________________
સર્ગ-૭
૧૬૯ એમ બાકીના સ્ત્રી પુરુષો પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. ૭૧. જેમ દીપડાથી હરિણી ભય પામે તેમ હું આ પાપીથી ભય પામું છું. અરે અરે ! અહીં કોઈ એવો છે જે કાળી ચૌદશના દિવસે જન્મ્યો હોય. ૭ર. કે જે મને આ પાપીથી છોડાવે એમ વિલાપ કરતી તેને જોઈને મને કરુણા ઉત્પન્ન થઈ. ૭૩. જેમ કામદેવ જીવને હૈયામાં વધે તેમ ધનુર્વેદને જાણનારા મેં કાન સુધી બાણને ખેંચીને આને પાદતલમાં વધ્યો. ૭૪. ત્યારે ઘાથી પીડાયેલ ખેચરના હાથમાંથી વેશ્યા જલદીથી પડી. અથવા શું અન્યાય કયાંય ફળે? ૭૫. તથા વેશ્યા પાણીમાં એ રીતે પડી જેથી તેના હાડકા ભાંગવાનું તો દૂર રહો પણ એનો એક પણ વાળ પણ વાંકો ન થયો. ૭૬. સરોવરમાંથી નીકળીને તે મારી પાસે આવી. ઉપકાર ગુણથી ખેંચાયેલો કોણ કોનું સાનિધ્ય નથી કરતો? ૭૭. અંજલિ જોડીને મગધસેનાએ કહ્યું : હે સ્વામિન્! એક ક્ષણ આ શીતલ કેળ ઘરમાં પધારો. ૭૮. મને ત્યાં લઈ જઈને દાસીઓ પાસે તેલથી મારું સુખપૂર્વક અત્યંગન કરાવ્યું. હું માનું છું કે તેણીએ પોતાના અંતરના સ્નેહને મારા શરીરમાં લેપ કરાવ્યો. ૭૯. સુગંધિ પાણીથી સ્નાન કરાવીને અને વિલેપન કરાવીને મને બે સુંદર વસ્ત્રો પહેરાવ્યા. ૮૦. તેણીએ કાવ્યની જેમ ઉત્તમ શાકવાળું, વિવિધ પ્રકારના રસવાળું, સુપરીપકવ ભોજન મને કરાવ્યું. ૮૧. દાસીઓએ પલંગ ઉપર રહેલા મારી ઉત્તમ વિશ્રામણા કરી. જેણે વિદ્વાનના પડખા સેવેલા તેની પાસે કોઈક કલા સંભવે છે. ૮૨. કુલજ્ઞમાં એક શિરોમણિ મગધસેનાએ શધ્યામાં રહેલા મને પરમ આદરથી કહ્યું ઃ ૮૩. તમે કોણ છો? કયા હેતુથી અને કયા સ્થાનથી તમે આવ્યા છો? સજ્જન મહાપુરુષોના ચરિત્રને સાંભળવા યોગ્ય છે. ૮૪.
મેં મારી કથની કહેવાનું શરૂ કર્યું. હે કૃતજ્ઞા ! હે વરવર્ણિની ! હું અમુક નામનો શ્રેષ્ઠી પુત્ર અવંતિનગરીનો રહેવાસી છું. ૮૫. અત્યંત ભક્ત, શીલ લજ્જાથી યુક્ત, મૃગપૃચ્છના માંસની અર્થિણી પત્નીએ મને આ કાર્ય માટે મોકલ્યો છે. ૮૬. તેને સાંભળીને બુદ્ધિમતી વેશ્યાએ કહ્યું હે જીવિતદાયક! હે આર્યપુત્ર! પોતાની પત્ની દુરશીલા છે એમ જાણવું. ૮૭. જો તારી પત્ની સુશીલ હોત તો તને આ રીતે ન મોકલ્યો હોત. બુદ્ધિમાનો પરોક્ષ વસ્તુને અનુમાનથી જાણે છે. ૮૮. જો તે ભક્તા હોય તો તને કષ્ટ કર્મમાં ન નાખત. કોળિયો મીઠો લાગતો હોય તો કોણ ઘૂંકી દે ? ૮૯. સ્ત્રીઓના સ્વભાવને અમે જ જાણીએ છીએ. ખરેખર સાપના ચરિત્રોને સાપ જાણે છે. ૯૦. તેના વચનને નહીં સહન કરતા મેં કહ્યું : હે સુંદરી તું આવું ન બોલ કારણ કે તે શીલ અને ભક્તિનો ભંડાર છે. ૯૧. હું જ એને ઓળખું છું. મેં તેને હંમેશા શીલવંતી જોઈ છે. ચકોર જ ચંદ્રિકાને યથાસ્વરૂપે જાણે છે. ૯૨. જેમ કામુક ધનનો ક્ષય કરાવનારી અમારામાં ગુણને જુએ છે તેમ જે જ્યાં રાગી હોય તે ત્યાં ગુણને જુએ છે. ૯૩. એ પ્રમાણે સારી રીતે વિચારીને તે વિચક્ષણ વેશ્યા મૌન રહી. કારણ કે અત્યંત ભારપૂર્વક રજૂ કરેલ હોય તેને બીજો કારણ માને છે. ૯૪. વેશ્યાએ સ્કુરાયમાન થતા કાંતિના સમૂહથી દિશારૂપી આકાશને ઉદ્યોતિત કરતા પોતાના ઉત્તમ મુગુટને ઉતારીને મારા માથે પહેરાવ્યો. અહો ! વેશ્યામાં પણ કોઈક કૃતજ્ઞતા દેખાય છે. ૯૬. હું હર્ષપૂર્વક વેશ્યાની સાથે રહ્યો તેટલામાં સંધ્યાકાળ પ્રવર્યો. તેણીએ મને કહ્યું હે સ્વામિન્ ! આપણે હમણાં નગરમાં જઈશું. ૯૭. મારો દાક્ષિણ્યનો સ્વભાવ હોવાથી મેં તેનું વચન માન્યું. કોણ કૃતજ્ઞના વચનનો નિષેધ કરે? ૯૮. ચાકરોએ તેને માટે રથના ઘોડા તૈયાર કર્યા. કેટલીક વેશ્યાઓ રાણી સમાન હોય છે. ૯૯. વાજિંત્રો વાગે છતે, અંગનાગણ નૃત્ય કરે છતે, ચચ્ચરી અપાએ છતે બંદીવાનોએ નારાઓ બોલાવ્યું છતે હું મગધસેનાની સાથે રથમાં બેઠો અને દેવની છટાથી નગરમાં પ્રવેશ્યો. ૭૦૧. તેટલામાં જાણે જંગમ અંજનગિરિ ન હોય તેવો મટે ભરાયેલો હાથી આલાન સ્તંભને ઉખેડીને લોકોની સન્મુખ દોડ્યો. ૭૦ર.