________________
અભયકુમાર ચરિત્ર
૧૭૮ કરનારા યુદ્ધથી સર્યું. બુદ્ધિ લડાવીને કોઈક એવો ઉપાય કરું જેથી સુખપૂર્વક શત્રુને જીતી લઉ. ગોળથી મરી જતો હોય તો શું તેને કયારેય ઝેર અપાય? ૨૮. કહ્યું છે કે– સમસ્ત સુખનો હેતુ સામ હોવા છતા, પ્રવર ભેદને કરનારી બુદ્ધિ હોવા છતાં, દાનથી ઘણાં ભેદનું કાર્ય થઈ જતું હોય તો કોણ પ્રથમ દંડનીતિનો ઉપયોગ કરે? ૨૦. હે તાતપત્ની વસુધા ! તું શત્રુના ઘરે ન જતી એમ જણાવીને સચિવ શિરોમણિ અભયકુમારે દીનારોના દાબળા ભરી ભરીને શત્રુ સૈન્યની છાવણીના સ્થાને જમીનમાં દટાવીને પૃથ્વીની સારી રીતે પૂજા કરી. ૩૦. ગાઢ અંધકારરૂપી હાથીના મસ્તક ઉપર આરૂઢ થયેલ શત્રુ ચંડપ્રદ્યોત રાજા થોડા દિવસોમાં જાણે પોતે મોસાળે આવ્યો હોય તેમ હર્ષથી રાજગૃહી નગરીમાં આવ્યો. ૩૧. મેરુ પર્વત જેવા ધીર અવંતિ દેશના રાજ શિરોમણિએ વિવિધ પ્રકારના ઘોડા-રથ-હાથી-પદાત્તિના સમૂહથી જેમ કરોડિયો પોતાની લાળથી જાળને રચે તેમ નગરને ચારે દિશાથી સારી રીતે ઘેરો ઘાલ્યો. ૩૨. આ સામથી માને તેમ નથી કારણ કે અતિશય અભિમાની છે. દાનને ઉચિત નથી કારણ કે પોતે અસંખ્ય ધનવાળો છે. આ દંડ્યું નથી કારણ કે બહુ દંડથી ચંડ છે. આ આત્મા કેવળ ભેદને યોગ્ય છે. ૩૩. એમ વિચારીને બુદ્ધિમાન અભયે પોતાના આખ પુરુષોની સાથે જાણે તે પ્રદ્યોતરાજાને મૂળમાંથી ઉખેડી નાખવા પત્રિકા ન હોય તેવા એક લેખને મોકલ્યો. જલદીથી ચંડપ્રદ્યોત પાસે પહોંચીને આપ્ત પુરુષોએ માલવદેશના રાજાને ભગાડવા જાણે યંત્ર ન હોય એવા લેખને અર્પણ કર્યો. ૩૪. અને જેટલામાં રાજાએ સ્વયં એકાંતમાં લેખને વાંચ્યો તેટલામાં તેણે આ પ્રમાણે લખાણને વાંચ્યું. ૩૫. જેમ કૃતિકા તારાના છના ઝૂમખાંમાં કંઈ ભેદ નથી તેમ ચેટક રાજાની છએ પત્રીઓમાં હું કંઈ ભેદ જોતો નથી. મારે મન શિવા રાણી ચેલ્લણાથી અધિક છે. તમે મારા માસા થતા હોવાથી હું કંઈક કહેવા માગું છું. ૩૬. હે રાજનું! જેમ હંસ ચાંચથી દુધ અને પાણીને જ પાડે તેમ મારા પિતા શ્રેણિક રાજાએ દીનારની રાશિથી ભરેલી પેટીઓના દાનથી આ તારા સર્વે મુકુટ બદ્ધ રાજાઓને ફોડી નાખ્યા છે. (પોતાના પક્ષના કરી લીધા છે.) ૩૭. જેમ વિચાર વગરનો રાજા જનમાં આંતક ફેલાવનાર નિયોગી ચરટને પટ્ટમાં પોતાના દેશ આપે તેમ તારા મુકુટ બદ્ધ રાજાઓ નિશ્ચયથી તને બાંધીને શ્રેણીકને અર્પણ કરશે. ૩૮. જો તમને મારા વચનમાં વિશ્વાસ ન બેસતો હોય તો રાજાઓની નિવાસ ભૂમિની નીચે જલદીથી તપાસ કરાવો જેથી સાચા ખોટાનું ભાન થશે. પ્રત્યક્ષ પ્રમાણથી જણાઈ જતું હોય તો બીજા પ્રમાણની શી જરૂર છે? ૩૯. પછી તેણે પોતાના આખ પુરુષ પાસે એક મુગુટબદ્ધ રાજાની છાવણીની ભૂમિને ખોદાવી તો દીનાર ભરેલી પેટી જોઈ. શું આ વસુધાએ ભિન્ન ભિન્ન પ્રકારના પુત્રોને જન્મ આપ્યો છે?૪૦. વિસ્મયપૂર્વકના ભયથી આકુલ થયેલ મનવાળા ચંડપ્રદ્યોતે વિચાર્યું શું શ્રેણિકે મારા સેવકોને ધન આપીને પોતાને વશ કર્યા છે? વૃદ્ધાવસ્થાને પામતા આણે આવું કર્યું? ૪૧. જો કોઈપણ રીતે સ્વજનતાને છોડીને અભયે મને આ ન જણાવ્યું હોત તો આ લોકોએ મને રાજાને અર્પણ કરી દીધો હોત. શત્રુ પણ પંડિત હોય તો તે સારો છે. ૪૨. ચંદ્રની જેવી શીતળ અને અમૃત જેવી મીઠી વાણી બોલનાર અભય સમાન ભાઈ ન મળ્યો હોત તો મને બાંધીને શત્રુ રાજાને અર્પણ કરી દેત તો શું અહીં મારા માતાપિતા રાજ્યને કરત? ૪૩. ચિંતાના ભારથી દબાયેલો અને ભયના વશથી જેનો ધોતીયો ઢીલો થઈ ગયો છે એવો ઉજ્જૈનીનો રાજા ત્યાંથી નાશી ગયો. અભયના મંત્રરૂપી મેઘથી વ્યાકુલિત થયેલા કયા રાજહંસો મોઢે લઈને ભાગતા નથી? ૪૪. બખતર અને કવચને પહેરીને સૈન્ય સહિત શ્રેણિક રાજા નગરમાંથી નીકળ્યો અને જેમ રવૈયો ગોરીમાં રહેલા દહીનું મથન કરે તેમ છાવણીમાં રહેલા ચંડપ્રદ્યોત રાજાના સકલ સૈન્યનું ઈચ્છા મુજબ મથન કર્યું. ૪૫. શ્રેણીને તેના સૈન્યનું એવું મથન કર્યું કે કોઈપણ