________________
અભયકુમાર ચરિત્ર
૧૯૦ પામી. ૩૪. શાસ્ત્રાનુરાગમતિનું ધામ, પુનમની રાત્રિના ચંદ્રના કિરણની જાણે સાક્ષાત્ મૂર્તિ ન હોય એવી વાસવદત્તાએ ઉત્તમ અધ્યાપક પાસેથી કષ્ટ વગર જ સર્વ પણ નિર્મળકળાને જલદીથી ગ્રહણ કરી. અર્થાત્ શીખી લીધી. ૩૫. ગાંધર્વકળામાં નૈપુણ્ય પ્રાપ્ત કરનાર કોઈ અધ્યાપક ભણાવનાર મળ્યો નહિ તેથી પરમગીતકલાને ન ભણી શકી. સર્વજ્ઞની બુદ્ધિના વિભવને છોડીને બાકીના જીવોનું મતિનું તારતમ્ય નિશ્ચિત છે. ૩૬. પિતાએ કલ્યાણકારી, ઘણાં લક્ષણોથી લક્ષિત શરીરવાળી, માધુર્ય, દાસ્ય, વિનય, સ્થિરતાદિ ગુણોથી પૂર્ણપુત્રીને પુત્રથી અધિક માની. ગુણો ગૌરવને પામે છે. પુત્રો કે પુત્રીઓ નહીં. ૩૭. રાજાએ પોતાના અમાત્યને આ પ્રમાણે પૂછ્યું : હે બહુશ્રુતદષ્ટા મંત્રિનું! (ઘણો પીઢ અને અનુભવી) કોણ ગાંધર્વવેદમાં વિદુર છે જે પુત્રીનો કલ્યાણકારી અધ્યાપક થાય? ૩૮. જેમ રસોઈકળાને સારી રીતે શીખનારી વણિક સ્ત્રીઓ પતિને આનંદ આપે છે તેમ સારી રીતે ગાંધર્વકળાને શીખનારી રાજપુત્રીઓ પતિના કુળમાં હંમેશા આનંદ આપનારી થાય છે. ૩૯. હે અમાત્ય! જેમ શાસ્ત્રાભ્યાસ કરતા સુવિચક્ષણનો કાળ હંમેશા સારી રીતે પસાર થાય છે તેમ ભરતનાટ્ય, સુંદર ગીત વિદ્યામાં આનંદ મેળવવામાં એકમાત્ર તત્પર એવી રાજપુત્રીઓનો કાળ સુખેથી પસાર થાય. ૪૦. પછી વચનમાં નિપુણ મંત્રીએ કહ્યુંઃ મૃગાવતી રાણીનો પુત્ર, પવિત્ર ગીતોનો જાણકાર, કોસાંબી નગરીનો રાજા ઉદયન ગાંધર્વ વિદ્યામાં નિપુણ છે. જાણે કે તે ગાંધર્વકલાનો બીજો બ્રહ્મા છે. ૪૧. રાજાઓના મુગટની માળાથી નમાયેલ હે રાજન્ ! હું સંભાવના કરું છું કે લુંટારુની ટોળીનો સરદાર, પરમ તત્ત્વનો જાણકાર આ ઉદયન રાજાએ હાહા-હૂહૂ દેવોના ઈન્દ્રની ગાનારીઓના રહસ્યને બળાત્કારે ચોરી લાવેલ છે. કહેવાનો ભાવ એ છે કે ઉદયન ગાંધર્વો કરતા પણ ઉત્તમ ગીતને ગાતો હતો. ૪૨. આ એવું ગાય છે કે જેમ મુનિઓ ઈન્દ્રિયોને વશ કરે તેમ અત્યંત આક્ષેપ કરીને ગીતરસિક મનુષ્યોને તથા મદવાળા હાથીઓને ક્ષણથી બાંધી લે છે. ૪૩. ઉત્તમ સંગીતની કળાથી આ અસંખ્ય હાથીઓના સમૂહને બાંધે છે. અમે નિર્દોષ શ્રેષ્ઠ ઉપાય કરીને તેને બાંધીને, જલદીથી અહીં લઈ આવશું. ૪૪. હે દેવ ! સંસ્થાન–વર્ણથી સર્વથા સુશોભિત શરીરવાળો, યંત્રના પ્રયોગથી ગમનાદિ કરે તેવો જેથી લોકો તેને સાચો હાથી મારે તેવો એક હાથી જંગલમાં મૂક્વો જોઈએ. ૪૫. જેમ વહાણમાં શસ્ત્રોને સજ્જ કરીને સૈનિકો રહે તેમ તેના જઠરમાં બળવાન સૈનિકો રહેશે. જેમ પૂંઠમાં વાતો પવન નાવડીને ચલાવે તેમ આ નહીં દેખાતા સૈનિકો આ કૃત્રિમ હાથીને ચલાવશે. ૪૬. સાચા હાથી સમાન તે કૃત્રિમ હાથી જંગલમાં ભમતો હશે ત્યારે તેને પકડવામાં પ્રવૃત્ત થયેલ ઉદયન રાજાને હાથીના પેટમાં રહેલા સૈનિકો તેને બાંધી લેશે. શું બળવાન કરજદારો દેણદારની સામે ધરણું નથી કરતા? ૪૭. આ પ્રમાણે બાંધીને લવાયેલ ઉદયન રાજા સ્વામીની ઉત્તમ બુદ્ધિશાળી પુત્રીને સારી રીતે ભણાવશે. પોતાના પ્રાણ બચાવવાના હેતુથી જીવ અયોગ્ય (પોતાને ન છાજે) પણ કર્મને કરવા તૈયાર થાય છે. ૪૮. અરે અરે ! તમે આ સારી યુક્તિ બતાવી તેથી હવે તું જ હાથીને તૈયાર કરાવ. એમ રાજાના કહેવાથી પ્રધાને જલદીથી હાથી તૈયાર કરાવ્યો. અથવા તો રાજા પાણી માગે તો શું તરત હાજર ન થાય? અર્થાત્ થાય જ. ૪૯. જેમ મહાકવિથી કરાયેલ પરિકલ્પિત પણ કાવ્ય સભૂત સુચરિત્રથી પણ વિશેષ સારો થાય છે તેમ સ્વાભાવિકતાથી કરતા પણ કૃત્રિમ હાથીનું સંસ્થાન સુંદર બન્યું. ૫૦. સૂંઢને ઊંચી કરતો ઍહિત (ગર્જના), દંતઘાત વગેરે મુખ્ય સેંકડો ચેષ્ટાને વારંવાર કરતો, પેટની અંદર પ્રચુર શસ્ત્રો ધારણ કરતો, વનમાં ભમતો હાથી લોકો વડે જોવાયો. ૫૧. હર્ષથી રાજાની પાસે જઈને તેઓએ કહ્યું: રાજ! જાણે દેવલોકમાંથી ઈન્દ્રનો ઐરાવણ હાથી ન અવતર્યો હોય એવો શ્રેષ્ઠ લીલાથી અરણ્યની ભૂમિ ઉપર વિચરતો આવ્યો છે.