________________
અભયકુમાર ચરિત્ર
૧૭૦ હાથીના ભયથી કોઈક લોક ક્યાંક દશે દિશાને લઈને પલાયન થયો. હાથીના સૂસવાટાને કોણ સહન કરે? ૩. જેમ ધાડ પાડનારો દુકાનમાં રહેલા ધાન્યના કુંડમાં હાથ નાખે તેમ હાથીએ ક્ષણથી મારા રથમાં સૂંઢ ભરાવી. ૪. વાહનમાંથી ઉતરીને હું ક્ષણથી હાથીને ભગાડવા લાગ્યો. કેમ કે કુશલતા બતાવવાનો આ અવસર છે. ૫. ક્ષણથી બે દાંતની અંદર, ક્ષણથી બે પગની વચ્ચે, ક્ષણથી પાછળના ભાગે, ક્ષણથી બંને પડખે, ક્ષણથી આગળ, ક્ષણથી દૂર જેમ આશામાં પડેલા વણિક પુત્રને વચનની ચતુરાઈથી ધનવાન ભગાડે તેમ મેં તેને ભગાડીને ખેદ પામ્યો. ૭. પાછળ પડેલો મદધારી હાથી અને મારી નાખશે. બિલાડાની સામે દોટ મુકતા ઊંદરનું શું કલ્યાણ થાય? ૮. પોતાના બળનો વિચાર નહીં કરતો આ વૈદેશિક મદ ભરાયેલા હાથીને છંછેડે છે એમ લોકો બોલતા હતા ત્યારે મેં તેને એવો ખેદ પમાડ્યો કે જેમ વિરેચનથી મનુષ્ય હતાશ થાય તેમ ભયથી નિસ્પંદ થયો. ૧૦. પછી ક્ષેપકમુનિ ક્ષપકશ્રેણીના શિખર ઉપર આરૂઢ થાય તેમ હું હાથીની પીઠ ઉપર ક્ષણથી આરૂઢ થયો. ૧૧. સકલ જન જયારવ કરે છતે મેં સંતુષ્ટ થયેલા મહાવતોને હાથી સોંપ્યો. ૧૨. હું ફરી રથ ઉપર ચડ્યો ત્યારે મારી કલાને જોઈને છક થયેલી પણ્યાંગના સ્નેહની પરમ કોટિ ઉપર આરૂઢ થઈ. ૧૩. અમે બંને ક્ષણથી ચૂના જેવા સફેદ મહેલમાં પહોંચ્યા અને ક્ષણમાત્ર વિનોદને કરતા અતિ પ્રમોદથી ત્યાં રહ્યા. ૧૪.
પણાંગનાએ કહ્યું : મારે આજે રાજમંદિરે નૃત્ય કરવાનો વારો છે. વેશ્યાઓ આવા પ્રકારના વ્યવસાયવાળી હોય છે. ૧૫. તમે હમણાં રાજકુલમાં આવી અને મારા નૃત્યને જુઓ. કલાવિજ્ઞ પ્રિયપાત્ર જેને જુએ તે જ કલા છે. ૧૬. મેં કહ્યું હું રાજમંદિરે નહીં આવું. વિદ્વાનોની ગણતરીમાં કોણ પંચમ થાય? ૧૭. પછી મને છોડીને એકલી મગધસેના નૃત્ય કરવા રાજમંદિરે ગઈ. બુદ્ધિમાન પોતાના અપવાદનું રક્ષણ કરે છે. ૧૮. જેમ દેવીઓ સુધર્મસભામાં જાય તેમ તે તારા (અભયકુમારના) પિતા–અમાત્યસામંત-શ્રેષ્ઠી વગેરેથી અલંકૃત સભામાં ગઈ. ૧૯. રંગભૂમિમાં પ્રવેશીને આણે આશીર્વાદપૂર્વકની દેવસ્તુતિને કરી કેમકે બુદ્ધિમાનોનો આ આચાર છે. ૨૦. જન્મ સ્નાન પ્રસંગે મેરુપર્વતના વિશાલ ઊંચા શિખર ઉપર હૂહૂ વગેરે દેવોએ મધુર ગાંધારગ્રામથી રમ્ય ગીતો ગાયા ત્યારે રંભા–મેના–ધૃતાચી વગેરે દેવીઓએ જેની આગળ નૃત્ય કર્યું હતું તે મહાવીર પરમાત્મા તમારા શાશ્વત કલ્યાણને બતાવો. ૨૧. વાજિંત્રમાં નિપુણોએ તકાર–ધોકાર જેવા નાદોથી ત્રણ પ્રકારના મૃદંગોને વગાડ્યા. રર. પછી નિપુણ વિણા વાદકોએ ક્રમ અને ભૂતક્રમપૂર્વકના ઘણાં પ્રકારના તાનોની સાથે વીણાને જલદીથી વગાડી ૨૩. અને વિણવિકોએ (મોરલી વગાડનારા) અનેક સ્વરના સંચારવાળી અત્યંત મધુર સ્વરવાળી નિપુણતાથી (સુંદર) મોરલીને વગાડી. ૨૪. હાથ તાળીઓને લઈને ગાતી ગાયનીઓએ વસંતશ્રી-રાગ–મધુવાદ વગેરે ઉત્તમ ગીતોને ગાયા. ર૫. ઉત્તમ વેશથી વિભૂષિત મગધસેના વેશ્યા વિવિધ પ્રકારના અંગહારના અભિનયોથી યુક્ત, જમીન અને આકાશમાં જેની ગતિ છે એવું, ભ્રકુટિ–હાથના પ્રક્ષેપોવાળા નવા નવા હાવભાવોથી સુંદર નૃત્ય કરવા પ્રવૃત્ત થઈ. ૨૭. આ નૃત્ય કરતી હતી ત્યારે સકલ પણ સભાજન ચિત્રમાં આલેખાયેલની જેમ અથવા સ્તંભમાં કોતરાયેલની જેમ સ્તબ્ધ થયો. ૨૮. તેના ઘરમાં રહેતા મેં ત્યારે વિચાર્યું હમણાં સકલજન નાટક જોવામાં વ્યગ્ર છે. ૨૯. રાજાના મહેલમાં જઈને મૃગના પૃચ્છના ભાગને કાપીને તેનું માંસ ગ્રહણ કર્યું? મોહાંધ શું નથી કરતો? ૩૧. રક્ષાપાલોને ખબર પડી ગઈ એટલે જઈને રાજાને જણાવ્યું કે હે સ્વામિન્ ! કોઈએ આવીને મૃગના પૂંછને કાપી લીધું છે. ૩૨. રાજાએ રંગમાં ભંગ પડવાના ભયથી તેઓને ઉત્તર ન આપ્યો. કોઈક પ્રસંગે એક લાખનું નુકસાન થાય તો પણ રાજાઓ સહન કરી લે