________________
અભયકુમાર ચરિત્ર
૨૨૪ હશે? કારણ કે માતા પોતાના પુત્રને રાજા સમાન માને છે. ૭૦. તેથી આજનો દિવસ રાજા પાસેથી છોડાવીને આનું પુત્રની જેમ ગૌરવ કરું. ૭૧. સ્વભાવથી ધીમી ચાલનારી હોવા છતાં આ રાણી ઝડપથી રાજા પાસે ગઈ અને ચોરને છોડાવી લાવી. કેમ કે અહીં વિલંબનો અવસર નથી. ૭૨. પોતાની દાસીઓ પાસે સ્નાન કરાવી, ઉત્તમ ભોજન આપીને, સુગંધિ વિલેપનોથી સર્વાગે વિલેપન કરાવ્યું. સારી માળા અને વસ્ત્રો પહેરાવ્યા તથા રાણીએ સતત તાંબૂલથી સત્કાર કરાવ્યો. ૭૪. રાત્રિએ શ્રેષ્ઠ વેશ્યાની સાથે સંવાસ કરાવ્યો. જે સુખો પૂર્વે ભોગવ્યા ન હતા તે પણ તેને આપવામાં આવ્યા. ૭૫. બીજા દિવસે બીજી રાણીએ તેને પૂર્વની જેમ જ પ્રાર્થના કરી કારણ કે દિવસના ક્રમથી વારા પ્રાપ્ત કરાય છે. ૭૬. બીજી રાણીએ ચોરનો વિશેષથી સત્કાર કર્યો. ઘણું કરીને લોક સ્પર્ધાથી વધારે ઉત્સાહિત થાય છે. ૭૭. ત્રીજા દિવસે ત્રીજી રાણીએ સેવા કરવાનો વારો લીધો. ધર્મમાં કે કાર્યમાં દેખાદેખીથી અધિક અધિક ઉદ્યમ કરાય છે. ૭૮. તેણીએ પૂર્વની બંને રાણીઓ કરતા અધિક સત્કાર કર્યો. શું સુદપક્ષનો ચંદ્ર ઉત્તરોત્તર અધિક અધિક પ્રકાશિત નથી થતો? ૭૯.
ચોથી દેવીએ રાજા પાસે કોઈ માગણી ન કરી. મહાપુરુષો જેવા તેવા દાનમાં મોટું ન નાખે. ૮૦. રાજાએ જાતે આવીને આદરપૂર્વક પૂછ્યું : હે દેવી! બીજી રાણીઓની જેમ તું કેમ કંઈ માગતી નથી? ૮૧. રાણીએ કહ્યું માગવા છતાં ન મળે તો પોતાની લઘુતા કરવા કોણ માગણી કરે? ૮૨. રાજાએ કહ્યું છે તવંગી! તું આવું કેમ બોલે છે? રાજ્ય, રાષ્ટ્ર, અમે અને બીજું જે કંઈ સુંદર છે તે સર્વ તારું જ છે. ૮૩. તેથી પોતાની મન–વાંછિત મોટી પણ વસ્તુને માગ, હે પ્રિયા ! ઘણું કરીને કલ્યાણકારી પ્રાર્થના કોના વડે નથી કરાતી? ૮૪. રાણીએ કહ્યું કે સ્વામિનું! જેનું પાલન થઈ શકે તેવું વચન બોલવું જેથી પૂર્વે આગ્રહપૂર્વક બોલાયેલું વચન પાછળથી કલ્યાણ કરનારું થાય. અર્થાત્ એલફેલ ન બોલવું. જે બોલીએ તેનું અવશ્ય પાલન કરવું જેથી વિશ્વાસ જળવાઈ રહે. ૮૫. રાજાએ કહ્યું : એક સામાન્ય પુરુષની આગળ કરેલી પ્રતિજ્ઞા પણ ફોક કરાતી નથી તો તારી પાસે કરેલી પ્રતિજ્ઞાની શું વાત કરવી? ૮૬. હે સ્વામિનું! જો એમ છે તો આ ચોરને જલદીથી અભયદાન આપો. હું બાહ્ય આડંબરમાં માનતી નથી એમ તેણીએ રાજાને જણાવ્યું. ૮૭. રાજાએ ક્ષણથી પણ ચોરને વધમાંથી છૂટો કર્યો. પુરુષોએ બોલેલું પ્રલયકાળમાં પણ ફોક થતું નથી. ૮૮. અથવા વારી હાથીના સમૂહને બાંધે છે, વાગરા મૃગના સમૂહને બાંધે છે; જાળ માછલાઓને ફસાવે છે અને વાણી સજ્જનોને પણ બાંધે છે. ૮૯. બાકીની રાણીઓએ આ રાણીની પ્રાર્થનાને હસી કાઢી. અહો! આણે આપી આપીને શું આપ્યું? એક દ્રમ, એક રૂપિયો કે એક વિશાપક પણ ન આપ્યો. (વિશોપક એટલે વીસ રૂપિયાનો સિક્કો) ૯૦. આણે ઈચ્છા મુજબ ગળું વગાડ્યું એટલે ક્ષણથી મુખમાંથી વચન બોલાયું. (અવાજ ઉત્પન્ન થયો) તેમાં પોતાનું કંઈ લેવું–દેવું નથી ૯૧. અહો! આ પણ રાણી દાતાઓમાં પોતાને ગણાવે છે ! જેમ ઊંદર આમળાને લઈને ભારવહન કરનારાઓમાં પોતાને માને છે તેમ ધર્મના મર્મને જાણનારી ચોથી રાણીએ બીજી રાણીઓને કહ્યુંઃ વિચાર્યા વિના તમે મારા ઉપર કેમ સતત હસો છો? ૯૩. તમે ત્રણ છો હું એક છું તેથી તમારી સામે કેવી રીતે ઉભી શકું? કારણ કે ઘણાં અન્યાયીઓ ભેગા થઈને એક ન્યાયીનો પરાભવ કરે છે. ૯૪. હે ભગિનીઓ ! તમારે ચોરને પૂછવું એ જ પોતાનો અભિપ્રાય જણાવશે બીજી માથાકૂટ કરવાથી શું? ૯૫. સર્વ પણ લોક પોતાના કાર્યની પ્રશંસા કરે છે. પરંતુ આ વાત બીજો કોઈ તટસ્થ કહેતો હોય તો માન્ય બને. ૯૬. બાકીની