________________
સર્ગ-૭
૧૬૫
કર. ૫૯. જેને સંપત્તિમાં હર્ષ નથી, વિપત્તિમાં વિષાદ નથી, સંગ્રામમાં કાય૨૫ણું નથી તેના વડે આ ભુવન ભૂષિત કરાયું છે. ૬૦. ક્ષત્રિય હોવા છતાં તું નપુંસક જેવો થયો તેથી અમે માનીએ છીએ કે ઉનાળ ામાં સૂર્યને શીતળતા પ્રાપ્ત થઈ. ૬૧. અમારે હંમેશા શાકિનીઓની સાથે સમજૂતી થઈ છે કે નગરીના બહારના ભાગમાં તમારે શાકિનીપણું અજમાવવું અંદર નહીં. ૬૨. નગરીની અંદર શાકિનીપણું નહીં આચરી શકે. હે વત્સ ! તું નગરીની અંદર આવી ગયો છે અથવા તો સૌધર્મ અને ઈશાનેન્દ્ર વચ્ચે મર્યાદા નક્કી થયેલી છે. ૬૩. તેથી હે ક્ષત્રિય ! કિલ્લાની બહાર તારું સાથળ છેદ્યું છે. કહ્યું છે કે ભિલ્લો પણ પોતાની પલ્લિમાં રહેલા બળવાન છે. ૬૪. હે ક્ષત્રિય ! તું મનમાં જરાપણ અસમાધિને ન કરીશ. અર્ધા કપાયેલા વૃક્ષની જેમ તારું સાથળ નવું થઈ જશે. ૬૫. જેમ જળના સિંચનથી વેલડી પાંગરે તેમ કુલદેવીના પ્રભાવથી મારું સાથળ એકાએક નવું થયું. ૬૬. ભક્તિ ભરેલા હૃદયવાળા કુલદેવીને પ્રણામ કરીને પરમાનંદથી સ્તવના કરવાની શરૂઆત કરી– ૬૭.
હે કુલની ચિંતા કરનારી દેવી ! હે કુલના કષ્ટને કુટનારી ! હે કુલના આધિ વ્યાધિના સમૂહને નાશ કરનાર સૂર્ય! ૬૮. હે કુલના સંતાપને બુઝાવનાર શરદ ઋતુના પુનમની ચાંદની ! હે કુલરક્ષિકા દેવી ! હે કુલવૃદ્ઘ કરી! ૬૯. હે કુલચિંતામણિ દેવી ! હે કુલકામધેનુ ! હે સ્વામિની ! હૈ કુલકલ્પતા દેવી ! હે કુલલોક પિતામહી ! (દાદી) ૭૦. હે સર્વકુલકારિકા ! હે જનતાંબિકા ! તું જગતલ ઉપર આનંદ પામ, જય પામ વૃદ્ધિ પામ. ૭૧. હે સ્વામિની જો તેં મારો પ્રતિકાર ન કર્યો હોત તો મૂળ છેદાઈ ગયેલા વૃક્ષની જેમ મારુ શું થાત ? ૭ર. જળની વૃષ્ટિથી ધાન્યની વૃદ્ધિની જેમ કુળમાં જે વૃદ્ધિ છે જે સમૃદ્ધિ છે. જે કલ્યાણ છે તે આ સર્વ તારો પ્રસાદ છે. ૭૩. હે જીવિતદાયિકા ! મંદ બુદ્ધિ, સ્ખલના પામતી જીભવાળો મારા જેવો તારી કેટલી સ્તુતિ કરે ? અથવા પાંગળો કેટલું ચાલી શકે ? ૭૪. હર્ષને ધારણ કરતા મેં આ પ્રમાણે કુલદેવતાની સ્તવના કરી. તારું બીજું હું કંઈ ન કરી શકું તો પણ મારી આટલી સ્તુતિ થાઓ. ૭૫. આજે હું જીવતો પ્રિયાને મળીશ એમ ઉતાવળો ઉતાવળો સજ્જડ બંધ કરાયેલ દરવાજાવાળા સસરાને ઘરે પહોંચ્યો. ૭૬. હું દરવાજાને ઉઘડાવું એવી બુદ્ધિથી ચાવી જાય તેટલા કાણામાંથી મેં ઘરની અંદર દીવાની પ્રભાથી ક્ષણથી જોયું. ૭૭. તેટલામાં મારી પત્ની પોતાની માતાની સાથે હર્ષથી અમૃતની જેમ દારૂને માનતી પીતી હતી. ૭૮. મદ્યપાનની વચ્ચે ઈચ્છામુજબ માંસ પેશીને ખાય છે. ઉપાધ્યાય કઈ કુશિક્ષાનો બોધ ન આપે ? ૭૯. પત્નીના ચરિત્રને સ્વયં આંખેથી લાંબા સમય સુધી જોઈને ચિત્તમાં ચમત્કાર પામેલા મેં વિચાર્યું : આ દારૂ પીનારી પત્નીને શીલ સંભવતું નથી. કારણ કે લશણ ખાનાર જીવના મુખમાં સુગંધ કયાંથી આવે ? ૮૧. જ્યાં સુધી જીવ અવિવેકનું ઘર સૂરાપાન નથી કરતો ત્યાં સુધી જ મનુષ્યોમાં ગમ્યાગમ્યનો વિવેક છે. ૮૨. મદ્યપાન મહાપાપ છે જેનાથી જીવોની મતિ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ ક્ષણથી નાશ પામે છે. ૮૩. જેમ સમસ્ત દુ:ખોનું કારણ અસાતાવેદનીય કર્મ છે તેમ સમસ્ત અનર્થોનું મૂળ મદ્ય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે ૮૪. એકલી પણ મદિરા દુષ્ટ છે તેમાં પણ માંસ સાથે પીધેલી મદિરા વિશેષથી દુષ્ટ છે, એકલી પણ શાકિની અનર્થ કરનારી છે અને ઘોડા ઉપર આરૂઢ થયેલી શાકિની અધિક અનર્થ કરનારી છે. ૮૫. જો માતા આવી હોય તો તેની પુત્રી તેવી હોય કેમકે સાપણની કુક્ષિમાં વિષવલ્લી (સાપણ) જ ઉત્પન્ન થાય છે. ૮૬. મેં તેની ચેષ્ટા જોઈ હવે તેના વચનને સાંભળું. એમ એકાગ્ર બનીને નિષ્કુપ રહ્યો. ૮૭.
સાસુએ પુત્રીને પુછ્યું : આવું સ્વાદિષ્ટ માંસ તે કયાંથી મેળવ્યું ? અથવા શું કંઈ સાધ્ય નથી ?