________________
સર્ગ-૯
૨૨૯ આયુષ્યવાળા છે. ૧૧. ઊર્ધ્વલોકમાં સૌધર્મ વગેરે બાર દેવલોક, નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. ૧૨. તેમાં પ્રથમ આઇ દેવલોકમાં એકેક ઈન્દ્ર છે. બાકીના બે બે દેવલોકમાં એકેક ઈન્દ્ર છે આ પ્રમાણે કલ્પોપન દેવલોકની સ્થિતિ છે. ૧૩. રૈવેયકાદિમાં ઉત્પન્ન થયેલા દેવો અહમિન્દ્ર છે. તેઓ મુનિ જેવા વીતરાગ હોય છે અને દેવલોકમાં નિરાકુલ રહે છે. ૧૪. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ, બીજામાં અઠ્યાવીશ લાખ, ત્રીજામાં બાર લાખ, ચોથામાં આઠ લાખ અને પાંચમામાં ચાર લાખ વિમાનો છે. તેના પછી ઉપર ત્રણ દેવલોકમાં છઠ્ઠામાં પચાસ હજાર, સાતમામાં ચાલીશ હજાર, અને આઠમામાં છ હજાર વિમાનો છે. નવમાં અને દશમાં દેવલોકમાં ચારસો વિમાનો છે. ૧૬. આરણ અને અશ્રુતમાં ત્રણશો વિમાનો છે. પ્રથમના ત્રણ રૈવેયકમાં એકશો અગિયાર, મધ્યમના ત્રણ ગ્રેવેયકમાં એકસો સાત અને ઉપરના ત્રણમાં સો વિમાનો છે. અનુત્તરમાં પાંચ વિમાન છે. ૧૮. પ્રથમ દેવલોકમાં બે, બીજામાં સાધિક બે, ત્રીજામાં સાત, ચોથામાં સાધિક સાત, પાંચમામાં દસ, છઠ્ઠામાં ચૌદ અને સાતમામાં સત્તર સાગરોપમની સ્થિતિ છે. ૨૦. હવે પછી ઉપર ઉપરના દેવલોકમાં એક સાગરોપમની સ્થિતિ વધારતા છેલ્લે અનુત્તરમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ૨૧. સવાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન દૂર સિદ્ધશિલા છે. સિદ્ધો નિત્ય સુખી અને અક્ષયસ્થિતિવાળા હોય છે. રર. આ લોક કોઈ વડે બનાવાયો નથી અથવા કોઈવડે ધારણ કરાયો નથી પરંતુ લોક સ્વયં સિદ્ધ છે અને ફક્ત આકાશમાં રહે છે. ૨૩.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાયથી અને કાળથી એમ છ દ્રવ્યોથી આ લોક ભરેલો છે. અલોકમાં એકલો આકાશ છે. ૨૪. હે લોકો! આ પ્રમાણે લોક સ્વરૂપની સારી રીતે ભાવના ભાવો જેથી કરીને સુખપૂર્વક મન એકાગ્ર થાય. ૨૫. કર્મપુદ્ગલના ક્ષય સ્વરૂપ નિર્જરા છે. તે સકામ અને અકામના ભેદથી બે પ્રકારે છે. ૨૬. રોગ, ઠંડી વગેરે દુઃખોને અનુભવતા અજ્ઞાની જીવોને અકામ નિર્જરા થાય છે. ૨૭. જ્યારે જ્ઞાન-દર્શનથી યુક્ત જીવોને સ્વયં ઉત્પન્ન થયેલી અને કરણથી ઉત્પન્ન થયેલી વેદનાને સ્વેચ્છાથી સહન કરતા સકામ નિર્જરા થાય છે. ૨૮. નિર્જરાના હેતુવાળા તપથી સકામ નિર્જરા થાય છે અથવા કાર્યમાં કારણના ઉપચારથી તો નિર્જરા બાર પ્રકારની છે. ૨૯. એકેન્દ્રિયાદિ તિર્યંચગતિમાં ઘણું ભમતા જીવોને જિનધર્મની પ્રાપ્તિ સ્વરૂપ બોધિનું દુર્લભપણું છે. ૩૦. અકર્મભૂમિ અને અનાર્યદેશમાં ઉત્પન્ન થનાર મનુષ્યને બોધિનું દુર્લભપણું છે. આર્યદેશમાં પણ ચાંડાલ વગેરે કુળોમાં બોધિ દુર્લભ છે. ૩૧. સુજાતિ અને સુકુળની પ્રાપ્તિ થઈ હોવા છતાં અવજ્ઞાઆળસ અને મોહાદિથી ધર્મને નહીં સાંભળતા જીવોને બોધિ સુદુર્લભ છે. ૩૨. રાજાનો પ્રસાદ પણ, સુંદર ભોગ લક્ષ્મી પણ મોટું પણ સામ્રાજ્ય અને સ્વરાજ્યની પણ પ્રાપ્તિ થઈ જાય. ૩૩. કયારેક અણિમાદિ મહાસિદ્ધિ પણ પ્રાપ્ત થાય પણ ભવચ્છેદી જિનધર્મ સહેલાઈથી પ્રાપ્ત થતો નથી. ૩૪. આ પ્રમાણે હમણાં બોધિની દુર્લભતા કહેવાઈ. હવે ધર્મોપદેશકની કહેવાતી આ દુર્લભતાને સાંભળો. ૩૫. તીર્થકર, કેવલી, ગણધર, શ્રુતકેવલી, અથવા દશપૂર્વધર પણ ધર્મદેશક દુર્લભ છે. ૩૬. સંપૂર્ણ આચાર પાલક આચાર્ય, ચૌદપૂર્વધર ઉપાધ્યાય અથવા તેવા પ્રકારનો બીજો કોઈ સાધુ મળવો ખરેખર દુર્લભ છે. ૩૭. ચાર્વાક–બૌદ્ધ સાંખ્ય વગેરે ઉન્માર્ગના પ્રવર્તકોથી ઠગાયેલા જીવો જિનધર્મના પ્રરૂપકને સ્વીકારતા નથી. ૩૮. ધર્મને શોધવા નીકળેલ છતાં ઉસૂત્ર ભાષકોથી ઠગાયેલા જીવો શુદ્ધ ધર્મના ઉપદેશકને કયારેય જાણતા નથી. ૩૯. શુદ્ધ ઉપદેશક વિના મુક્તિના ઉપાયને નહીં જાણતાં અરઘટ્ટઘટી જેવા જીવો ભવભૂપમાં