________________
અભયકુમાર ચરિત્ર
૧૭૬ કરતા નથી. ૮૧. રાજાએ પુત્રને કહ્યું હે મહામતિ વત્સ અભય! તું જ હમણાં સચિવ સમૂહમાં શિરોમણિ વર્તે છે. ૮૨. પૃથ્વીમંડળ ઉપર તું જ પોતાની માતાનો પુત્ર છે. તું જ કલાના શ્રેષ્ઠ રસના કુંભનો ઉત્પાદક છે. ૮૩. જેમ ચૂડામણિ ગ્રંથનો જાણકાર ખોવાયેલી વસ્તુને શોધી શકે છે તેમ જેની પ્રાપ્તિની કોઈ સંભાવના ન હતી તેવા હારને તે લીલાથી મેળવી આપ્યો. ૮૪. એમ ઘણી પ્રશંસા કરતા રાજાએ પુત્ર ઉપર ઘણો પ્રસાદ કર્યો. કયો બુદ્ધિમાન આવા ઉત્તમ પુત્ર ઉપર યશનો કળશ ન ઢોળે? ૮૫. હે વત્સ! જ્યાં સુધી ચંદ્ર-સૂર્ય-પર્વત-પૃથ્વી, ક્ષીર સમુદ્ર છે ત્યાં સુધી આનંદ પામ ! પ્રજાના સર્વ અભિલાષને પૂરતો તું હર્ષથી રહે એ પ્રમાણે અભય મંત્રીને આશીર્વાદ આપતી ચેલ્લણાએ શું તેના નિર્મળ મહેલ ઉપર ધ્વજાનો આરોપ ન કરતી હોય તેમ પ્રસાદને કર્યો. ૮૬.
એ પ્રમાણે જિનપતિસૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિના ચરિત્ર અભયાંકમાં દિવ્યહારનું સાંધવું, તેની ચોરી થવી, તેના અનુસંધાનમાં આવેલી ચાર કથા અને હાર પ્રાપ્તિનું વર્ણન નામનો સાતમો સર્ગ પૂરો થયો. સકળ શ્રી સંઘનું કલ્યાણ થાઓ.
આઠમો સર્ગ આ ભરતક્ષેત્રમાં માલવ નામનો વિખ્યાત દેશ હતો. ધાન્યની ઘણી નિષ્પત્તિ થવાને કારણે શોભન નામે પ્રસિદ્ધ થયો. જેનું પરિમાણ (ક્ષેત્રફળ) ૧૮ લાખ, ૯૨ હજાર હતું. ૧. તે દેશમાં વિવિધ પ્રકારના વસ્ત્રોની પ્રાપ્તિ સુલભ હતી. ઘઉનો દેશ હોવાને કારણે ઘણાં ખાજાનું ભોજન કરીને અહીં ગરીબ લોક પણ સુખેથી નભતો હતો. અથવા તો આચ્છાદન અને પેટપૂર્તિ એ બેની વાંછાથી અહીં વસતો હતો. ૨. હું માનું છું કે ઊંચે ઊંચે ઉછળતા મોજાના સમૂહથી ભય ઉત્પન્ન કરે તેવા સ્વરી પાણીથી બે કાંઠે વહેતી નદીઓને જોઈને ઉત્પન્ન થયેલ ભયના ભારથી દુષ્કાળે એક પગલું પણ ક્યારેય ન ભર્યું. ૩. માલવ દેશમાં વિશાળ ઉજ્જૈની નામની નગરી છે. બીજી એવી કઈ નગરી છે જે આ નગરીની આગળ શાંત ન થઈ હોય. અર્થાત્ ઉજ્જૈન નગરી બધા કરતા ઉત્તમ હતી. માલવ દેશમાં આવેલી હોવા છતાં ઘણી ઐશ્વર્યવાળી હતી. આશ્ચર્યકારી એક રૂપવાળી હોવા છતા વિત્રિી રૂપવાળી હતી. ૪. શેવાલરૂપી નીલ વસ્ત્રોવાળી, ખળખળ કરતા અવાજના નાદથી સનૂપુરવાળી, ઘણા પાણીના અતિશયથી જેનો મધ્યભાગ હંમેશા લીલોછમ હતો, વિશાળ મોજાના ભુજાવાળી, કમળોના મુખવાળી, સખીની જેમ ઉજ્જૈની નગરીના પડખાને નહીં છોડતી સીપ્રા નામે નદી હતી. ૫. તે લક્ષ ઉપર એક દષ્ટિ કરનાર ઘણાં માછીમાર-રાજહંસ– માછલાના સમૂહ–મેંઢક–સારસ–સાપ અને કમળોથી ભરેલી હતી. વિવિધ પ્રકારના મોટા મોજાઓને ભાંગવામાં કુશળ વિશાળ શિપ્રા નદી ઉજ્જૈની નગરીની જેમ શોભતી હતી. ૬. જુદા જુદા રાજાઓના મસ્તકના મુગુટમાં ઝળહળતા મણિઓનો સમૂહ જેના ચરણ કમળને ચુંબન કરતો હતો. એવો સૂર્યની જેમ ઉગ્ર તેજનું ધામ ચંડપ્રદ્યોત રાજા તે નગરીમાં હતો. ૭. ધનુષ્યતોમર–કૃપાણ–બાણના સમૂહથી ચંડપ્રદ્યોતના ભયંકર યુદ્ધને જોઈને શત્રુ રાજાઓનો ગર્વ ગળી ગયો, પોતાના મુખમાં આંગળી નાખીને પ્રાણોની યાચના કરતા શત્રુ રાજાઓ ઉલટાનું તેનું રક્ષણ કરનારા થયા. ૮. પૃથ્વીના મુકુટ સમાન અન્ય રાજાઓથી આની સરસાઈ થોડી નહીં પણ ઘણી થઈ કારણ કે આણે પ્રથમ શત્રુરાજા પાસેથી કરીને ગ્રહણ કર્યું અને પાછળથી પોતાનું પણ તેઓને આપ્યું. ૯.
કયારેક ચૌદ રાજાઓથી યુક્ત, ઉગ્રબળી પ્રદ્યતન રાજા રાજગૃહને ઘેરો ઘાલવા ઉજ્જૈનીપુરીથી