________________
અભયકુમાર ચરિત્ર
૧૬૪
પાન ભોજન કરાવું. આ કઈ પૂજાને યોગ્ય ન હોય ? ૨૮. દંડપાશિકોના ભયથી હું દિવસે ન આવી શકી. અથવા સ્ત્રીઓને જ્યાં ત્યાં ભય રહેલો હોય છે. ૨૯. જો કે મારા જેવી કુલ સ્ત્રીઓને શીલરક્ષણના હેતુથી રાત્રે ઘરની બહાર પગ ન મૂકવો જોઈએ. ૩૦. તો પણ પરમ સ્નેહને વશ થયેલી હું રાત્રે ભોજન કરાવવા આવી છું. કારણ કે સ્નેહ ઘણો બળવાન છે. ૩૧. હું ઠીંગણી હોવાને કારણે શૂળી ઉપર રહેલા પતિને ભોજન કરાવવા શક્તિમાન નથી. તે અવસ્થા મને બાધ કરે છે. ૩ર. હે મહાભાગ ! આ મારો સર્વ પ્રયાસ નિષ્ફળ થયો તે કારણથી ભાગ્યહીન હું રડું છું. ૩૩. આથી સ્વામીને ભોજન કરાવવા તારી સહાય માંગું છું. અથવા જેના હાથમાં વરસાદનું પાણી છે તે અનાજના ઢગલાને (પાકને) ઈચ્છે છે. ૩૪. પરલોકના માર્ગ પર પ્રયાણ કરવા આરૂઢ થયેલ પોતાના પતિની ભક્તિ કરનારી હું પતિને પ્રિય એવા દહીંનું ભોજન કરાવવા ચાહું છું. ૩૫. અહો ! આની પતિ ભક્તિ કોઈક લોકોત્તર છે. એ પ્રમાણે કૃમિના રંગથી રંગાયેલી પટ્ટપધા (વસ્ત્ર ઉપરની ભાત) શ્રેષ્ઠ થાય છે. ૩૬. બધાને ઘરે આવું સ્ત્રી રત્ન હોતું નથી અથવા અહીં કોઈક જ ખેતરમાં શાલિચોખા થાય છે. ૩૭. હે મંત્રિન્ ! આ પ્રમાણે વિચારીને મેં કહ્યું : હે પતિવ્રતા મારી પીઠ ઉપર ચડીને પોતાનો મનોરથ પૂરો કર. ૩૮. જેમ બાળકને નારંગી વગેરે ફળો મળે અને છાનો થઈ જાય તેમ મારું વચન સાંભળીને આનું રડવું બંધ થઈ ગયું. ૩૯. જેમ યુદ્ધમાં પ્રવેશ કરતો સૈનિક વસ્ત્રથી માથું બાંધે તેમ અતિ હર્ષિત તેણીએ માથા ઉપર વસ્ત્રને તે રીતે બાંધ્યું. ૪૦. ભાજનને હાથમાં લઈને તે જલદીથી મારી પીઠ ઉપર ચઢી અને હું અજુગતા વિભ્રમમાં પડ્યો. ૪૧. એટલામાં તેણીએ મને કહ્યું : હું ધૃતપૂરાદિના પૂરથી જ્યાં સુધી પતિને ભોજન ન કારવી લઉં ત્યાં સુધી મારી સન્મુખ ન જોવું. ૪૨. નહીંતર જો તું મારી સામું ઊંચું જોઈશ તો મને લજ્જા થશે અને મારા હાથમાંથી પાત્ર પડી જશે. કારણ કે કુળ સ્ત્રીઓને લજ્જા હોય છે. ૪૩. જે મારી પીઠ ઉપર લાગશે તેને હું નીચે પાડીશ એમ સૂચન કરતી તે પીઠ દેશ ઉપર શોભી. ૪૪. હે શ્રાવક શિરોમણિ ! મારી પીઠ ઉપર રહેલી તેને પુનમના સમુદ્રના ભરતીની જેમ ઘણીવેળા થઈ. ૪૫. હે મંત્રિન્ ! તેના ભારથી દબાયેલા મેં વિચાર્યું : શું આ પોતાના પતિને આ રીતે સુવર્ણનું ભોજન કરાવે છે ? ૪૬. અથવા શૂળી ઉપર આરોપણ કરાયેલો આ કેટલું ભોજન કરાવાય છે ? આને આટલી વાર કેમ લાગે છે ? એટલામાં મેં ઊંચે જોયું. ૪૭. તેટલામાં પાપિણી શૂળી ઉપર આરોપણ કરાયેલ પુરુષની કાયામાંથી કાતરથી માંસને કાપી કાપીને લીધું. અથવા કર્મના દળિયા લીધા. ૪૮. આખી નગરી યોગિનીની પીઠ સંભવે છે. તેને શાકિની જાણીને હું ક્ષત્રિય હોવા છતાં ભય પામ્યો. ૪૯. તલવારને ભૂલી જઈને હું નગરી તરફ પલાયન થયો તે વખતે મારું અધોવસ્ત્ર સારકી ન પડયું તે પણ સારું થયું, ૫૦. આ મારો પતિ છે એમ તે મને ન ઓળખી શકી એટલે શંકાથી પાપિણી મને મારવા પાછળ દોડી. ૫૧. જેમ બ્રહ્મહત્યા મહેશ્વરની પાછળ પડે તેમ હું આગળ અને મારી તલવારને ધારણ કરતી તે પાછળ પડી. પર. તેણીએ તે જ ખડ્ગથી નગરીમાં પ્રવેશતા મારા સાથળને છેદ્યું. પોતાના ઘોડાઓએ જ ધાડ પાડી. ૫૩. હું યક્ષિણીના દરવાજે પડ્યો. મેં કુલદેવીને યાદ કરી અથવા સંકટમાં પડેલા કુલદેવતાનું ધ્યાન કરે છે. ૫૪. સસરાને ઘરે જઈને સાક્ષાત્ જાણે લક્ષ્મી ન હોય તેવી કુલશાલિની પત્નીને તેડી લાવીશ. ૫૫. આ પ્રમાણે ઉત્તમ મનોરથો લઈને હું આ નગરીમાં આવ્યો છું. કઈ શાકિનીએ મને દુર્દશામાં નાખ્યો છે ? ૫૬. હે દેવી ! કૃપા કરીને શરણ વગરના મારું રક્ષણ કર. દ્રોણી (નાવડી) વગર કોણ સાગરને તરી શકે ? ૫૭. એ પ્રમાણે વિલાપોને કરતો હું ઘણો વ્યથિત થયો. મારી આગળ પ્રગટ થઈને કુલદેવતાએ
ન
કહ્યું ઃ ૫૮. હે સ્વચ્છ માનસ વત્સ ! તું ઘણો ખેદ ન કર. હે સર્વત્ર વિખ્યાત વીર ! હે ધીર ! ધીરતાને ધારણ
: