________________
અભયકુમાર ચરિત્ર
૨૦૦ બાંધીને અભય આને જેમ બાળજીવો નહીં ભણતા બાળકને સારી રીતે બાંધીને નિશાળે લઈ જાય તેમ બજારની મધ્યમાંથી લઈ ગયો. રર. તે લોકો મારા એક વચનને સાંભળો. હું પ્રદ્યોત રાજા છે. આ પ્રમાણે બાંધીને લઈ જવાતા મને આની પાસેથી છોડાવો. અને કોકવાર આ પ્રમાણે ઊંટની જેમ જોરથી રડ્યો. ૨૩. નગરના લોકો આવીને આને જોઈને પરસ્પર હસતા મશ્કરી કરતાં કહ્યું : જે આ ઉત્તમ રાજાને છોડાવશે તેને રાજા તુરત જ અતુલ રાજ્યને આપશે. ૨૪. મતિરૂપી કમલિનીના વિકાસમાં ચંદ્રોદય સમાન અભયે હંમેશા તેમ કરતા બાળકથી માંડી પંડિત સુધીના સકલ પણ લોકને અત્યંત વિશ્વાસ પમાડ્યો. ૨૫.
આંગડીને વેઢે દિવસોને ગણતો રાજા પણ કષ્ટથી અને તાપથી સાતમા દિવસને પામ્યો. જ્યાં સુધી મનને અભિમત વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્ષણ પણ અષાઢમાસના દિવસ જેવી લાંબી લાગે છે. ૨૬. ઉત્કંઠાને પામેલ રાજા નક્કી કરેલા સમયે ક્ષણથી તે બેની પાસે આવ્યો. અથવા અહીંથી દાતરડાનું હરણ કરીને દૂર ચાલી ગયેલો કૂતરો ત્યાં જઈને ખાનાર પરલોકના પરમ તત્ત્વને જાણશે. ૨૭. આની ઈન્દ્રિયો કુમાર્ગમાં પ્રસરે છે. ચાકરના અપરાધથી સ્વામીને દંડ થાય છે. અમે ન્યાયી મંત્રિના પુરુષો છીએ. એમ કહીને જાણે અભયના પુરુષોએ તે વખતે રાજાને બાંધ્યો. ૨૮. અભયકુમારે માંચીની સાથે બાંધેલા રાજાને ધોળા દિવસે નગરની મધ્યમાં થઈને લઈ જવા લાગ્યો. ત્યારે રાજાએ ઘણી રાડો પાડી કે શત્રુ વડે હું પ્રદ્યોત રાજા હરણ કરાઉ છું. ર૯. ત્યારે લોક કહે છે કે અરે ! કોઈ એવો સમર્થ છે કે જે આ અવસરે આના મોઢામાં ધૂળ નાખે? અર્થાત્ આને બોલતો બંધ કરે? કૂતરાની જેમ ભસતા આણે અમારા બે કાનને ખાધા છે. જેણે અમારા અધિપતિની સાથે વિપ્લવને માંડ્યા છે. ૩૦. અભયે પણ કહ્યું હે લોકો! હું આનાથી ઘણાં દિવસોથી કંટાળ્યો છું. આજે આને ઘણું ઔષધ આપીશ જેથી કરીને મારો આ ભાઈ ભસવાનું બંધ કરે. ૩૧. અને આ પ્રમાણે માસીનો પતિ એવો પ્રદ્યોત રાજા અભયકુમારથી સજ્જડ બંધનને પામ્યો. અથવા તો કહ્યું છે કે કેટલાક દિવસો સાસુના અને કેટલાક દિવસો વહુના. ૩ર.
પર્વે અભયે ઘણાં સ્થાનોમાં અત્યંત વેગવાળા ઘોડાના રથો તૈયાર કરીને રાખ્યા હતા. તેના મારફત પ્રદ્યોત રાજાને પોતાના નગરમાં પહોંચાડ્યો. લાભના બીજા દિવસે નુકશાન પણ થાય. ૩૩. પ્રતિજ્ઞાધૂરા ધારણ કરવામાં સમર્થ, ધર્યના અગ્રેસર અભયે પોતાના પિતાની આગળ જેનું મોઢું જોવું ન ગમે તેવાની સામે ઊભો રાખે તેમ ચંડપ્રદ્યોતને ઉભો રાખ્યો. ૩૪. પોતાના પુત્ર અભયને કેદમાં રાખ્યો હતો એવું
સ્મરણ થતા જેને હૈયામાં કોપ ઉત્પન્ન થયો છે એવો શ્રેણિક રાજા અસાધારણ તલવાર ખેંચીને ચંડપ્રદ્યોત રાજાની સામે મારવા દોડ્યો. રાજાઓને નીતિની વિચારણા હોતી નથી. ૩૫. સંપૂર્ણ નીતિનાં રહસ્યને જાણનાર અભયે આદરથી પિતાને આ પ્રમાણે જણાવ્યું– ગાઢ શત્રુ હોવા છતાં હે પ્રભુ! આ ઘરે આવેલો છે તેથી ભાઈની જેમ આદરથી આતિથ્ય કરવા યોગ્ય છે. ૩૬. સંપદાના સમ્રાટ શ્રેણિક રાજાએ સન્માનપૂર્વક અપૂર્વ વસ્તુઓ આને આપીને વિસર્જન કર્યો. સત્વહીન એવો તે પોતાના નગરમાં ગયો. ઈન્દ્ર પણ આપત્તિમાં તેજ વિનાનો થાય છે. ૩૭. ચંદ્રની જ્યોત્સા, હરહસ નામનું ઘાસ, બરફ, ગંગાનું નીર, મચકુંદ, ક્ષીર, સ્ફટિક અને શરદઋતુના વાદળની કાંતિ સમાન ગુણોથી નવા નવા ઘણાં આશ્ચર્યોને ઉત્પન્ન કરનાર બુદ્ધિના ભંડાર અભયકુમારે પિતાને ઘણો હર્ષ પમાડ્યો.
એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહષિના ચરિત્રના અભયાંકમાં રાજગૃહનો રોધ, ચંડ પ્રદ્યોતનો ભેદ અભયકુમારનું હરણ ચાર વરદાનની પ્રાપ્તિ, બંધમાંથી મુક્તિ, પ્રતિજ્ઞાનું પૂરું કરવું વગેરેનું વર્ણન કરતો આઠમો સર્ગ પૂરો થયો.