________________
છે. ૮૪
અભયકુમાર ચરિત્ર
૧૮૬ ત્યાં સંભાવના કરતા નથી. પણ વિશ્વાસુ ઉપર જ સંભાવના કરે છે.) ૬૦. તમારા કૃપારૂપી સૂર્યની કાંતિવાળા પ્રકાશને જાણીને નિશ્ચિતપણે આ કહેવામાં આવશે. જેઓ આ લોકમાં પણ ચાટુ વચનો બોલે છે તથા તે ચાંડાલણીઓએ પણ રાજપુત્રની આગળ જે કહ્યું તેમાં કોઈ આશ્ચર્ય નથી. ૬૧. રાત્રે ખેચરપુત્રીના મુખને લોહીથી વિલેપીને ચાંડાલણીઓ તેના ઘરમાં ખોપરી વાળ વગેરે અશુચિને નાખી. અહો ! સ્થાને કે અસ્થાને અશુચિને નાખતા કાગડાઓ કશું વિચારતા નથી. ૨. તેઓએ આવીને રાજપુત્રને કહ્યું : હે દેવ! પોતાના ઘરમાં જ અગ્નિ ઉત્પન્ન થયો છે. કેમકે મારિ તમારા ઘરમાં છે. જો અમારી વાત સાચી ન હોય તો (અર્થાત્ ખોટી હોય તો) હે સચિવેશ્વર ! જ્ઞાનીઓમાં જે અમારું નામ છે તે અમે ભૂંસી નાખશું (અર્થાત્ અમે જ્ઞાની છીએ એમ નહીં કહેવાઈએ.) ૩. જેમ મંત્રથી અભિમંત્રિત ઘડો બીજાના ઘરને છોડીને સ્વયં જ ચોરના ઘરે જ જાય છે તેમ અમારું મારિના એક વિષયવાળું જ્ઞાન તારે ઘરે વારંવાર જાય છે. ૬૪.
જેટલામાં અભય પોતાના ઘરે તપાસ કરવા ગયો તેટલામાં પોતાની સ્ત્રીને લોહીથી ખરડાયેલ મુખવાળી જોઈ અને ઘરમાં હાડકાં વગેરેને જોઈને દઢ અનુરાગના ભરથી સજ્જડ થયેલ ચિત્તનો ભેદ કરે તેવા પરમ ખેદને પામ્યો. ૫. અહો ! વિદ્યાધરની પુત્રી પિતાના બહેનની પુત્રી થઈને પણ આ આવી કેમ નિવડી? આ જગતમાં સંસારવાસથી અત્યંત વાસિત થયેલ સંસારી જીવોમાં આ સર્વ ઘટે છે. ૬૬. સારાકુળમાં ઉત્પન્ન થઈ હોવા છતાં સમસ્ત જનતાનો ક્ષય કરનારી હોવાથી મારે હમણાં આ ત્યાજ્ય છે. અથવા ઉત્તમ રાજાઓ સર્વપ્રકારે સતત પ્રજાનું યોગ ક્ષેમ કરે છે. ૬૭. તેણીઓને બોલાવીને અભયે કહ્યું : તમે આને ઉચિત શિક્ષા કરો. પણ એવી રીતે શિક્ષા કરવી જેથી અપવાદ ન થાય. હંમેશા ગુપ્તપણે કરાયેલ અપવાદ જ શોભે. ૬૮. આને બહાર લઈ જઈને ચાંડાલણીઓએ આની બહુ બહુ ભર્જના કરી. જેમ જેમ તારા પતિએ તારી ઉપર બહુ કૃપા કરી તેમ તેમ તને અતિશય મદ ચડ્યો. ખાધેલું ભોજન વિરલ પુરુષોને પચે છે. ૬૯. અરે ! અલ્પવયમાં આ મહાવિદ્યા ક્યા અધ્યાપક પાસેથી શીખી છે તે કહે. હે ઘોરતર પાતકને આચનારી માતંગી ! તે શા કારણથી આ મારિને વિકર્વી છે? ૭૦. એ પ્રમાણેના વચનોથી ચાંડાલણીઓએ વિધાધરપુત્રીની ઘણી તર્જના કરી. છતાં હૈયામાં સમજતી હતી કે આનો કોઈ દોષ નથી તેથી તેને દેશના સીમાડા ઉપર લઈ જાય છે અને જેમ ચરપુરુષો બંદીને વિકટ જંગલની અંદર છોડી દે તેમ તેને છોડી દીધી. ૭૧. હું માનું છું કે ચાંડાલણીઓએ અક્ષત અંગવાળી તેને વનમાં છોડી દીધી તે પણ સુંદર કર્યું. દેવની પ્રતિમા અખંડ હોય તો ક્યારેક ફરી મંદિરમાં પ્રતિષ્ઠિત કરાય છે. ૭ર. જાણે સાક્ષાત્ દુષ્ટકર્મ પ્રકૃતિઓ ન હોય તેવી ચાંડાલણીઓ ક્ષણથી તેને મૂકીને પાછી ફરી. અને ગાઢ દુઃખના ભરથી વિશેષ રીતે પીડાયેલી વિદ્યાધરેશ્વર પુત્રી ઘણાં વિવિધ પ્રકારના વિલાપો કરવા લાગી. ૭૩. જેમ પવનના પુરથી હણાયેલી વાદળની શ્રેણી વિખેરાઈ જાય તેમ પાપિણી એવી હું ગર્ભમાં જ કેમ ન ગળી ગઈ? જેમ દિવ્ય કરવાના પ્રસંગે શ્રેષ્ઠ માંત્રિક વડે અગ્નિ થંભાવી દેવાય છે તેમ હું પાપના ભરથી કેમ સ્થગિત ન કરાઈ? ૭૪. અથવા અસાધારણ દુઃખના સમૂહને પામેલી માતાના ઉદરમાંથી નીકળતી મરી કેમ ન ગઈ? સાવકી માતાઓએ મારી માતાને મારી નાખી ત્યારે સાથે મને કેમ ન મારી નાખી? ૭૫. હે ખલમાં અગ્રેસર, સર્વમાં અધમાધમ વિધાતા ! મેં તારો શું અપરાધ કર્યો છે? જેમ જનકરાજાની પવિત્ર પુત્રી સીતાને લોકે કલંક આપ્યો તેમ તેને કલંક આપ્યો. ૭૬. હે જનમાનસના ભાવને અને દોષોને જાણનારા દેવ! જેમ દુર્વાયુ નાવડીને સમુદ્રમાં ઊંધી વાળે તેમ દોષ વિનાની મને તે કષ્ટના સમૂહમાં નાખી. ૭૭.