________________
સર્ગ-૬
૧૪૩ ખાંધ ઉપરથી લાકડાના ભારાને નીચે પછાડવાથી થયેલા અવાજના ભયથી ક્રૂચ જીવે જલદીથી જવલાને બહાર કાઢયા. પહેલા શા માટે આપણે આવું ન કર્યું? ૬૯. તેને જોઈને લોકોએ સોનીની ઘણી નિંદા કરી. હે અધમતર દુષ્યષ્ટિત! તે આ મુનિને શું કર્યું? તારા જવલા આ પક્ષીએ ભક્ષણ કર્યા છે. ૭૦. એમ મુનિને પીડા આપતા તે આ કહેવત સાચી પાડી છે કે ભૂંડે વાડી ખાધી અને ભેંસના બચ્ચાનું શરીર ભંગાયું. અર્થાત્ પાડાનાં વાંકે પખાલીને ડામ થયો. ૭૧. હે દુષ્ટ ! હે દુષ્ટ! હે ઋષિઘાતક! કોઈ ગતિમાં તારું સ્થાન નથી. તારું મોઢું જોવામાં પાપ થાય છે. ૭ર. શત્રુના વૃંદની જેમ લીલાથી ઘાતિકર્મને હણીને વિકર્મી સાધુપુંગવે જેમ સારો ભટ જયપતાકાને મેળવે તેમ કેવળજ્ઞાનને મેળવ્યું. ૭૩. આંખ ચાલી ગઈ હોવા છતાં નિપુંગવે સર્વલોકાલોકને જોયું. લોચન વગેરે હંમેશા કેવળજ્ઞાનરૂપી રાજાના ચાકરના ચાકર છે. (કેવળજ્ઞાનના ચાકર મતિ-શ્રત વગેરે ચાર જ્ઞાનો છે અને તેના ચાકર ચક્ષુરિન્દ્રિય છે.) ૭૪. યોગ નિરોધ કરીને અંત મેહૂર્તમાં કર્મથી મુક્ત બનીને મુનિ એક સમયમાં શાશ્વત મોક્ષમાં ગયા. કેમ કે કર્મથી મુક્ત જીવનો સ્વભાવ ઉર્ધ્વગામી છે. ૭૫. જેમ આઠ માટીના લેપથી લેપાયેલી, પાણીના તળિયે રહેલી તંબડી પાણીની સપાટી ઉપર આવે તેમ અથવા અગ્નિ જેમ સ્વભાવથી ઉપર જાય તેમ અથવા આઠ કર્મોના નાશથી જીવની ગતિ ઊર્ધ્વ હોય છે. ૭૬.
શરદઋતુના ચંદ્રના કિરણ જેવી સફેદ, મધ્યભાગમાં આઠ યોજન જાડી ક્રમથી પાતળી પાતળી થતી અંતે માખીની પાંખ જેટલી જાડી, મનુષ્યલોક જેટલા પ્રમાણવાળી, ઊંધી કરેલી છત્રીના જેવી આકારવાળી પૃથ શિલા, જૈનધર્મરૂપી શ્રેષ્ઠ રાજ્યનું એક નિશ્ચિત સંપૂર્ણ છત્ર છે. ૭૮. તે શિલાની પછી એક યોજન અલોક છે. યોજનાના અંતિમ ચોવીશમાં ભાગે સિદ્ધના જીવો રહેલા છે. ૭૯. સિદ્ધના જીવો પોતાના શરીરથી ત્રીજા ભાગ ન્યૂન, અવગહનાવાળા હોય છે. આ મેતાર્યમુનિ તે પ્રદેશમાં જઈને સ્થિર થયા, ત્યાં એક સરખો શાશ્વત ભાવ હોય છે. ૮૦. ત્યાં ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ નથી. અભિમાનવશતા નથી. દીનતા નથી. જરા નથી, મરણ નથી અથવા જન્મ નથી, આધિની સાથે રોગોનો સમૂહ નથી. ૮૧. ત્યાં ખેદ, ભય, શોક, હાલન, છેદન, ભેદન, વધ, બંધન વગેરે નથી અથવા બીજું કંઈ અશુભ નથી. શું ક્ષીર સમુદ્રમાં ખારાશ હોય ? ૮૨. જાણે મરણના વિજયના સૂચક અનંત વીર્ય-દર્શન–જ્ઞાન–ચારિત્ર–સુખ સ્વરૂપ પંચક કર્મથી રહિત જીવોને નિત્ય જ હોય છે. ૮૩. આ જગતમાં સિદ્ધના જેવું સુખ મનુષ્ય કે દેવને નથી. સૂર્યની કાંતિ સમાન પ્રભા કયાંય ન હોય. ૮૪. ભીલ શહેરની અનુભવેલી ઉત્તમ લક્ષ્મીની ઉપમા ન આપી શક્યો, એમ મોક્ષ સુખની સંપત્તિની કોઈ ઉપમા આપવા સમર્થ નથી. ૮૫. તે આ પ્રમાણે
જિતશત્રુ નામનો રાજા થયો. જે પ્રચુર કાંતિથી સૂર્ય હતો. પ્રવર મેધાથી બૃહસ્પતિ હતો, તેજથી સૂર્યથી ચડી જાય તેવો હતો. ૮૬. જેમ કાળ જીવને લઈ જાય તેમ એકવાર વિપરિત શિક્ષા પામેલો અશ્વ તેને હરીને ગાઢ-રૌદ્ર જંગલમાં લઈ ગયો. ૮૭. જેમ અસંતુષ્ટ તૃષ્ણાથી પીડા પામે તેમ રાજા તરસથી પડાયો. પાણી પીવા ઘોડા પરથી નીચે ઉતર્યો. કેમકે સ્વામીપણું સુખને ઈચ્છે છે. ૮૮. ક્યાંય પાણી નહીં જોવાથી પિપાસિત મૂચ્છથી પૃથ્વીતલ ઉપર પડ્યો. સુકોમલ શરીરી જીવો થોડા ફ્લેશથી દુ:ખ પામે છે તો વધારે કષ્ટની શું વાત કરવી? ૮૯. અહીં સમયે કોઈ ભીલ આવ્યો. જાણે રાજાના પુણ્યથી ન ખેંચાયો હોય! સુંદર વેશધારી રાજાને જોઈને આ મનમાં ઘણો વિસ્મિત થયો. ૯૦. આ કોઈ મોટો રાજા છે જે આવી દશાને પામ્યો છે. શું આવા જીવોની સાથે અમારો મેળાપ ક્યારેય થાય? તેથી આના ઉપર ઉપકાર