________________
અભયકુમાર ચરિત્ર
૨૧૨ આશ્રમનું કર્યું. ૧૮. તાપસો દશે દિશામાં પલાયન થયા. બળવાન–શત્રુ નજીકમાં હોય ત્યારે રાત્રે રહેવું શક્ય નથી. ૧૯. પોતાના હાથે આ પાપીને અમે કેમ મોટો કર્યો જે અહીં અમને સુખે રહેવા દેતો નથી. ૨૦. અમે આને ચોરની જેમ અત્યંત બંધનમાં નાખીએ એમ વિચારીને તાપસો શ્રેણિક રાજાની પાસે ગયા. ૨૧. સ્વયોગ્ય આશિષ આપીને રાજાને જણાવ્યું જેની છત્ર છાયામાં સુખપૂર્વક વસાય છે તે શું પ્રશંસાપાત્ર નથી ? ૨૨. હે રાજનું! ચંદ્રની ચાંદની જેવો સફેદ, પૂર્વ તરફ ઊંચા આસનવાળો, સૂંઢને લાગેલ છે ચાર દાંત જેને, સૂક્ષ્મ બે પીળી આંખોવાળો, વીશ નખવાળો, ભૂમિને સ્પર્શતી સૂંઢવાળો, સૂંઢથી કંઈક નાની પૂંછડીવાળો, સમુન્નત નાની ડોકવાળો, વિસ્તૃત ઊંચા કુંભ સ્થળવાળો, ક્રમથી નીચું નમતા વંશકવાળો, જેના પાછળના બંને ભાગ ઢળતા છે, શરીરના બંને બાજુના ભાગો ઉન્નત છે જેના લક્ષણો અને ચિહ્નોથી લક્ષિત સેચનક નામનો હાથી અમુક વનમાં વસે છે. ૨૬. વધારે કહેવાથી શું? શું ઐરાવણનો ભાઈ છે? આ ઉત્તમ હાથી સમુદ્ર મંથન કરતા નીકળ્યો છે. ૨૭. આ સેચનક હાથી તારી પાસે જ શોભે. ઈન્દ્રને છોડીને શું ઐરાવણ બીજા પાસે હોય? ૨૮. જલદીથી ઉચિત સામગ્રીથી તાપસોની પૂજા કરીને કૃતાર્થ રાજાએ પરમ હર્ષથી રજા આપી. ર૯. જેમ શ્વાસનિરોધક શ્વાસને રૂંધે તેમ સમગ્ર સામગ્રી લઈને રાજાએ વારીના પ્રયોગથી, હાથીને બાંધ્યો. ૩૦. તીક્ષ્ણ, અંકશ, આરોથી તેમજ નિબિડ મગરોથી આને અતિશય મારવામાં આવ્યો કેમકે ભય વિના શિક્ષા આવતી નથી. ૩૧. સાંકળોથી આને બે પગ બાંધીને હાથીને આલાન સ્તંભની સાથે બાંધી દેવામાં આવ્યો. સ્વજનોનો ત્યાગ કરીને એકાકી થયેલ આત્મા કોના કોના વડે દબાતો નથી. ૩૨. સૂંઢ, પૂંછડું અને બે કાન ચલાવતો હાથી ભાગ્યે આપેલી દશાની જેમ ક્રોધથી ધ્યાન કરવામાં તત્પર થયો. ૩૩. આશ્રમનું કલ્યાણ થયું એમ સંતુષ્ટ થયેલા, કૂદકા મારતા તુચ્છ ધર્મીઓ સર્વે પણ તાપસી આવીને હાથીનો સર્વથી તિરસ્કાર કરવા લાગ્યા. એક જૈનમતને છોડીને બીજા દર્શનમાં વિવેક નથી. ૩૫. રે રે દુર્ઘતમાતંગ ! તું ચાંડાલ છે એ સુનિશ્ચિત છે. ઉપકારીનું ઋણ ચૂકવવાને બદલે વધારે પીડા કરી. ૩૬. રે પાપી! જન્મથી માંડીને અત્યાર સુધી કરુણાળુ અમોએ તારું ઘણું લાલન પાલન કર્યું. ૩૭. માતાના દૂધથી વંચિત રહેનાર બાળકની જેમ હંમેશા મહાદરથી પોતાના હાથે કોળિયો કોળિયો આપીને મોટો કર્યો. ૩૮. હે કૃતધ્વ! તે ક્ષણથી અમારા આશ્રમને ભાંગ્યો. અથવા પોષણ કરાયેલ સાપ પાસેથી ડંસ સિવાય બીજું કાંઈ મળે ? ૩૯. તારા કરતા કૂતરા લાખ ગણા સારા જેઓને ખાખરાનો ટૂકડો આપવામાં આવે તો ઘણો ઉપકાર માને છે. ૪૦. રાંક છે એમ સમજીને સજ્જનો લુચ્ચાઓને પોષે છે. તેની બદલીમાં દુષ્ટ મહાપાપીઓ તેઓને વિપત્તિમાં નાખે છે. ૪૧. આ શરણાર્થીઓ છે એમ માનીને સજ્જનો હંમેશા તેઓનું રક્ષણ કરે છે. દુર્જનો તે જ ઉપકારી સજ્જનોને મારે છે. ૪૨. ભૂખ્યા થયેલા લુચ્ચાઓ ધાર્મિકતાનો ઢોંગ કરીને રહે છે. ધાર્મિકો આઓનું ઘણું વાત્સલ્ય કરે છે. ૪૩. પુષ્ટિને પામેલા, પાછળથી શત્રુભાવને ધારણ કરતા, કૃતજ્ઞ બનીને આ પાપીઓ તેઓના વિરોધી બને છે. ૪૪. સેંકડો ઉપકાર કરીને દુર્જનો પોતાના કરી શકાતા નથી. દૂધથી સિંચન કરવામાં આવે તો પણ શું લીંબડો મીઠો થાય? ૪૫. જો કે આ લોકમાં સજ્જનો લુચ્ચા માટે કાયાનો ભોગ આપે છે તો પણ આ (લુચ્ચો) સ્નેહને તોડે છે, કઠોરતાને આચરે છે. ૪૬. માથા ઉપર ચડાવાય તો પણ ખરેખર લુચ્ચો લુચ્ચો જ છે. સાપને દૂધ પીવડાવવામાં આવે તો પણ વિષને ધરનારો જ થાય છે. ૪૭. આ દુર્જનથી બચવા એક જ ઉપાય છે કે સાપની જેમ હંમેશા તેનો દૂરથી ત્યાગ કરવો. ૪૮. હવે જો તે લુચ્ચો પીછો ન છોડતો હોય
૧. વારી: હાથીને પકડવા માટે કરવામાં આવતો ખાડો