________________
અભયકુમાર ચરિત્ર
૨૦૨
કરાવીને ચક્ષુર્દોષના વિનાશક ગોળના તિલકને કરે છે તે ધન્ય છે. ૨૫. આસનમાં, શયનમાં સ્થાનમાં, ગમનમાં, ભોજનમાં હંમેશા હર્ષથી પુત્રોને ખોળામાં લઈને બેસે છે તે સ્ત્રીઓ ધન્ય છે. ૨૬. આનંદના ભરથી ભરેલી સ્ત્રીઓ કાલુ બોલનારની જેમ બનીને પુત્રોને બોલાવે છે તે ધન્ય છે. ૨૭. તે આ પ્રમાણે હે મંડલેશ્વર ! હે સામંત ! હે દેવરાણક ! હે રાજન્ ! હે સુભગ શિરોમણિ ! હે તાત ! પૃથ્વીતલ ઉપર જય પામ આનંદ પામ. ૨૮. હું તારું બિલ કરીશ, હું તારું ઉતારણ કરીશ, ક્રોડ દીવાળી જીવ હું તારું દુ:ખ લઈને જઈશ. ૨૯. જે સ્ત્રીઓ પોતાના પુત્રના નામકરણ અને ભદ્રાકરણ (બાલમોવારા ઉતરાવવા) ના પ્રસંગોને જુએ છે તે લોકમાં ખ્યાતિ પામે છે ૩૦. જે સ્ત્રીઓ પુત્રોના લેખશાળા કરણને બહુ વિસ્તારથી જુએ છે તે જ સ્ત્રીઓ ગણનાપાત્ર થાય છે. ૩૧. જે સ્ત્રીઓ સવારે ઊઠીને લેખશાળામાં જતા પુત્રોને હંમેશા જ સુંદર ભોજન આપે છે, લેખશાળામાંથી આવેલા પુત્રોને બુદ્ધિની વૃદ્ધિ માટે મરિચાદિથી યુક્ત દૂધને પાય છે, ઉદાર ધનવાનોની પુત્રીઓને પરણતા પુત્રોને હંમેશા હર્ષથી જુએ છે તે જ પુણ્યશાળી છે. ૩૪. જે સ્ત્રીઓ સાત પ્રકારના પકવાનોથી ગૌરવપૂર્વક ભોજન કરાવાય છે અને સ્ત્રીઓ સાત પ્રકારના ગાલીચામાં બેસાડાય છે તે સર્વ મહિમા પુત્રની જનેતા હોવાને કારણે વર્તે છે. તેથી નક્કી પુત્રવાળીજ સ્ત્રીઓ ધન્યતમ છે. ૩૬. ચંદ્રમંડળને નહિ જોનારી કમલિનીની જેમ જાનુ અને કોણીથી માપનારી હું નિર્ભાગ્યમાં શિરોમણિ છું. ૩૭. અથવા વધારે કહેવાથી શું ? ખરેખર તેમાં કોઈ શંકા નથી કે જન્મથી દરિદ્ર સ્ત્રીને પુત્રી હોય તો તે પણ મારા કરતા ધન્ય છે. સુલબ્ધ સુજન્મિકા છે. સર્વ અલંકારના અભાવમાં કાચનું અલંકાર પણ સારું છે.
૩૯.
મૂળમાંથી ફળો થાય છે એમ જાણીને વસુમતીએ પુત્રની આશાથી ઘસી ઘસીને ઘણીવાર મૂળિયાઓ પીધા. ૪૦. પુત્રની અભિકાંક્ષિણી આણે પુત્રની પ્રાપ્તિમાં અંતરાય કરનાર કર્મોને અત્યંત ભય પમાડવાના હેતુથી કેડ, બે ભુજા તથા ડોક ઉપર વિવિધ પ્રકારના રક્ષાના ઉપાયો (પોટલીઓ)ને બાંધ્યા. ૪૨. તેણીએ પ્રસિદ્ધ પ્રભાવશાળી દેવતાઓને ઘણાં પ્રકારના નૈવૈદ્ય-ધૂપ-પુષ્પ-વિલેપનથી પૂજ્યા. ૪૩. દેવતાઓની આગળ બે હાથ જોડીને ઘણાં પ્રકારે માનતાઓને માની. ૪૪. જો તમારી કૃપાથી મને પુત્ર થશે તો હું નક્કીથી પુત્ર અને પતિ સહિત તથા સર્વ સુર અને પિતૃપક્ષના ભાઈઓની સાથે, ગરીબ લોકના ચિત્તને ચમત્કાર કરનારા ઉજમણાને કરીને હર્ષથી સુવર્ણ પુષ્પોથી તમારા બે ચરણની પૂજા કરીશ. અને પુત્રને ખોળામાં લઈને સારી રીતે નૃત્ય કરીશ. અને હર્ષથી અભિનયપૂર્વક નાટક કરાવીશ. અથવા પુત્રના કારણથી સ્ત્રીઓ કઈ કઈ માનતાઓ નથી માનતી ? ૪૮. તેણીએ નૈમિત્તિકને પૂછ્યું કે મને પુત્ર કયારે થશે ? કાર્યનો અર્થી અલ્પજ્ઞને સર્વજ્ઞની જેમ માને છે. ૪૯. ટીપણું હાથમાં લઈ ખડુથી કુંડલી આલેખીને, ગ્રહોને યથાસ્થાને સ્થાપન કરીને સાવધાનપૂર્વક જોઈને આ વચનોથી ફળાદેશને કરવા લાગ્યો. આ લોક આડંબરથી ખાવા માટે શક્ય છે અર્થાત્ આડંબરથી આ લોકને રીઝવી પોતાનું ઈચ્છિત સાધી શકાય છે. ૫૧. મંગળ વગેરે ક્રુર ગ્રહો શુભ સ્થાનમાં રહેલા નથી તેથી તેની પૂજા કરાવો અને મંડલપૂજન કરાવો. પર. જેથી તમારું અભીષ્ટ થશે. આ પૃથ્વીતલ ઉપર દાન એ જ રાજા છે. શું તેં નથી સાંભળ્યું કે ધનના દાનથી પાપનો ક્ષય થાય છે ? પુત્રની અભિકાંક્ષિણી વસુમતીએ તે મુજબ કર્યું. હર્ષિત થયેલા જ્યોતિષીઓએ કહ્યું : તારા મનોરથો જલદીથી પૂર્ણ થશે. બ્રાહ્મણની પૂજા કરવાથી તારા અશુભ ગ્રહો શુભ થશે. ૫૫. તે તે પ્રકારના લોકોએ બતાવેલા મંત્રોનો તેણીએ જાપ કર્યો. એમ પુત્ર માટે વિવિધ ઉપાયો કર્યા પણ એક પણ ઉપાય ફળીભૂત ન થયો. ફળ કર્મને આધીન હોય ત્યારે શું બીજા ઉપાયોથી ફળ સિદ્ધિ થાય ? ૫૭.