________________
અભયકુમાર ચરિત્ર
૧૫૬ પાતથી પવિત્ર કરાયેલ આ પલ્લિમાં આવ્યો છે.” આ પ્રમાણે તારે તેની આગળ કહેવું એમ મેં વૃદ્ધાને સમજાવીને મોકલી, દૂતનું કાર્ય સ્થવિર સ્ત્રીઓને સોંપાય છે. ૮૯. પછી સ્થવિરાએ કહ્યું : હે વત્સ! તું ખેદ ન કર હું તારો સંદેશો પહોંચાડી દઈશ. શિષ્ટજનનો આચાર સુંદર હોય છે. ૯૦. તત્ક્ષણ જ મારી પત્ની પાસે જઈને આણે કહ્યું : હે સર્વાંગસુંદરી વત્સા ! તારો પતિ અહીં આવ્યો છે. ૯૧. સગુણથી શોભતી તારા ઉપર તારો પતિ રાગી છે. ગુણો ઉપર અહીં કોને પક્ષપાત નથી હોતો? ૯૨. હે સુભગા! તેણે મને તારી પાસે સંદેશો આપવા મોકલી છે તેથી કહે હું તેને શું જવાબ આપું? ૯૩. કૃત્રિમ સ્નેહ બતાવતી તેણીએ સ્થવિરાને કહ્યું : મારા પતિ જાતે મને અહીં લેવા આવ્યા છે તે અતિ સારું થયું. ૯૪. આ જે તે ઉપાય કરીને મને ચોરો પાસેથી છોડાવશે. જો બીજો કોઈ આવ્યો હોત તો મારો છુટકારો થાત કે ન પણ થાત. ૯૫. કેમકે એક આંગડીથી બીજી આંગડીમાં મોટું અંતર હોય છે. જેવો પતિનો પ્રેમ હોય તેવો સ્નેહાળ ભાઈનો પણ પ્રેમ હોતો નથી. ૯૬. તમારે મોટા આદરપૂર્વક મારો અભિપ્રાય તેને જણાવવો કે હું ચોરો વડે પકડાઈ છું છતાં જીવતી રહી છું તેમાં હે જીવિતેશ્વર ! તમારા સંગમનો મનોરથ કારણ છે. આશા લંબાવવા યોગ્ય છે. આ સર્વ પણ લોક આશા ઉપર જીવે છે. ૯૮. જે હું મરી ન ગઈ તે સારું થયું નહીંતર અમારો મેળાપ ન થાત. આથી જ કહેવાય છે કે જીવતો નર ભદ્ર જુએ છે. ૯૯. આજે પલ્લિપતિ સ્વયં ક્યાંક બહાર જવાનો છે એ ગયા પછી મારો પતિ મારી પાસે આવે. ૩00. નિઃશંક બનેલી હું તેને છટકારાનો ઉપાય બતાવીશ કારણ કે એકાંત વિના રહસ્ય કહેવું શક્ય નથી. ૩૦૧. તેના વડે આ પ્રમાણે કહેવાયેલી વૃદ્ધા પોતાને કૃતાર્થી માનતી મારી પાસે આવીને હર્ષપૂર્વક કહ્યું ઃ ૨. જેમ સીતા રામના બે ચરણનું ધ્યાન કરતી રાક્ષસના ઘરે રહી તેમ તારી સ્ત્રી તારા બે ચરણનું ધ્યાન કરતી પલ્લિ પતિના ઘરે રહી છે. ૩. તેણીએ કહેવડાવ્યું છે કે જેમ બહેરાશ નાશ પામે છતે શબ્દ કાનમાં આવે તેમ પલ્લિ પતિ બહાર જાય ત્યારે મારી પાસે આવે ૪. જેમ મહાવાદી વાદીનું ભાષણ પ્રાશ્નિક (પરીક્ષક)ની આગળ રજૂ કરે તેમ વૃદ્ધાએ મારી પત્નીને જણાવેલ ચાટુ વચનોને મારી સમક્ષ રજૂ કર્યા. પ. પલ્લિ પતિ બહાર નીકળ્યો ત્યારે અતિ ઉત્કંઠિત થયેલો હું જલદીથી સાંજે તેના ઘરે પહોંચ્યો કારણ કે ગુપ્ત કાર્ય કરવાનો તે સમય છે. ૬. હું તેના દષ્ટિપથમાં પડ્યો ત્યારે વેશ્યાની જેમ કૃત્રિમ સ્નેહનો અભિનય કરતી તેણીએ મારું અભ્યત્થાન વગેરે કર્યું. ૭. જાણે બંને કાનમાં અમૃત ન વર્ષાવતી હોય તેમ કોયલના કંઠ જેવી મધુરકંઠિની તે શઠ બોલી : ૮. મારા પતિનું આગમન થયું તે સારું થયું. સ્વામીઓ ચિરંજીવો. અહો ! મારી ભાગ્ય સંપત્તિ કેવી છે જે મારા પતિનું દર્શન થયું. ૯. નદીઓ સાગરમાં આવે છે. સાગર નદીઓ પાસે જતો નથી. પણ તમે મારી પાસે આવ્યા તે વિપરીત થયું. ૧૦. હે સ્વામિન્! હું પરવશ બનેલી શું કરું? હંસમાં ઉત્કંઠિત બનેલી હંસલી પાંજરામાં પૂરાયેલી હોય તો શું કરે? ૧૧. જેમ વર્ષાકાળ પૂર્ણ થયે છતે સૂર્યકમલિનીને દર્શન આપે તેમ તમે મને ઘણાં દિવસો પછી દર્શન આપ્યા. ૧૨. લાંબા સમય પછી ભાઈ મળે અને જેવો પ્રેમ ઉભરાય તેવો પ્રેમ બતાવતી મારી પત્ની રોવા લાગી. ૧૩. અહો ! આને મારા ઉપર કેવો વાણીને અગોચર સ્નેહ છે એટલે હું તેના ઉપર ગાઢ વિશ્વાસુ થયો. માયાવીઓથી કોણ ઠગાતું નથી? ૧૪. મેં પોતાના હાથથી આના આંસુઓ લુગ્યા. હું આને પાણી (દુઃખ)માંથી બહાર કાઢીશ તેવી મને નિશ્ચિત બુદ્ધિ થઈ. ૧૫. હું પણ આને ગદ્ગદક્ષરથી બોધ કરવા લાગ્યો. હે પ્રિયા! તારે શોક ન કરવો. સંસારની આવી સ્થિતિ છે. ૧૬. કહ્યું છે કે કોની નિર્ભર્સના નથી થતી? કોણ વ્યાધિથી પીડાતો નથી? કોની લક્ષ્મી સ્થિર હોય? કોણ સતત સુખી હોય? ૧૭. થોડીવાર પછી માયાથી આ કંઈક શોક વગરની થઈ.