________________
સર્ગ-૯
૨૩૧ મહાત્માઓની પ્રથમ હરોડને પામી. ૬૯. કહ્યું છે કે– બીજાના ગુણોને જાણનાર થોડા છે. સત્કાવ્યને રચનારા થોડા છે. સાધારણ સંપત્તિવાળા થોડા છે. (અર્થાત્ પોતાની સંપત્તિનો બધા ઉપયોગ કરી શકે તેવા) દુઃખી ઉપર દુઃખ પામનારા (અર્થાત્ દુઃખીનું દુઃખ જોઈ દુઃખી થનારા) થોડા છે. ૭૦. પાડાસણોએ કહ્યું હે સખી ! તું ઝેર સમાન ખેદને ન કર. અમે તારા પુત્રના સર્વ મનોરથ પૂરશું. ૭૧ કોઈકે મીઠો ગોળ આપ્યો. કોઈકે મીઠું દૂધ આપ્યું. કોઈકે ચોખા અને કોઈકે ખાંડ તુરત આપી. ૭૨. થાળી, બળતણ વગેરે સામગ્રીથી પરમાનના બાનાથી પોતાના પુત્રનું પુણ્યનું સાધન ખીર તૈયાર કરી. ૭૩. માએ આસન ઉપર બેઠેલા પુત્રની આખી થાળીમાં તુરતજ ગોળથી બનાવેલી ખીર પીરસી. ૭૪. ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પાંચ સમિતિથી સમિત, સુસમાધિથી સંયત, દાંત, શાંત, મલિન શરીર અને વસ્ત્રવાળા, વશેન્દ્રિય, માસખમણના તપસ્વી સાધુ તે ક્ષણે તેના ઘરે પધાર્યા જાણે સાક્ષાત્ વત્સપાલક બાળકનો શુભપુણ્યોદય ન હોય! ૭૬. આ મુનિને જોઈને આનંદ પામ્યો. અહો! જન્મથી દરિદ્ર એવા મને વહોરાવવાના ભાવ થયા અને ક્ષીર પણ પ્રાપ્ત થઈ. ૭૭. તથા ઉત્તમ પાત્રની પણ પ્રાપ્તિ થઈ. અહો ! હું ઘણો ધન્ય છું. ત્રણ સંગમવાળું તીર્થ ક્યારેક જ પ્રાપ્ત થાય છે. ૭૮. ઊઠીને પરમ ભક્તિથી મુનિને નમીને કહ્યું : હે પ્રભુ! કૃપા કરીને શુદ્ધ પાયસને ગ્રહણ કરો. ૭૯. દ્રવ્યાદિ (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ)નો ઉપયોગ મૂકીને તેના અનુગ્રહણની ઈચ્છાથી અનાસક્ત પાત્રભૂત મુનિએ સ્વયં પાત્ર ધર્યું. ૮૦. થાળીમાંની ત્રીજા ભાગની ખીર વહોરાવી અથવા પ્રાણીઓની દાન પ્રવૃત્તિ વિચિત્ર હોય છે. ૮૧. આ થોડીક ખીર મહાત્માની ભુખ નહીં ભાંગે તેથી અધિક આપું એમ વિચારીને તેણે ફરી પણ તેટલી વહોરાવી સુદપક્ષ ચંદ્રને દિવસે દિવસે એકેક કલા વધારે આપે છે પણ એકી સાથે નથી આપતો. ૮૩. આટલી પણ સાધુને પૂરી નહીં થાય કેમ કે ત્રણ આઢકથી દ્રોણ ભરાતો નથી. ૮૪. માધુકરી વૃત્તિને કરતા સાધુને વાલ વગેરે પ્રાપ્ત થશે. રાગ દ્વેષથી રહિત આ સાધુ વાલ વગેરે પણ વહોરશે. પછી તે કદનની સાથે મિશ્રિત થયેલ આ પરમાન પણ જેમ કર્કશવાણીની સાથે શૃંગારરસ નાશ પામે તેમ પરમાન નહીં રહે. ૮૬. તેથી છેલ્લો ભાગ મહાત્માને આપે નિર્ધન શિરોમણિ મને ફરી વહોરાવવાનો પ્રસંગ ક્યારે મળશે? ૮૭. અને બીજું આવું પાત્ર મને
જ્યારે ત્યારે નહીં મળે અર્થાત્ જવલ્લે જ મળે મોતીને વરસાવનારા વાદળો ક્યારેક જ દેખાય. ૮૮. એમ વિચારીને બાકીની ખીર વહોરાવવાના બાનાથી તેણે નક્કીથી શુભકર્મની શ્રેણીરૂપી થાપણ મુનિ પાસે મૂકી. ૮૯. આટલી બસ-આટલી બસ એમ કરતા સાધુએ ખીરને ગ્રહણ કરી કેમકે ઉત્તમ મુનિઓ લોભ રાજાની આજ્ઞાને વશ થતા નથી. ૯૦.
ભિક્ષા લઈને મુનિએ તેને ઘણા ગુણવાળો ધર્મ આપ્યો. સૂર્ય હજારગણું આપવા માટે પાણીને ગ્રહણ કરે છે. ૯૧. દાન આપતા પુત્રને માતાએ કહ્યું : હે વત્સ! ઉદાર ચિત્તથી તું સાધુને વહોરાવ. ૯૨. હું તને બીજી આપીશ. તું માઠું ચિંતવીશ નહિ. બીજું ભોજન સુલભ છે પાત્રનો સંગમ દુર્લભ છે. ૯૩. છ પાડોશણોએ આવી પ્રશંસા કરી. તું ધન્ય છે, કૃતપુણ્ય છે. તું ઘણાં સુલક્ષણવાળો છે. ૯૪. જેને ઘરે શુદ્ધ શીલથી અલંકૃત, ઉપશાંત સાધુ સ્વયં પધાર્યા છે. ૯૫. આમને પાત્ર પૂર (જેટલું જરૂર હોય તેટલું) આપીને મનુષ્યભવને સફળ કર વિરલ પુરુષો જ પ્રથમ ધર્મ પુરુષાર્થને સાધે છે. ૯૬. જો તને ઘટશે તો અમે ફરી આપીશું. તને આપેલું પણ શુભ સ્થાનમાં જશે. જે સર્વ ઉપકારી બનશે. ૯૭. આ પ્રમાણે સન્મનિને દાન આપીને અને દાનની પ્રશંસા કરીને સર્વેએ પણ સુમનુષ્યનું આયુષ્ય બાંધ્યું. તથા બધાએ