથી કંઈક ક્ષીણકર્મ થયેલ તે મર્યો. કોઈને આજે કે કોઈને કાલે મૃત્યુની વાટે જવાનું છે. ૪૩. આ રત્નાનો પુત્ર થયો. ધિક્
ભવિતવ્યતા નામની નટી વડે જીવ કેવી રીતે નચાવાય છે ? ૪૪. બંનેને પણ દરિદ્રતા પ્રાપ્ત થઈ. દ્રવ્ય (ધન) આત્મા અને ચિત્તનો વિશ્લેષણ (ભેદ) ફરી થયો એમ હું માનું છું. ૪૫. હમણાં તું કૃતપુણ્ય નામનો વૈભવી થયો. રત્ના ગણિકા થઈ. ખરેખર પોતપોતાનું જ કર્મ ફળે છે. ૪૬ જે તેં પૂર્વભવમા તેનું આભૂષણ હરણ કર્યુ હતું તેણે આ ભવમાં તારું બધું હરણ કર્યુ. જે કર્મ બાંધ્યું હોય તે જઘન્યથી દશ ગણું ફળ આપે છે. ૪૭. ગુસ્સે થયેલ ક્ષત્રિયની જેમ સ્વયં બાંધેલું દુઃકૃત લાંબા સમય પછી પણ જીવોને અવશ્ય ફળ આપે છે. ૪૮. આ કારણથી ભવ્યોએ થોડું પણ દ્રવ્ય કયારેય ન લેવું જોઈએ. વિશેષથી તમારા જેવા ભવભીરુએ. ૪૯. લોકનું ધન લેવામાં પણ જો આ ગતિ થતી હોય તો અહો ! દેવદ્રવ્યના ભક્ષકને કેવો વિપાક મળે ? ૫૦. કહ્યું છે કે– સ્વસ્થ અને પ્રજ્ઞાહિન શ્રાવક જો દેવદ્રવ્યનું ભક્ષણ કરે કે ઉપેક્ષા કરે તો પાપકર્મથી લેપાય છે. ૫૧. જે જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે અથવા બોલી બોલેલ ધનને આપતો નથી નાશ થતા દ્રવ્યની ઉપેક્ષા કરે છે તે ભવ સમુદ્રમાં વારંવાર ભમે છે. પર. મૂઢ જિનેશ્વરના સાધારણ દ્રવ્યનો જે ઉડાહ કરે છે તે ધર્મને જાણતો નથી. અથવા તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે ૫૩. શક્તિ હોવા છતાં, જે મુનિ ચૈત્યના સાધારણ દ્રવ્યનો વિનાશ થતો જોઈને ઉપેક્ષા કરે છે તે મુનિ પણ સંસારમાં ઘણો ભમે છે. ૫૪. ચૈત્યનું સાધારણ દ્રવ્ય લઈને જે કબૂલતો નથી, ધન હોવા છતાં આપતો નથી તેને મિથ્યાદષ્ટિ જાણવો. ૫૫. જેઓ દેવદ્રવ્યના કરજદાર છે તેઓની પાસે તેના સંબંધિઓ ઘરમાં લોભથી મફતમાં કામ કરાવે તો તે સંબંધિઓને દેવ દ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. ૫૬. તો આ દોષ ખરમ્ભષ્ણિકા સ્વરૂપનો છે. (અર્થાત્ દોષ નાનો હોવા છતાં કઠોર છે.) અથવા તો જીવોનું તેવું પુણ્ય સંસારની વૃદ્ધિ માટે થાય છે. તો પછી પોતાના ભોગમાં દેવદ્રવ્ય વાપરે તો તેની શું વાત કરવી ? ૫૭. કયાંય પોતાના અંગ (જવાબદારી) ઉપર દેવદ્રવ્ય વ્યાજે ન