________________
સર્ગ-૮
૧૭૭ ચાલ્યો અથવા વિજયની કાંક્ષા રાજાઓનું ભૂષણ છે. ૧૦. આગળના પગથી સતત કુદતા, બંને પડખે ચામરની શ્રેણી રૂપી પાંખને ધારણ કરતા, સૂર્યના ઘોડાઓને ભેટવા માટે જાણે નિશ્ચય ન કર્યો હોય તેવા મારમાર કરતા ઘોડાઓ ચાલ્યા. ૧૧. ઘંટના રણકારથી પક્ષીઓને બહેરા કરતા, આકાશમાં ઉછળતા, સુવર્ણકુંભના ઊંચા દંડોને ધારણ કરતા, ચારે બાજુથી જાણે દેવોના ચર વિમાનો ન ચાલ્યા હોય તેમ શ્રેષ્ઠ વેગવાળા અશ્વરથો શોભ્યા એમ હું માનું છું. ૧૨. સિંદુરના પૂરથી ભરાયેલ કુંભતટવાળા, તમાલપત્રની શ્રેણી સમાન કાળા ડિબાંગ શરીરવાળા હાથીઓ શોભ્યા. હું માનું છું કે શું મેઘવાહન દેવે આને પોતાના આ વાહનો રૂપી ચંચળ વાદળોને મોકલાવ્યા છે. ૧૩. તલવાર, ધનુષ્ય–બાણ વગેરે વિવિધ પ્રકારના પ્રહરણોને ધારણ કરતા, સન્મુખ કૂદકા મારતા પદાતિઓને જોઈને આ જનમારક લોક (પદાતિ) મને મારશે એમ સમજીને જાણે ભય-ન પામેલ હોય તેમ યમરાજ અદશ્ય થયો. ૧૪. શ્રેષ્ઠ ઘોડાઓએ તીક્ષ્ણ ખરોથી અખિલ ભૂમિ પરના સકલ શલ્યોને મૂળમાંથી જ ઉખેડી નાખ્યા. જેમ હળથી જમીન ખેડાય તેમ સુતીક્ષ્ણતર ચક્રની ધારવાળા રથોથી તુરત જ માર્ગોને ખોદી નાખ્યા. ૧૫. પાછળ આવતા ગોળ રોટલી જેવા હાથીના પગથી ભૂમિ સપાટ કરાઈ. સીમા વિનાના મોટા હાથીના વૃંદના ગંડસ્થળમાંથી ઝરતા મદના પ્રવાહોથી ભાદ્રપદના વાદળની જેમ માર્ગ સિંચાયો. ૧૬. પોતાની સામગ્રી ભરીને પાછળ ચાલતા ગાડાઓ વડે માર્ગ ફરીથી ખોદાયો. બહુ ધાન્યની ગુણીઓને વહન કરતા બળદો ઉપરથી વેરાતાધાન્યથી વિશાળ ભૂમિનળ ઉપર બીજનો ક્ષેપ થયો. અર્થાત્ વાવણી થઈ અને સુખપૂર્વક ખેતીનું કાર્ય થયું. ૧૭. જનતા વડે આશ્રય કરાયેલી હોવા છતાં મારા સ્વામીની આ પૃથ્વી કેવી રીતે પીડિત કરાઈ એમ અધિક ગુસ્સે થયેલી કૂદતા ઘોડાના ખુરના ઘાતથી ઉછળેલી રજે તેના આખા સૈન્યને આંધળું કર્યું. ૧૮. અત્યંત પ્રચંડ પવનથી અત્યંત ગાઢ ધૂળની ડમરી ઊંચે ચારે બાજુ ફેંકાઈ જાણે એક આતપત્રની જેમ પૃથ્વીના રાજ્યને કરવા માટે સંપૂર્ણ આકાશમાં ફેલાઈ ગઈ. ૧૯. પાછળ પોતાના પૂરના કારણે વિસ્તૃત થતી ધૂળની ડમરીએ પ્રકાશ પાથરતી કાંતિનો લોપ કરીને સૂર્ય અને ચંદ્રને આચ્છાદન કર્યા અથવા તો આ નીચ લોકો ઉન્નતિને પામીને બીજું શું કરે? ૨૦. રજે વૃક્ષોને, પર્વતના શિખરોને, જળાશયોને, કાષ્ઠોને અધિક કલુષ કર્યા. અથવા તો જીવ સ્વયં
સ્ફટિકની જેમ નિર્મળ હોવા છતાં કર્મની રજથી મલિન કરાયો છે. ૨૧. રજથી ખરડાયેલ કાકોલ-ઘુવડ– કોકિલ–મોર-પોપટ–દ્ધિક વગેરે અને હંસ સારસ વગેરે આકાશમાં ઊડતા એક સરખા દેખાયા. ખરેખર રાગના ઉદયમાં મુનિઓ પણ ગૃહસ્થની તુલ્ય થાય છે. ર૨. રસ્તામાં બીજા ઘણા દેશના રાજાઓને જીતીને તેના સૈન્યોની સાથે પોતાના સૈન્યથી ભૂમિપીઠને ભરી દેતો ચંડપ્રદ્યોત રાજાને આવતા શ્રેણીક રાજાએ સાંભળ્યું. કારણ કે રાજાઓ અહીં હજાર આંખવાળા હોય છે. ૨૩. રાજાએ હૈયામાં વિચાર્યું. હું અલ્પબળવાળો છું અને આ ચંડપ્રદ્યોત મહાબળની જેમ ઘણો બળવાન છે. હું એનો કેવી રીતે સામનો કરી શકીશ? સમુદ્રની ભરતીને રોકવા કોણ સમર્થ થાય? ૨૪. સિંહથી ત્રાસ પમાડાયેલ હાથીની જેમ આકલમનવાળા રાજાએ શું કરવું એમ વિમાસણમાં પડ્યો અને લક્ષ્મીના ધામ અભયકુમારના મુખકમળ ને જોયું. કેમકે રોગથી પીડાયેલાએ વૈદ્યનો આશરો લેવો જોઈએ. ૨૫.
પછી રાજાના ભાવને જાણીને અભયકુમારે અંજલિ જોડીને પ્રગટ થયેલ શ્રેષ્ઠ વર્ણવાળા, ભય વગરના ઘણાં પરાક્રમી શ્રેણીક રાજાને જણાવ્યું. કેમકે બુદ્ધિમાનો આકારથી પરચિત્તને જાણનારા હોય છે. ૨. હે તાત ! હે નાથ ! ચિત્તમાં શેની ચિંતા કરો છો? તમારા પ્રસાદના કારણે હું પદાતિ થયો છું. હું શત્રની સાથે લડી લઈશ. અથવા લોકમાં ઈન્દ્રની સાથે ગરુડનું યુદ્ધ નથી સંભળાયું. ૨૭. અથવા જીવરાશિનો સંહાર