________________
સર્ગ-૭
૧૫૭ અથવા સ્ત્રીઓના ચરિત્રને સ્ત્રીઓ જ જાણે છે. ૧૮. હે સ્વામિન્ ! તમે આને અલંકૃત કરો એમ બોલીને મને પલ્લિપતિની શય્યા ઉપર બેસાડ્યો. ૧૯. તે મલિન ચિત્તવાળી હોવા છતાં પણ મારો મળ દૂર કરવાના હેતુથી પલંગ પર બેઠેલા મારા બે પગ ધોવા લાગી. ૨૦.
એટલામાં અપશુકન થવાથી પલિપતિ પાછો આવ્યો જાણે કે સાક્ષાત્ મારા અસાતાનો વિપાક ન હોય! ૨૧. પલ્લિનાયકને જોઈને મનમાં હરખાતી, મનથી દુષ્ટ, ધૃષ્ટ, મીઠું બોલવામાં શિરોમણિ મારી સ્ત્રીએ મને કહ્યું ૨૨. હે સ્વામિન્ ! એક ક્ષણ શય્યાની નીચે છુપાઈ જાઓ. મેં વિચાર્યું બીજું અને થયું બીજું. ૨૩. હે પ્રિય! આ પલિપતિને હું સ્થાને રાખીશ (સમજાવીને રાખીશ, જેથી તમને આંચ નહીં આવવા દઉં. તમારે મનમાં સર્વથા અસમાધિ ન કરવી. ૨૪. હે મહામતિ અભય! પ્રિયાના વચનથી હું કંઈક નિર્ભીક થયેલો ચોરની જેમ પલંગની નીચે રહ્યો. ૨૫. મારી સ્ત્રીએ જાતે બહુમાનથી પલ્લિપતિનો સત્કાર કર્યો અને તે પણ તે જ શય્યા ઉપર બેઠો. ૨૬. તેના પગ ધોતી પત્નીને જોઈને હું અત્યંત દુભાયો. અથવા આ ખેદ સ્થાને છે. ૨૭. તથા પાપી ચોર મારી સ્ત્રી પાસે દાસીની જેમ કાર્ય કરાવે છે? શું પારકા હાથ શુભ હોય? ૨૮. આ પતિભક્તા સ્ત્રીને છોડાવવાની વાત તો દૂર રહી પણ મેં પોતાને હમણાં આપત્તિમાં નાખ્યો. ર૯. આ પ્રમાણે કેટલામાં પત્નીની પ્રતિકુળતાનો વિચાર કરું છું તેટલામાં હે શ્રાવક! હું અજાણ હોતે છતે જે થયું તે સાંભળ. ૩૦.
કુટિલાશયા મારી પત્નીએ પલિપતિને કહ્યું જો કોઈક રીતે મારો પતિ તમારી પાસે હમણાં આવે તો તમે શું કરો? હે પલિપતિ તે તું જલદી કહે. આ શું ઉત્તર આપે છે તે સાંભળવા હું સાવધાન થયો. ૩૨. ચોરના સ્વામીએ કહ્યું : હે સ્વામિની ! કદાચ તારો પતિ ઘરે આવશે તો હું શુભ આચરણ કરીશ. ૩૩. પોતાના વિભવને ઉચિત આદરપૂર્વક તેની ભક્તિ કરીને તારા માતાપિતાની જેમ હું પણ તને સમર્પણ કરીશ. ૩૪. તું જેની પાસે જાય તે કેવી રીતે પૂજ્ય ન બને? જેની પાસે રાજમુદ્રા હોય તે રંક હોય તો પણ શું સન્માન નથી પામતો? ૩૫. હે મગધરાજના પુત્ર (અભયો ! એટલામાં મેં વિચાર્યુ: અહો ! મારું મનોરાજ્યપૂર્ણ થશે અને પલિપતિની સાથે મારે શ્રેષ્ઠ મૈત્રી થશે. એક દ્રમથી મને બે વસ્તુની પ્રાપ્તિ થઈ. ૩૭. મને પૂજવા સંબંધી પલ્લિપતિનું અમૃત જેવું વચન આને સર્વથા સુખ આપનારું ન થયું. ૩૮. ક્રોડ કષ્ટને ઉત્પન્ન કરે એવું અનિષ્ટ વચન મને શું કહો છો? એવા ભાવને સૂચવનારી રોષથી ભયંકર ભ્રકુટીને તેણીએ કરી. ૩૯. ભ્રકુટીના દર્શનથી ભાવને જાણીને ચોરપતિએ કહ્યું હે વરવાર્ણિની ! તારી આગળ મેં ચતુરાઈ (મશ્કરી કરી છે. જો સાચું પૂછે તો હું તને અર્પણ નહીં કરું. કૃષ્ણને સમુદ્રનું મંથન કરીને જે લક્ષ્મીને મેળવી તે શું આપી (છોડી) દેવા માટે મેળવી હતી? ૪૧. હે ગૌરાંગી! ઉલટું આને નિર્દય ગાઢ બંધનોથી બાંધીને, ઘણાં ચાબુકોથી વારંવાર ફટકારીને પોતાના બે હાથને સુખી કરીશ. એક દ્રવ્યનું અભિલાષપણું છે તે મોટા વૈરનું કારણ છે. ૪૩. હે શ્રાવક! તેવા પ્રકારના વચનને સાંભળીને મારી પત્નીનું વંશજાલી જેવું ગહન ચારિત્ર વિચાર્યું. ૪૪. અહો ! મારી પત્નીનો વચન વિન્યાસ કેવો હતો ! અહો તેનો સંદેશો કેવો હતો ! અહો ! તેણીએ કેવો મારો સત્કાર કર્યો! અહો તેણીએ કેવી રડવાની ક્રિયા બતાવી! ૪૫. આ પાપિણીએ મને મારવા આ કાવતરું રચ્યું છે. શું બીજા કોઈ હેતુ માટે બકરાનું પોષણ કરાય છે! ૪૬. શય્યાની નીચે રહીને હું આ પ્રમાણે વિચારતો હતો ત્યારે તેણીએ ભુસંજ્ઞાથી પલ્લિપતિને ઈશારો કર્યો. ૪૭. પલિપતિએ મારા વાળ પકડીને ખેંચીને જેમ દંડપાશિકનો માણસ છુપાયેલા ચોરને બહાર કાઢે તેમ બળાત્કારે બહાર કાઢયો. ૪૮. પછી મારા બે બાહને પીઠ પાછળ ખેંચીને ભીના ચામડાથી