________________
સર્ગ-૮
૧૮૯
સમુદ્રમાંથી ભરતીનું પાણી નીકળી જાય તેમ રાજાના આશયથી અજાણ, વિષથી ભરેલા લાડુથી ભરેલી ભસ્ત્રાને સંધ ઉપર લઈને લોહજંઘ તુરત જ નીકળીને ચાલ્યો. ૧૪. ભોજનનો સમય થયો ત્યારે માર્ગમાં સરોવરને કાંઠે બેસીને હાથ પગ ધોઈને ભોજન માટે દંતધોવન કર્યું. કેટલાક જીવો માર્ગમાં પણ શૌચક્રિયા કરવાનું ચુકતા નથી. ૧૫. જેમ વૈતાઢય ગુફાના અધિષ્ઠાયક દેવે પૃથ્વીરૂપી સ્ત્રી માટે ભુજંગ સમાન કુણિકને દરવાજા ખોલતા અટકાવ્યો હતો તેમ અપશુકનોએ તેને ભાથું ખોલવા અટકાવ્યો. ૧૬. શુકનના મહિમાને જાણતા તેણે ક્ષણથી ભોજન કરવાનો વિચાર માંડી વાળ્યો. આ હેતુથી જ લોક સુબુદ્ધિથી સમસ્ત વિષયના જ્ઞાનનો અભ્યાસ કરે છે. ૧૭. ત્યાંથી ઊભો થઈને આગળ વધારે દૂર જઈને ભોજન કરવા તૈયારી કરે છે તેટલામાં ફરી શુકનોએ અટકાવ્યો. પૂર્વની જેમ ભોજન કરવું માંડી વાળ્યું. અથવા તો મુસાફરો મુસાફરી શકુનના જ્ઞાનના બળથી હંમેશા જ જીવન જીવે છે. ૧૮. ત્રીજીવાર પણ પૂર્વની જેમ થયું. ભુખ્યો થયો હોવા છતાં તેણે ભાથું ન વાપર્યું. અહો ! શુભ શુકનનો પ્રભાવ આવો છે જે વારંવાર થયા રાખે છે.૧૯. તેણે આ સર્વ હકીકત રાજાને જણાવી. રાજાએ તુરત જ અભયને જણાવી. હે બુદ્ધિધન ! હે બુદ્ધિવિભાવાલય! તારા સિવાય બીજો કોણ હેતુને જાણે ? ખરેખર આ ગૂઢ કોયડો છે. ૨૦. જેમ સાધુઓ પડિલેહણ કરતી વખતે પાત્રાને સૂંઘે છે તેમ ભસ્ત્રાને સૂંઘીને અભયે કહ્યું : હે રાજન્ ! આ ઘણો ભાગ્યશાળી છે જે અનર્થકારણમાં સપડાયેલો હોવા છતાં જલદીથી પોતાના પગલે પાછો આવ્યો. અથવા તેવા પ્રકારના તમારા પુણ્યોથી શું ન થાય ? ૨૩. જેમ ન્યાયપ્રિય રાજાઓ પોતાના દેશમાંથી લુચ્ચાઓને કાઢી મૂકે તેમ જંગલમાં જઈને આ ભાથાને પરાંગમુખે છોડી દેવો. અભયના વચન ઉપર વિશ્વાસ મુકીને રાજાએ તુરત જ તે પ્રમાણે કરાવ્યું. ૨૪. આગળ રહેલ ઘાસ–વૃક્ષ-પત્ર–વેલડીઓને બાળીને તે સાપ નીકળીને તુરત જ મરણ પામ્યો. ખરેખર લાકડાના ભારાને બાળીને તેજસ્વી પણ અગ્નિ જલદીથી બુઝાઈ જાય છે. ૨૫. અભયને વેશ્યા લઈ આવી છે એટલું જ નથી પણ મારા મોટા ભાગ્યની કલ્યાણકારી સંપત્તિથી આ લવાયો નહીંતર આજે સાપરૂપી અગ્નિના બાનાથી આકસ્મિક પ્રલયકાળ આવ્યો હોત.. ૨૬. રાજાઓમાં શ્રેણિક જ ધન્ય છે જેને સંકલ્પમાત્રથી ચિંતિત અર્થને પરિપૂર્ણ કરનાર અભયકુમાર જેવો પુત્ર થયો છે. શું અહીં ઘરે ઘરે કલ્પવૃક્ષ ઊગે છે ? ૨૭. જેને આવા પ્રકારનો શ્રેષ્ઠ બુદ્ધિમાન મંત્રી છે તેને અમે કયારેય વક્રદષ્ટિથી જોવા સમર્થ નથી. જેના ચિત્તભવનમાં પરમેષ્ઠિમંત્ર વસેલો છે તેને પિશાચ અને ભૂતો શું કરી શકે ? ૨૮. આ પ્રમાણે હર્ષના ભરથી ભરાયેલા મનવાળા ચંડપ્રદ્યોતે અભયકુમારને કહ્યું હે ધીમન્ ! એક પોતાના બંધનના છૂટકારા સિવાય સુદુર્લભ પણ વરદાનને શંકા વિના માગ. ૨૯. અતિશય બુદ્ધિમાન, ઉદાસીનતાથી રહિત, સ્વૈર્યગુણથી પૃથ્વીપરના ઈન્દ્રને પણ જીતનારા અભયે કહ્યું : આ મારું વરદાન તમારી પાસે થાપણરૂપે રહેવા દો. હું ભય વિનાના કરિયાણાના ઘરમાં સલામત રહેલો છું. ૩૦. પૂર્વે રાજાની અંગારવતી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી, વાસવ વર્ણપૂર્વકની દત્તા નામની અર્થાત્ વાસવદત્તા નામની, સૌભાગ્યની ભૂમિ, અખિલ બંધુજનને માન્ય પુત્રી હતી. ૩૧. જુદા જુદા ઘણા સગા ભાઈ અને બીજાના હાથમાં સ્થાનને પામતી, દરરોજ ધાવમાતાઓ વડે પરિપાલન કરાતી, સ્વયં પિતા વડે સતત જ લાલન કરાતી વાસવદત્તા જેમ હંસલી કમળદળમાં શોભે તેમ શોભી. ૩૨. કાલુઘેલું બોલતી, હાથથી દાઢીના વાળને ખેંચતી, ખોળામાં રહેલી પિતાને સુખ આપનારી થઈ કારણ કે બાળકની સર્વ પણ ચેષ્ટા સુખ આપનારી થાય છે. ૩૩. માતાપિતાના સેંકડો મનોરથોની સાથે મોટી થતી, પ્રાયઃ સમચતુરસ શરીરના માનને ધારણ કરતી, લોકો વડે વિસ્ફારિત આંખોથી જોવાતી, બાળપણને વિતાવીને કુમારભાવને