________________
સર્ગ-૯
૨૨૫
રાણીઓએ ચોરને જલદીથી બોલાવીને પૂછ્યું : તને વધારે લાભ કોનાથી થયો ? અમારાથી કે આનાથી ? ૯૭. લાંબો સમય ચિત્તમાં વિચારીને ચોરે કહ્યું : હે માતાઓ ! તમારા બધામાંથી આ રાણીએ મને વિશેષ ઉપકાર કર્યો છે. ૯૮ કહ્યું છે કે— મરતાને મેરુપર્વત આપો કે રાજ્ય આપો તો તે તેના માટે અનિષ્ટ જ છે કારણ કે જીવ મેરુને કે રાજ્યને છોડીને જીવવા ઈચ્છે છે. ૯૯. મરણના ભયથી કંપિત થયેલ મને ત્રણેય દિવસ સ્વાદિષ્ટ પણ ભોજન વિષભોજન જેવું લાગ્યું. ૭૦૦. અત્યંત શ્રેષ્ઠ, રૂપ, ગંધ અને સ્પર્શ પણ મને આટલા દિવસ સુખ આપનારા ન થયા. ૭૦૧. આની કૃપાથી જ હું સંકટ સમુદ્ર તરી ગયો. હે માતાઓ ખરેખર આજે જ મારો જન્મ થયો છે એમ માનું છું. ૭૦૨. હું આજે જ જીવલોકને જીવતો માનું છું કારણ કે પોતાના મરણમાં આખું જગત ડૂબે છે તે નિશ્ચિત છે. જીવિતના લાભથી મેં એકચ્છત્ર પૃથ્વીનું રાજ્ય તથા સકલ સ્વરાજ્ય મેળવ્યું છે એમ હું માનું છું. ૪. આથી જ જિનેશ્વર ભગવાન કહે છે કે—
દાનધર્મ
બુદ્ધિમાન સર્વજનને ઈષ્ટ, સર્વને કલ્યાણકર, અભયદાન માટે રાત–દિવસ પ્રયત્ન કરવો જોઈએ. ૫. અભયદાનથી લોકને દીર્ઘ-આયુષ્યતા, જનપ્રિયત્વ, કાંતતા, સશકતતા, સુનીરોગિતા, પરિપૂર્ણ ઈન્દ્રિયત્વ અને રૂપત્વની પ્રાપ્તિ થાય છે. ૬. દાયક અને ગ્રાહકના દેય–કાલ અને ભાવની વિશુદ્ધિથી ધર્મોપગ્રહ દાન પાંચ પ્રકારનો કહ્યો છે. ૭. તેમાં પ્રથમ દાયક અપશ્ચાત્તાપી, મદથી રહિત, જ્ઞાની, નિરાશંસ, શ્રદ્ધાલુ, અને વિનયી હોવો જોઈએ. ૮. તેમાં જે ગ્રાહક છે તે પાપ વ્યાપારથી મુકાયેલ પુર—ગ્રામ વસતિ આદિના મમત્વને છોડનાર હોવો જોઈએ તથા રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવથી રહિત, ગુપ્તિઓથી ગુપ્ત, સમિત તથા મવિનાનો, જ્ઞાન દર્શન ચારિત્રને ધરનાર અને માધ્યસ્થ્યમાં નિપુણ, અબ્રહ્મથી વિરત, ધીર, તપોનુષ્ઠાનમાં તત્પર સત્તર પ્રકારના સંયમને અખંડપણે પાલનારો હોવો જોઈએ. ૧૧. આહાર, પાત્રા, વસ્ત્ર વગેરે આપવાની વસ્તુઓ પ્રાસુક અને એષણીય તથા સતત ન્યાયપૂર્વકના દ્રવ્યથી ઉપાર્જન કરાયેલ હોય તે દેયશુદ્ધ કહેવાય. ૧૨. અવસરે જે અપાય તે દાન કાલશુદ્ધ બને છે. અકાળે અપાતા દાનનો કોઈ ગ્રાહક ન થાય. ૧૩. અહો ! સમસ્ત ગુણોથી સંપુર્ણ પાત્ર ઉપસ્થિત થયું છે, મારું ચિત્ત દાન આપવાની ઈચ્છાવાળું છે, ન્યાયથી ઉપાર્જન કરેલું ધન છે. હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. મારું જીવિત સુલબ્ધ થયું. મારું ધન જે આવા પાત્રને ઉપયોગમાં આવશે. આ ભાવનાથી પાત્રમાં જે દાન અપાય તે ભાવશુદ્ધ જાણવું. કારણ કે તે કર્મશુદ્ધિનું કારણ બને છે. ૧૬. કાયા વિના ધર્મ થતો નથી. ભોજન વિના કાયા ટકતી નથી. તેથી વિચક્ષણ પુરુષ ધર્મોપગ્રહદાન આપે. અહો ! જે પુણ્યાત્મા હંમેશા ધર્મોપગ્રહદાનમાં પ્રવૃત્તિ કરે છે તે તીર્થની વૃદ્ધિ કરે છે. હે જીવો ! તમે વિચારો કે આ હેતુથી ધર્મોપગ્રહદાતા શું ઉપાર્જન નથી કરતો ? ૧૯. અંધ, પંગુ, જરાથી જીર્ણ, દીન, વ્યાધિથી પીડિત, કારાગૃહમાં નંખાયેલ અને અતિશય નિર્ધન અનુકંપ્ય કહેવાય છે. ૨૦. પાત્ર–અપાત્રની વિચારણા કર્યા વિના અનુકંપા કરીને આવાઓને જે દાન અપાય છે તે દયાદાન કહેવાય. ૨૧. શુભ ભાવનું કારણ બનતું હોવાથી આ દાન પણ સુંદર છે. આ સમસ્ત પણ ધર્મમાં મન જ પ્રમાણ છે. અર્થાત્ મન શુભ હોય તો બધું શુભ છે. મન અશુભ હોય તો બધું અશુભ હોય છે. ૨૨.
શીલધર્મ
સાવધ યોગની વિરતિથી શીલ ધર્મની આરાધના થાય છે. તે વિરતિ બે પ્રકારે છે. ૧. દેશવિરતિ ૨.