________________
અભયકુમાર ચરિત્ર
૧૪૦ જન્મ થયે છતે શું માતાપિતા પોતાના મનોરથો પૂરતા નથી? ૯૫. એકવાર તેણે સમાન સગોત્રની સાક્ષીમાં પુત્રનું ગુણ નિષ્પન્ન નામ પાડ્યું આ મેતવંશમાં આર્ય થયો છે તેથી તેનું નામ આર્ય સહિત મેત થાઓ. અર્થાત્ મેતાર્ય નામ રાખ્યું. ૯૬. શુકલ પક્ષના બીજના ચંદ્રમાની જેમ તે દિવસે દિવસે વધ્યો. પિતાએ ઉપાધ્યાયની પાસે બધી કલા ભણાવી. ૯૭. જેમ કાચી કેરી ખટાશને છોડીને મીઠાશને પ્રાપ્ત કરે તેમ બાળપણ ઓળંગીને તે પણ સુંદર રમણીઓને મોહિત કરે તેવા યૌવનને પામ્યો. ૯૮. જેમ મિત્ર મંત્ર કાર્ય કરવા વિચારણા કરવા) પ્રેમપાત્ર મિત્રના ઘરે આવે તેમ દેવ શુદ્ધબોધિ પમાડવા તેની પાસે આવ્યો. આ સંસારમાં મોહના સંકજામાંથી છૂટવું દુરંત છે. ૩૦૦. મેતાર્ય યાનમાં બેસીને નગરમાં ભમતો હતો. તેને પ્રતિબોધ કરવા પૂર્વના મિત્ર દેવ દેવમાયા કરી મેદન અને મેદિનીનું રૂપ લીધું. મેદને આંસુ સહિત કહ્યું. ૩૦૧. કદાચ આ મારો પુત્ર હોય તેથી હું આ પ્રમાણે ઉપાય રચું. એમ દેવમાયાથી મેદિનીએ પતિને યથાસ્થિત હકીકત કહી. આ આપણો પુત્ર છે તેને તમે ગ્રહણ કરો. ૨. જેમ કર્મયોગીઓના મનને ઉપશમ શ્રેણીના ટોંચ (અગિયારમાં ગુણ સ્થાનક) ઉપરથી નીચે પાડે તેમ દેવે તેને શિબિકામાંથી ઉંચકીને ક્ષણથી નીચે ખાડામાં નાખ્યો. ૩. સ્વજનોના મુખ ઉપર કાલિમાને ચોપડીને કાલદૂતની જેમ ભસ્ન કરતો ઉન્મદ મદન બંદીની જેમ ખેંચીને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. ૪. મેતાર્ય ગંધાતા પાણીવાળા, કાદવ-કીચડ સમાન, ઘણી માખીઓથી વ્યાકુળ બણબણતા મેદનના ઘરે રહ્યો. અરેરે ! મેં આ શું કર્યું એમ અત્યંત વિલખો થયો. ૫. તેને વિલખો જોઈને દેવે પોતાને પ્રગટ કરીને કહ્યું : હે મિત્ર! મેં તને ઘણાં પ્રકારે બોધ કર્યો. તું સર્વ જાણતો હોવા છતાં કેમ પ્રમાદ કરે છે. દ. શ્રેષ્ઠીપુત્રે દેવને કહ્યું છે દેવબાંધવ! હું આ સર્વ જાણું છું પરંતુ હમણાં હું દીક્ષા લેવા સમર્થ નથી. ખરેખર મારા જેવા જીવો કાયર છે. ૭. તેથી પ્રસન્ન થઈને મને બાર વરસની મુદ્દત આપો. પછી તમે જેમ કહેશો તેમ જલદી કરીશ કેમકે તમે મારા ગુરુ છો. ૮. ઉત્તમ દેવે કહ્યું બીજું તને મનમાં જે ગમતું હોય તે કહે તેને પણ હું પૂરું. સ્નેહ જીવોનો શું નથી કરતો? ૯. આણે પણ હર્ષથી કહ્યું હે દેવ! રાજપુત્રીને અપાવ જેથી મારી હીનકળની નિંદનીયતા જાય. ખરેખર લાભથી લોભ વધે છે. ૧૦. હે ભાઈ ! દાન આપવાથી કાષ્ઠના દેવની પ્રતિમાનું મુખ ઉઘળી જાય છે તેથી તારે આદરથી રાજાને ભેટશું આપવું. ૧૧. આ બકરો છાણમાં જાન્યરત્નના સમૂહને નક્કીથી હગસે એમ કહીને દેવપુંગવે આને સુંદર બકરો આપ્યો. ૧૨. અતિ હર્ષિત શ્રેષ્ઠીપુત્ર (મેતાર્ય) લાભની જેમ મૂર્તિમાન બકરાને લઈને ગયો અને લક્ષણવંત વચ્છરાની જેમ ઘરના આંગણે બાંધ્યો. ૧૩. તેવા પ્રકારના દેવના પ્રભાવથી બકરો દરરોજ મણિઓની લીંડીઓ કરે છે. તેનો પિતા શ્રેષ્ઠી ઘણાં રત્નોના થાળ ભરીને મેતાર્યને રાજમંદિરે લઈ ગયો. ૧૪. સંપૂર્ણ ભટણું ધરીને રાજાને કહ્યું : પોતાની પુત્રીને મારા પુત્ર જોડે પરણાવો. ખરેખર સ્નેહીજનો અમારા વિષયને જાણે છે. ૧૫. હે વૃદ્ધ! તું અત્યંત અજુગતુ કેમ બોલે છે? શું તારી બુદ્ધિ નાશી ગઈ છે? એમ કહીને રાજાએ પોતાના માણસોને ચોરની જેમ શેઠને ગળે પકડાવીને બહાર કાઢયો. ૧૬. તો પણ શેઠ દરરોજ રત્નનો થાળ ભરીને રાજાની પાસે પૂર્વની જેમ જાય છે. પોતાના વીશ નખોને ઘસીને શું આ રત્નો ઉપાર્જન કરાયા છે? અર્થાત્ હાથ પગ ઘસીને (જાત–મહેનત કરીને) ઉપાર્જન કરાયા છે ? ૧૭. રાજા શેઠ પાસેથી રોજ ભેટશું લીધા કરે છે પણ પોતાની પુત્રીને આપતો નથી. અહો ! શ્રેણિક રાજા પણ કેવું વર્તન કરે છે ! ૧૮.
એકવાર અભયકુમારે શ્રેષ્ઠીને પુછ્યું તું હંમેશા મણિઓને કયાંથી લાવે છે? અને સર્વ રાજાઓ આવા રત્નદાનને કરી શકતા નથી. ૧૯. વણિકે આદરથી સાચી હકીકત જણાવી કે હે મંત્રીનાયક! જેમ