________________
સર્ગ-૯
૨૨૩
પ્રકારના છે. ૪૩. પર્યાપ્તિઓ છ છે. ૧. આહાર ૨. શરીર ૩. ઈન્દ્રિય ૪. ઉચ્છ્વાસ ૫. ભાષા અને ૬. મન. એકેન્દ્રિયને ચાર, સંજ્ઞીને છ અને બાકીના જીવોને પાંચ પર્યાપ્તિઓ છે. ૪૪. જે જીવો પોતાની પર્યાપ્તિઓ પૂરી કરે છે તે પર્યાપ્ત કહેવાય છે. જે અપર્યાપ્ત જીવો છે તે પોતાની પર્યાપ્તિઓ પૂરી કરતા નથી. ૪૫.
નારક–તિર્યંચ-મનુષ્ય અને દેવના ભેદથી જીવો ચાર પ્રકારે છે. રત્નપ્રભા વગેરેમાં ઉત્પન્ન થયેલા નારકો સાત પ્રકારના છે. ૪૬. જલચર, ખેચર અને સ્થળચરના ભેદથી તિર્યંચો ત્રણ પ્રકારના છે. મનુષ્યોમાં કેટલાક ગર્ભજ છે, બાકીના સંમૂર્ણિમ છે. ૪૭. સંમૂર્ણિમ મનુષ્યો વમન–માત્ર-સ્થંડિલ-શુક્રશ્લેષ્માદિમાં નક્કીથી ઉત્પન્ન થાય છે. પરંતુ અંતર્મુહૂર્ત સુધીના આયુષ્યવાળા હોય છે. ૪૮. વ્યંતર, અસુર, જ્યોતિષ અને વૈમાનિક એમ દેવો ચાર પ્રકારના છે. દેવો સ્ત્રી અને પુરુષ એમ બે પ્રકારે છે. ગર્ભજ જીવો સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારે છે. ૪૯. બાકીના બધા જીવો નપુંસક છે. આ પ્રમાણે છ જીવનિકાયને જે અભયદાન આપે છે તે બુધ છે. ૫૦. તેના વડે નક્કીથી રાજ્ય, સામ્રાજ્ય અને સુરનાથતા અપાઈ છે. અથવા તો વિશ્વમાં રહેલા સર્વ પણ સુખો અપાયા છે. ૫૧. ઈન્દ્રથી માંડીને મળમાં રહેલા કૃમિ સુધીના સર્વ જીવો જીવવાને ઈચ્છે છે. પર. જેમ લોખંડ વગેરે ધાતુઓમાં સુવર્ણ ઉત્તમ છે તેમ યશ—ધર્મનું કારણ અભયદાન સર્વ દાનોમાં ઉત્તમ છે. ૫૩. આ વિષયોમાં જે ઉદાહરણ કહેવાય છે તેને સાંભળો જેથી તમને પણ દાન આપવાની ઈચ્છા થાય. ૫૪.
વસંત ઋતુની જેમ આશ્ચર્યોથી ભરેલા વસંતપુર નગરમાં પૂર્વે વિખ્યાત જિતશત્રુ નામનો રાજા હતો. ૫૫. તે રાજાને જાણે દેવલોકમાંથી અવતરેલી દેવીઓ ન હોય તેવી પરમ પ્રેમની ભૂમિ ચાર રાણીઓ હતી. ૫૬. તે નગરમાં અન્યાય કરવામાં રત કોઈક ચોરને પ્રચંડ દંડપાશિકોએ સાંજના સમયે પકડયો. ૫૭. રાજાના આદેશથી આને પૂંછડું અને બે કાન કપાયેલ સાક્ષાત્ જાણે પાપનો પુંજ ન હોય એવા ગધેડા ઉપર બેસાડ્યો. ૫૮. અત્યાર સુધી તેં મારું (ચોરિકાનું) લાલન-પાલન કર્યું. ધિક્ અનાથ થયેલી મારી ચિંતા કોણ કરશે ? (કહેવાનો ભાવ એ છે કે ચોર દરરોજ ચોરી કરીને ચોરિકાનું લાલન-પાલન કરતો હતો. હવે પકડાયો હોવાથી ચોરી બંધ થઈ તેથી ચોરિકાને આ ચિંતા થઈ.) એમ ચોરિકા પ્રેમથી કોડિયાના માળાના બાનાથી બંને પણ બાહુને ચોરના ગળામાં નાખીને વળગી. ૬૦. ચોરના શરીરને ધાતુમષીના ચૂર્ણથી લેપ્યું. વધ માટે લઈ જવાતા ચોરને આના સિવાય બીજી કોઈ વિડંબના હોય ? ૬૧. ભયથી કંપતા શરીરમાંથી જાણે લોહીના બિંદુઓ ઉછળતા ન હોય તેમ તેના મસ્તક ઉપર કણવીરના પુષ્પો મૂકવામાં આવ્યા. ૬૨. મને એકવાર જીવિત આપો, કોઈપણ રીતે એકવાર છોડો એમ કૃપાને માગતા તેણે જાણે કે શૂલાને ખભે વહન કરી. ૬૩. સ્વકર્મમળથી લજ્જાયેલ ચોર જાણે કે સૂર્યને જોવા અસમર્થ બન્યો હોય તેવું જણાવવા જીર્ણ સૂપડો અને છત્રના બાનાથી વચ્ચે પડદો કરવામાં આવ્યો. ૬૪. કલકલ કરતું છોકરાઓનું ટોળું તેની પાછળ વળગ્યું. અહો ! અહો ! રાજાનો થોડો પણ વાંક નથી આની જ ચોરીના પાપનું ફળ છે. ૬૬. આગળ વિરસ ડિમડિમવાદનના બાનારૂપ ઉદ્ઘોષણના નારાઓથી યમરાજ જાણે પોતાની પાસે ન બોલાવતો હોય એવું દશ્ય નિર્માણ થયું. ૬૭. જાણે એક પરમ સંજીવની ન હોય તેમ મત્ત હાથી ઉપર બેઠેલી એક રાણીએ સર્વત્ર નગરમાં ભમાડાતા તેને જોયો. ૬૮. તેણીએ કરુણાથી વિચાર્યું: અહો ! દંડપાશિકો આને વધસ્થાને શા માટે લઈ જાય છે ? ૬૯. કેટલા મનોરથોથી આની માતાએ મોટો કર્યો