________________
અભયકુમાર ચરિત્ર
૧૩) પટ્ટવિલાસી ખગ્નની જેમ શોભતું હતું. ૬૭. જે ચક્રવાક પક્ષીરૂપી સુવર્ણના આભૂષણોવાળા વાયુથી ઉછળતા મોજારૂપી હાથથી કાંઠા ઉપર રહેલા વૃક્ષોરૂપી પુત્રોને જાણે હર્ષથી ભેટવા ઈચ્છે છે. ૬૮. અને જે હંસના સ્વરથી ક્રીડા કરતો હતો, મધુરનાદથી ગુંજારવ કરતો હતો આમ વિવિધ ક્રિયાને કરીને પૃથ્વી ઉપર સ્થપાયેલ અદ્વૈતવાદનું ખંડન કરે છે. ૬૯. હે પ્રિયા! તે સરોવરને જોતા હું મનમાં જે આનંદ પામ્યો તેનું વર્ણન કરવું શક્ય નથી. પરંતુ બીજી મધુરતાનો મેં જે અનુભવ કર્યો તે મને યાદ આવે છે. તે આ પ્રમાણે૭૦.
હે પ્રિયા ! ત્યાર પછી મને ચેતના આવી. મન પ્રફુલ્લિત થયું. ઈન્દ્રિયોની સાથે રોમાંચો પુલકિત થયા. અથવા આ પાણી એ જ અમૃત છે. ૭૧. જેમ પરાક્રમી ક્ષત્રિય શત્રુ સૈન્યનું મથન કરવાને પ્રવેશે તેમ હું હર્ષથી પાણીના પૂરમાં પ્રવેશ્યો. ૭ર. હે દેવી! માછલાની જેમ મેં સ્વેચ્છાથી પાણીનું વિલોડન કર્યું. તથા મરૂભૂમિના મુસાફરની જેમ જલદીથી પાણી પીધું. શૌચવાદીની જેમ સ્નાન કર્યું. ૭૩. પાણીમાં કરવાની ક્રિયાને કરીને જેટલામાં હું હર્ષથી બહાર નીકળ્યો તેટલામાં સરોવરમાંથી બહાર નીકળતી સુતનુ કન્યાને જોઈ. ૭૪. તેનું રૂપ જોઈ વિસ્મિત થઈ મેં વિચાર્યુઃ જેણે પોતાની પુત્રીને છોડી નથી તે પ્રજાપતિએ આને બનાવીને તેના ઉપર લોભાયો નથી તે મને અહીં આશ્ચર્ય લાગે છે. ૭૫.
આ નાગકન્યાનું રમ્ય મુખ જોઈને રંભાએ અરીસામાં પોતાનું મુખ જોયું. એટલે ક્ષણથી પોતાનું અભિમાન ઓગળી ગયું. પછી રંભાએ મોટેથી નિઃશ્વાસ મૂક્યો તેથી ચંદ્રરૂપી દર્પણમાં કાલિમા થઈ. લોક જે ચંદ્રના લાંછનને કહે છે તે ખોટું છે એમ અમે માનીએ છીએ. અર્થાત્ કાલિમા ચંદ્રનું લાંછન નથી પણ રંભાનો નિઃશ્વાસ છે. કહેવાનો ભાવ એ છે કે નાગકન્યા રંભાથી પણ સ્વરૂપવાન હતી. ૭૭. બે આંખમાંથી કટાક્ષરૂપી બાણને ફેંકવા માટે ધનુષ્ય સમાન આ નાગકન્યા, સર્વ જ ચરાચર ભુવનને જીતવા તૈયાર થયેલ કામદેવના હાથમાં હોત તો કંદમૂળ-ફળ-પત્ર ખાનારા ઊભા ન રહી શકત અર્થાત્ જેનેતર મુનિઓનું પતન કરત. પક્ષ–બહુમાસ–વર્ષ પર્યત આરાધના કરનારા ન ટકત અથવા યોગીઓ પણ ન ટકત. કહેવાનો ભાવ એ છે કે કામદેવ નાગકન્યાના રૂપથી બધાને વશ કરી લેત. ૭૯. હે પ્રિયા ! હું ધ્યાન કરતો હતો ત્યારે નાગકન્યા સરોવરમાંથી નીકળીને વડના ઝાડ નીચે રહી. મેં સ્વયં માન્યું કે એ વડની અધિદેવતા છે. ૮૦. હે રૂપશાલિની ! પછી ગોનસ સાપ ક્ષણથી વૃક્ષ ઉપરથી ઉતર્યો. હર્ષ પામેલો કાલપાશની જેવો ભીષણ નાગકન્યા પાસે આવ્યો. ૮૧. જેમ ઉત્તમ નટી નાટકમાં સીતાના રૂપને છોડીને રાક્ષસીના રૂપને ધારણ કરે તેમ પોતાના અદ્ભુત રૂપને છોડીને નાગકન્યા તત્પણ સર્પિણી થઈ. ૮૨. મારી દેખતા હર્ષથી તેની સાથે સુરત ક્રીડા કરવા પ્રવૃત્ત થઈ. દર્પથી જેની વિવેકચક્ષુ મીંચાઈ ગઈ છે એવા જીવોને લજ્જા ક્યાંથી હોય? ૮૩. હે પ્રિયા! અકૃત્ય કરનાર પોતાની સ્ત્રીને જોઈને જેમ કોપ પામે તેમ હું તેના ઉપર કોપ પામ્યો. અહો ! કુલને કલંક આપનારું સ્ત્રીનું ચરિત્ર કેવું છે ! ૮૪. નહીંતર કામથી પીડાયેલી આ નાગકન્યા કૃત્રિમ સર્પિણીનું રૂપ બનાવીને કેવી રીતે સાપની સાથે રમે ? અથવા સ્ત્રી કુપાત્રને વિષે રમે છે ! ૮૫. આ પણ લજ્જા વિનાનો મારી સમક્ષ મનુષ્ય સ્ત્રીનું ધર્ષણ કરે છે. અથવા તો કૂતરા સમાન કુત્સિત આચરણ કરનારાને લજ્જા ક્યાંથી હોય? ૮. આ નિષ્ઠુર કામદેવે ભુવનમાં કોની કોની વિડંબના નથી કરી ? પરંતુ કામદેવ બાણ વિના આ વિશ્વને ધારણ કરી રાખે છે તો ઉદ્ધત આંખોવાળા આ બેને શું ન ધારણ કરે ? ૮૭. તેથી આ બે પાપીઓને હું શિક્ષા કરું જેથી બીજો આવું વર્તન ન કરે. દુષ્ટને શિક્ષા અને શિષ્ટનું પાલન રાજાઓનો ધર્મ છે. ૮૮. જેમ શિક્ષક નવા ઘોડાને ચાબુકથી મારે