________________
અભયકુમાર ચરિત્ર
૧૮૮ ભાઈ છે. ૯૪. પૃથ્વી કાંટાવાળી છે તેથી સાચવીને ચાલજે. તાપ ઘણો છે તેથી માથે વસ્ત્ર ઓઢજે એમ બોલતા ઋષિઓ વડે આશા વિનાની તે દયાપૂર્વક ઘણી વિકટ ઝુંપડીવાળા આશ્રમમાં લઈ જવાઈ. ૯૫. પોતાના ઘરની જેમ તાપસીની મધ્યમાં સુખે સુખે હર્ષપૂર્વક રહેલી છે ત્યારે અહો! તેના દર્શનના અમૃતરસનું પાન કરવાની ઈચ્છાવાળો ન હોય તેવો ઉજ્જૈની જતો સાથે ત્યાં આવ્યો. ૯૬. ત્યારપછી સાર્થના લોકો તેને લઈને શિવાદેવીને સોંપવા માટે જલદીથી ચાલ્યા. આ આ રીતે જ અવસરને પ્રાપ્ત કરીને પોતાના પતિની સાથે મેળાપને પામશે એ હેતુથી જ જાણે સાર્થ ચાલ્યો. ૯૭. ઊંટ-બળદ-પાડા અને ગધેડા પણ જેમાં કરિયાણાના ગાડાઓને સતત ખેંચી રહ્યા છે જેમાં એવો વિકરાળ-ધનુષ્ય-બાણ અને તલવારને ધારણ કરતા રક્ષકો જેનું રક્ષણ કરી રહ્યા છે એવો સાથે ચાલ્યો. ૯૮. હિંગુલ, પ્રવાલ, લવણાદિક વસ્તુ ભરેલી ગુણીઓને વહન કરતા, વિશાળ પીઠ અને સુદીર્ઘ-શૃંગવાળા, ઘંટના રણકારને કરતા, માર્ગની જનતાને જાણે બોલાવતા ન હોય એવા બળદો જેમાં શોભતા હતા. વિવિધ પ્રકારના કરિયાણાના સમૂહોથી ભરેલા ગાડાઓ ચાલતા હતા ત્યારે કીચડ કિચુડ અવાજથી પૃથ્વી રડી. અથવા તો કોના વડે પૈડાનો ઘાત સહન કરાય? ૨00. ઘણાં મૂલ્યવાળા (કિંમતી) કરિયાણાના સંભારના (જથ્થામાં) યંત્રને (ગાડીને) ગાઢ માર્ગમાં વહન કરીને ચાલતા ઊંટના સમૂહો રસ્તામાં આવતી વૃક્ષની ડાળીઓને લણી લેતા હતા. મોટા શરીરવાળા જીવોનું ચારે બાજુથી પણ સર્વ મન-વચન અને કાયાનું ઈચ્છિત પુરાય છે. ૨૦૧ લોક અમારું અપશકન કરે છે. પણ સંતોષ પમાડાયેલ આ લોક આ પ્રમાણે અમારું સુશુકન કરે છે એમ વિચારીને પાણીની પખાલને વહન કરતા પાડાઓએ લોકોની તરસને મીટાવી. ૬૦૨. કાનને ઊંચા કરીને, ડોકને સીધી લંબાવીને ઘાસને મૂળમાંથી ઉખેડી નાખતા, દાંતોથી પરસ્પર કરડતા ગધેડાઓ માર્ગમાં ચાલ્યા. શું કષ્ટ આવે છતાં સ્વભાવ જાય? ૩. એમ વિદ્યાધરેશ્વરની પુત્રીની સાથે આંતરે આંતરે પ્રયાણ કરતા તાપસી પ્રદ્યોત રાજાની નગરીમાં સુખપૂર્વક પહોંચ્યા. આથી બુદ્ધિમાન પુરુષો સાથેની સહાય લે છે. ૪.
મુનિઓએ સંપૂર્ણ હકીકત જણાવીને શિવાદેવીને આદરપૂર્વક વિધાધર પુત્રી સોંપી અથવા સમુદ્રમાંથી નીકળી ગયેલું રત્ન અંતે તો રત્નપરીક્ષકના હાથમાં આવે છે. ૫. ચેલ્લણાની બહેન થતી હોવાથી અભયને પોતાનો ભાણેજ માનતી શિવાદેવીએ વિદ્યાધરપુત્રીને ગૌરવપૂર્વક પુત્રવધૂની જેમ માની. આવા પ્રકારના વર્તનથી ઘણો સ્વજનવર્ગ પણ ભદ્રિક થાય છે. ૬. દોષના કલંકની શંકા દૂર થવાથી અભયે તેની સાથે વૈષયિક સુખ ભોગવ્યું. અથવા સૂર્ય ક્યાં સુધી રજથી ઢંકાયેલ રહે? ૭. રાજાએ અભયને સુખડ, કપૂર, કસ્તૂરી, સુવેલ વગેરે સર્વ ભોગાંગોને આપ્યાં. અથવા તો બંધાયેલો હાથી રાજા પાસેથી સુંદરતર ભક્ષ્યને મેળવે છે. ૮. ચાર પ્રકારના સૈન્યની જેમ પોતાના કાર્યને સાધતા (૧) શિવાદેવી (૨) અનલગિરિ હાથી (૩) અગ્નિભીરુ રથ (૪) લેખવાહ્ય લોહજંઘ એમ ચાર ઉત્તમ રત્નો ચંડપ્રદ્યોત રાજાને થયા. ૯. રાજાધિરાજ પ્રદ્યોત લોહજંઘને સતત ભરૂચ નગરમાં મોકલે છે. આ કારણથી પ્રદ્યોત બીજા રાજાઓની જેમ રાજ્યાસ્વાદ માણી શકતો નથી. ૧૦. અહીંના રહેવાસી રાજાઓ દૂતના વારંવારના આગમનના કાર્યથી ત્રાસી ગયા. અને મનમાં ઉદ્વેગને ધારણ કરવા લાગ્યા. કારણ કે વહાણની જેમ આ પાપી દૂત એક દિવસમાં શીધ્રપણે પચીશ યોજનાનું અંતર કાપીને આવી જાય છે. ૧૧. બીજો દૂત તો મહિને કે પંદર દિવસે એકવાર આવે તેથી તેટલા દિવસ તો શાંતિ રહે. સત્યપ્રતિજ્ઞ આ રોજ અહીં આવી પહોંચે છે અને શાંતિથી રહેવા દેતો નથી. ૧૨. તેથી આને જલદીથી મારીએ એમ વિચારીને એકાંતમાં તેનું ભાથું બદલીને ઝેરના લાડવા મૂકી દીધા. સામાન્ય લોકના ઘરે બળવાન ધાડ પડે છે. ૧૩. જેમ માણિક્ય-મસ્યના સમૂહથી ભરપૂર