________________
અભયકુમાર ચરિત્ર
૧૮૦ છે, સ્થિર છે, સકલ શાસ્ત્રનો જાણકાર છે, ગવિષ્ઠ-દુષ્ટ શત્રુ સમૂહના મર્મને ભેદનારો છે. બીજા ઉત્તમ નિર્મળ ગુણોથી પૂરો છે. ૬૨. અમારા જેવા પરાક્રમીઓ તેને બાંધવા માટે વારંવાર પણ ભેગાં થયા તો પણ તેને બાંધવા સમર્થ થયા નથી અથવા તો ઘણાં ઊંદરો ભેગાં થઈને બિલાડાના કંઠે ઘંટ બાંધી શકે? ૬૩. જેમ વારીના પ્રયોગનું કપટ રચીને હાથીને બાંધવો શક્ય છે તેમ આને ધર્મના કપટથી બાંધવો શક્ય છે. બીજી કોઈ રીતે મનુષ્ય, અસુરો કે દેવો આને બાંધી શકે તેમ નથી. કોણ અમને ધર્મનું મર્મ શીખવાડે? ૬૪. પોતાની સહાય માટે કામદેવની રતિ અને પ્રીતિ જેવી બે સ્ત્રીઓની માગણી કરું એમ વિચારીને આ વેશ્યાએ સમાન રૂપવાળી દ્વિતીય વયની બે સ્ત્રીઓની રાજા પાસે માગણી કરી. ૬૫. રાજાએ જલદીથી તેને બે સ્ત્રીઓ સહિત, પુષ્કળ ધન આપ્યું. અથવા અહીં સાધ્યની સિદ્ધિ માટે ક્યારેય ધનના વ્યયની ગણતરી કરાતી નથી. ૬૬. કપટ ક્રીડાની કોટડી સમાન તે ત્રણેય પણ સાધ્વીગણની સેવા કરતી પ્રગટપણે શ્રુત ભણવા લાગી. જાણે શું મોહનીય કર્મની પૂર્વની ત્રણ પ્રકૃતિનો પંજ ન હોય! (સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય) ૪૭. સાધ્વીની સેવાના પ્રભાવથી તેઓ જલદીથી બહુશ્રુત થઈ. ગાઢ માયાથી જ સુશ્રાવિકાના આચારનું પાલન કરવામાં નિપુણ થઈ. શું કાચમણિ ઈન્દ્રનીલની કાંતિને ધારણ નથી કરતું? ૬૮. સુસાધ્વીગણની તેવા પ્રકારની સેવા કરવા છતાં પણ તેઓના હૃદયમાં ધર્મરૂપી અમૃત પરિણામ ન પામ્યું. પંડ્ર નામની શેરડીના ખેતરની મધ્યમાં ઉગેલો નાનો તંબ શું મીઠાશને ગ્રહણ કરે છે? દ૯. જલદીથી સર્વ સામગ્રીને તૈયાર કરાવીને સતત કપટના એક માત્ર ચિત્તવાળી જાણે સાક્ષાત્ સર્વઘાતીની ત્રણ દુષ્ટ પ્રકૃતિઓ ન હોય તેમ તેઓ રાજગૃહ નગરી તરફ ચાલી. ૭૦. અહીં કરિયાણા વેંચવાથી ઘણો લાભ થશે એમ જાણીને સાર્થ નગરમાં જાય તેમ નિત્ય પ્રયાણ કરવામાં તત્પર, પરને ઠગવામાં એક ચિત્ત, બે તરુણીથી યુક્ત ચિરંતન વયવાળી વેશ્યા રાજગૃહ નગરમાં પહોંચી. ૭૧. તે પરિવારથી સહિત કયાંક ઉદ્યાનમાં ઉતરી. નગરમાં રહેલા જિનમંદિરોની ચૈત્યપરિપાટી માટે ઉત્કંઠિત થયેલી તે તુરત જ જાણે અભયને બાંધવાની વિધિની રંગભૂમિમાં પ્રવેશ ન કરતી હોય તેમ રાજગૃહી નગરીમાં પ્રવેશી. ૭ર.
ત્યાં સકલ પણ ચેત્યોને વાંદતી શુભ નિર્મળ સફેદ વસ્ત્રોને ધારણ કરતી, ત્રણવાર નિશીહિ નિસીહિ બોલતી વેશ્યા રાજાએ કરાવેલ સુંદર ઊંચા જિનમંદિરમાં પ્રવેશી. ૭૩. જિનમંદિર અતિ મજબુત બને એ હેતુથી નીચે ભૂમિમાં કઠણ પથ્થર આવે ત્યાં સુધી ઊંડે ખોદીને પાયો ભરવામાં આવ્યો હતો. અથવા તો ભીંતની સપાટીને સાફ કર્યા વિના ચિત્રની સંપદા દીપતી નથી. ૭૪. તે ચૈત્યનું આંગણું કાંતિથી યુક્ત, પ્રતિબિંબ ઝીલવાને યોગ્ય અને સર્વ બાજુથી સમતલ હતું. હે અહીં આવેલા લોકો ! મારી જેમ નિર્મળ સમતાથી યુક્ત બનો એમ જાણે ન સૂચવતું હોય! ૭૫ તે ચૈત્યની સારી ભાતિગળવાળી, પહોળ ૧, લાંબી પગથિયાની શ્રેણી અધિક શોભતી હતી. અહીં આરોહણ કરતા મનુષ્યોને આશ્ચર્ય કરતી હતી. એના ઉપર આરોહણ કરનારની સ્થિતિ હંમેશા જ મોક્ષ મહેલના શ્રેષ્ઠ શિખર ઉપર થતી. ૭૬. તે ચૈત્યની ત્રણેય બાજુ સુંદર દ્વારશાખ, સુકપાટ અને શ્રેષ્ઠ ઉત્તરાંગથી સુંદર ઊંચા અને પહોળા જાણે મનુષ્ય દેવ અને મોક્ષગતિના પ્રવેશ દ્વાર ન હોય તેવા સન્માનની જેમ દરવાજા શોભ્યા. ૭૭. જગતમાં ચંદ્ર એક છે એનો કોઈ અપવાદ ન બોલે તે માટે દેરાસરનો એકેક સ્તંભ ચંદ્ર જેવો નિર્માણ કરાયો હતો અને તે સ્તંભો સફેદ ઉન્નત અને જાણે જિનેશ્વર ભગવાનના કીર્તિસ્તંભ નહોય તેમ શોભ્યા. ૭૮. સંઘના પ્રવેશ મહોત્સવ માટે જાણે નિર્માણ ન કરાયા હોય તેવા ઉત્તમ એક ઘાટથી ઘડેલા (જેમાં સાંધો ન હોય તેવા) બંને બાજુ મુખ