________________
અભયકુમાર ચરિત્ર
૧૪૨ ગચ્છરૂપી કલ્પવૃક્ષ ન ફળે? ૪૪. જ્ઞાનના મંદિર ગુરુના ઉપદેશથી પોતે એકાકી વિહાર કરવા યોગ્ય છે એમ જાણીને એકાકી વિહાર સ્વીકાર્યો. ખરેખર યોગ્યતા કાર્યને સાધનારી છે. ૪૫. મુનિએ પૃથ્વી ઉપર સર્વત્ર વિહાર કર્યો અને એકવાર તે મુનિ રાજગૃહ નગરમાં આવ્યા. અથવા મુનિઓ હંમેશા પવનની જેમ સંગરહિત વિચરે છે. ૪૬. ઉચ્ચ-નીચ કુળોમાં તેવી માધુકરી વૃત્તિનું પાલન કરતા જાણે પોતાના આત્મારૂપી સુવર્ણની શુદ્ધિ કરવા ન ઈચ્છતા હોય તેમ સોનીના ઘરે વહોરવા પધાર્યા. ૪૭. તીર્થકરની પ્રતિમાને પૂજવા માટે રાજા દરરોજ જાત્ય સુવર્ણના એકસો આઠ જવલા ઘડાવતો હતો. ૪૮. શ્રાવકોમાં શિરોમણિ રાજાએ મોટા આદરપૂર્વક તે જવલાથી ભગવાનની ત્રિકાળ પૂજા કરી. ૪૯.
સોનીએ માણસોને કહ્યું ઃ આ મુનિને કંઈક વહોરાવો કોઈ વહોરાવવા ઉભો ન થયો. અથવા દાનબુદ્ધિ ઘણાં જીવોને હોતી નથી. ૫૦. એટલામાં એકવાર કહેવા છતાં કોઈએ ભોજન ન વહોરાવ્યું ત્યારે વહોરાવવાની ભાવનાવાળો પોતે જ ઘરમાં ગયો અથવા માનીઓ આવા પ્રકારના જ હોય છે. ૫૧. તે વખતે જાણે મુનિપુંગવના આયુષ્યના દળિયા ન હોય તેમ ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયો. ઘરની બહાર નીકળતા સોનીએ જવલા ન જોયા. પર. હા હા શ્રેણિક રાજાને જિનબિંબની પૂજાનો સમય નજીક આવી રહ્યો છે એવી મુંઝવણથી સોની ભયભીત થયો. કારણ કે સોનીઓની જાત અલ્પ સત્ત્વવાળી હોય છે. ૫૩. જો હું રાજાને જવલા નહીં આપું તો નક્કીથી મને મારશે. અહીં બીજા કોઈ છે નહિ તો શું આ મુનિએ જવલા લઈ લીધા છે? ૫૪. જેમ આ મુનિ શાંત-દાંત દેખાય છે તેમ નક્કીથી ધનના નિઃસ્પૃહી છે. અથવા એમ પણ સંભવે કે સ્ત્રીઓની જેમ ધન ઉપર કોણ આસકત ન થાય? ૫૫. સોનીએ મુનિને આદરપૂર્વક પૂછ્યું. અહીંથી કોણ જવલા ઉપાડી ગયું છે તે મને કહો. તમે જાણો છો કારણ કે તમે જવલાને જોયા છે. ૫૬. ક્રૌંચ જીવની દયા ખાતર મુનિ લેશ પણ તેની આગળ ન બોલ્યા. બીજાને પીડા ઉપજાવે તેવા વચન બોલવામાં સાધુઓ મુંગા હોય છે. ૫૭. તેણે સાધુના માથાને ભીના ચામડાથી બાંધ્યું અને જાણે પોતાને પાપકર્મથી લેપ્યો તો પણ મુનિએ કચપક્ષી જવલા ચણી ગયું છે એમ ન કહ્યું. ૫૮. સુનિષ્કિર મર્મ બોલે છતે જેવી વેદના થાય તેમ તેણે માથાની વાધર એવી ખેંચીને બાંધી જેથી તેને દુઃસહ વેદના થઈ. ૫૯. મુનિએ પાપી સોની ઉપર રોષનો લેશ પણ ન કર્યો. ઉલટાની તેના ઉપર કરુણા કરી કેમકે મહાત્માઓ કરુણાવાળુ હોય છે. ૬૦. વિચાર્યું. જો હું પૃથ્વીતલ ઉપર ન હોત તો આ મારા ઉપર દુષ્ટ ભાવનાવાળો ન થાત. શું ચિત્રકાર આકાશમાં ચિત્ર દોરે છે? ૬૧. અરેરે ! મેં એને પાપમાં નાખ્યો એમાં દોષ મારો પોતાનો છે. લીંબડાની સાથે સંયોગ પામેલા આંબાની કડવાશમાં લીંબડાનો દોષ છે. ૨. જો આણે ઉપસર્ગ ન કર્યો હોત તો હું કેવી રીતે ક્ષમાનું ફળ મેળવત. શિલાની સાથે શિલાને ઘસ્યા વગર તણખા ઝરે? ૬૩. ઘણાં દિવસો પછી મને આજે ક્ષમા રાખવાનો અવસર મળ્યો છે. આવા પ્રકારના ઉપસર્ગમાં જે ક્ષમા ધારણ કરાય છે તે જ સાચી ક્ષમા છે પણ આના જેવી ક્ષમા ન હોય તે અક્ષમા જ છે. ૬૪. જેના પ્રસાદથી ખરેખર ક્ષાંતિના ફળને સારી રીતે મેળવ્યું. આ ખરેખર કેવળ ઉપકારી છે. આ જન પાસેથી મને કઈ ભક્તિ મળતી નથી? ૫. જે પોતાના ધર્મની બાધાને અવગણીને મારા કરેલા પાપને હણવા તૈયાર થયો છે તે આ મારે ધર્મસૂરિની જેમ પૂજ્યતમ વર્તે છે. દ૬. મારા મનને ઘણી પીડા ઉપજાવીને મારા નિમિત્તે ગંભીર ભવસમુદ્રના પાણીમાં ડૂબશે અને ઘણું દુઃખ ભોગવશે. ૬૭. શું મારા વડે આની કેવળ જ્ઞાન અને દર્શનરૂપી બે આંખો ઉગાડાઈ છે? એમ ઉત્તમ ભાવનાને ભાવતા એના બે ડોળા બહાર નીકળ્યા. ૬૮.