________________
અભયકુમાર ચરિત્ર
૧૫૪
રાગ ઉખડીને કાાયિત વસ્ત્રમાં ચોંટયો એમ જાણવું. ૩૧. માતાનો અગ્નિ સંસ્કાર કર્યો. બહેનને ધન આપીને અમે બંનેએ સર્વ સુખનું કારણ વ્રતને ગ્રહણ કર્યું. ૩૨. હે અભયકુમાર ! મેં ઘરે (સંસારમાં ) આવું અનુભવ્યું. અથવા ગૃહસ્થપણામાં ભય સિવાય શું બીજું કંઈ છે ? ૩૩. અભયકુમારે કહ્યું : હે પ્રભુ ! તમે સાચું કહ્યું કેમકે હૃદયચક્ષુથી જોવાયેલું કયારેય ફરતું નથી. ૩૪. તો પણ હે ભગવન્ ! જેમ મધ પીનારો મધને જુએ તેમ આ પ્રાણીઓ ધનને પ્રાણથી પણ પ્રિયતમ માને છે. ૩૫. વિવેક ચક્ષુથી જોનારા જીવો જ દ્રવ્યના સ્વરૂપને જુએ છે. અંજન વિશેષથી અંજાયેલ આંખ વિના કોણ નિધિને જાણે છે ? ૩૬. તમે જ અહીં કૃતાર્થ બન્યા છો જેઓએ મોક્ષમાર્ગનો આશ્રય કર્યો છે માન સરોવરમાં ઉત્પન્ન થતા કમળોની સમાન શું બીજા કોઈ કમળો છે ? ૩૭. નંદાના પુત્ર અભય ધર્મ ચર્ચા કરવામાં ઉધત હતા ત્યારે સારાવ્રતવાળા સુવ્રત મુનિ ઉપાશ્રયની બહાર આવ્યા. ૩૮.
ગુરુના કંઠમાં હાર જોઈને આ મુનિપણ કંપ્યા. સાધુ વર્ગને ધનથી જે ભય થાય છે તે ભૂષણ છે દૂષણ નથી. ૩૯. અહો ! કોઈ ચોરે લોભથી આ હારને ચોરતા તો ચોરી લીધો પણ જેમ મોટો કોળિયો મોઢ ામાં ન જાય તેમ મોટી ચોરી ચિત્તમાં ટકી નહીં. ૪૦. જેમ બળરામના રૂપમાં મોહિત થયેલી માતાએ પુત્રના ગળામાં ગાળિયો (દોરડી) નાખ્યો તેમ ક્ષોભ પામેલા તેણે ગુરુના ગળામાં હાર નાખ્યો. ૪૧. ઘણાં પાપકર્મથી લેપાયેલ કોઈક ચોરે મુનિ ઉપર શત્રુભાવને ધારણ કરીને આવું કાર્ય કર્યુ હશે એમ લાગે છે. ૪૨. કહ્યું છે કે— પોતાના કાર્યને સાધવા વનમાં વસતા મુનિને મિત્ર–ઉદાસીન અને શત્રુ એમ ત્રણ પ્રકારના પક્ષો સંભવે છે. ૪૩. આ પ્રમાણે કલ્પિત સંકલ્પ કરનારા, વસતિમાં પ્રવેશતા આ મુનિએ વિકલ્પના સંભ્રમથી મહાભય એમ બોલ્યા. ૪૪. અભયકુમારે કહ્યું : હે ભગવન્ ! સિંહ જેવા આપને કેવી રીતે મહાભય લાગે ? ૪૫. સુવ્રત મુનિએ કહ્યું : હે શ્રાવક ! જેમ ભુલાઈ ગયેલ સુભાષિતનું પ્રભાતે સ્મરણ થાય તેમ ગૃહસ્થપણામાં અનુભવેલ ભયનું હમણાં સ્મરણ થયું. ૪૬. અભયે સાધુને પુછ્યું : પૂજ્યપાદે મહાભયને કેવી રીતે અનુભવ્યો તે સાંભળવા ઈચ્છું છું. ૪૭. મુનિએ કહ્યું : હે મંત્રિન્ ! જેમ પૃથ્વીતલ ઉપર રજ સ્થાને સ્થાને વર્તે છે તેમ સ્થાને સ્થાને ભય વર્તે છે. ૪૮. તો પણ મને જે હેતુથી મહાભય થયો તેને તું સાભળ કારણ કે બુદ્ધિમાનો તેને સાંભળવા અધિકારી છે. ૪૯.
સુવ્રત મુનિનું કથાનક
જેમ પેટાનદીઓ ગંગાના પ્રવાહમાં વહે છે તેમ જેમાં સારા સાર્થો હળીમળીને નિરંતર ચાલી રહ્યા છે એવો અંગ નામનો દેશ છે. ૫૦. જેમાં એકવાર વાવેલા સર્વેપણ ધાન્યો પ્રાયઃ જાતિવાન ફૂલોની જેમ વારંવાર લણાય છે. અર્થાત્ એકવાર વાવ્યા પછી વારંવાર વાવવા પડતા નથી. ૫૧. હે અભય ! ગામડાના સર્વ ઉત્તમ ગુણોને ધરાવતો, દેશના છેડે આવેલ એક ગામમાં હું શૌર્યવાન ધનવાન ખેડૂત રહેતો હતો. પર. જેણે સ્વર્ગની દેવીઓને શોક્ય બનાવી છે એવી રૂપ-સૌંદર્યથી સમૃદ્ધ મારે એક પત્ની થઈ. ૫૩. જેમ રાજહંસ હંસલીની સાથે ભોગો ભોગવે તેમ પત્નીની સાથે લીલાથી ભોગોને ભોગવતા મારે કેટલોક કાળ પસાર થયો. ૫૪.
એક વાર ક્રૂર લુચ્ચા ચોરોએ ગામમાં ધાડ પાડી. ધિક્ લોકો ગામને પણ નગરની જેમ સમૃદ્ધ માનીને લૂંટે છે. ૫૫. નબળા લોકો પ્રાણ લઈને કયાંય પલાયન થયા. અથવા ગામડિયાને કેટલું બળ હોય ? ૫૬. હે શ્રાવક ! હું શરીરને સંકોચિત કરીને ઘરના એક ભાગમાં ઝાડીમાં છુપાયેલ શિકારીની જેમ છુપાઈ ગયો. ૫૭. પાપ કર્મથી વશ કરાયેલ મારી પત્નીએ વિચાર્યું : હમણાં ગામના લોકો કયાંક ભાગી