________________
સર્ગ-૭
૧૪૯ કર્યુ? સ્વામીથી રહિત બાકીના ભદ્રોથી પણ શું કરાય છે? અર્થાત્ મુખ્ય આભૂષણ હાર વિના બાકીના આભૂષણો શું કામના છે? ૮૮. કારણ કે- જેમ બુદ્ધિમાનોને સ્વર વિના કાવ્ય સ્વાદ આપતું નથી તેમ હાર વિના મને કોઈ અલંકાર ગમતું નથી. ૮૯. દાસીએ રાણીને કહ્યું : હે ન્યાયગામિની સ્વામિની ! પૂર્વે ન અનુભવ્યો હોય તેવો મોટો વિસ્મય મને હમણાં થયો છે. ૯૦. તમે આમ કોપ ન કરો મેં પશુ અથવા મનુષ્યને કે બીજા કોઈને હાર લઈ જતો જોયો નથી. ૯૧. હે સ્વામિની! તું સ્નાન કરતી હોય ત્યારે અહીં કોણ પ્રવેશી શકે? કોણ ઉનાળામાં મધ્યાહ્નના સૂર્યને જોવા સમર્થ થાય? ૯૨. મને લાગે છે કે આ હાર પગ કરીને કયાંક ચાલ્યો ગયો છે. નહીંતર એક ક્ષણમાં અદશ્ય કેવી રીતે થાય? ૯૩. પછી અશોકવનમાં હારની તપાસ કરી પણ કમલને છોડી ક્યાંય હાર ન જોવાયો. ૯૪. દુ:ખી થયેલી ચેલ્લણાએ પતિને હારનો વૃત્તાંત જણાવ્યો અથવા તો જુગારમાં બધુ હારી ગયેલા જીવ જેવી થઈ. ૯૫. રાજાએ આખા નગરમાં પટહ વગડાવ્યો. પરષાર્થ કરનારને કયારેક ફળની પ્રાપ્તિ થાય. અર્થાત હાથ જોડીને બેસી રહે તો કાર્યની સિદ્ધિ ન થાય. ૯૬. જે કોઈએ આ હારને અજાણતા લીધું હોય તે હૃદયમાં ભય રાખ્યા વિના મને અહીં આવીને આપી જાય. ૯૭. આ પ્રમાણે જાહેર કરવા છતાં જે હાર નહીં આપે અને પાછળથી ખબર પડશે તો તેને મહાદંડ આપવામાં આવશે. ૯૮. આ પ્રમાણે લોકોને ખબર આપવા શ્રેણિકે ત્રણ, ચાર રસ્તા ઉપર સ્થાને સ્થાને મોટેથી ઘોષણા કરાવી. ૯૯. આવું કરવા છતાં પણ કોઈએ હાર ન આપ્યો. અહો ! જે લે તે શું કહેવા માત્રથી પાછું આપી જાય? ૧00. પછી રાજાએ અભયકુમારને ઉગ્ર આજ્ઞા ફરમાવી કે તું સાત દિવસમાં દિવ્ય હારને મેળવી આપ. ૧૦૧. જો તું હારને નહીં શોધી આપે તો ચોરની જેમ તારો નિગ્રહ કરાશે. સ્વામીઓની જીભ ઈચ્છા મુજબ દોલાયમાન થાય છે. અર્થાત્ સ્વામીઓ વગર વિચાર્યું બોલે છે. ૨. હાર મેળવવાની ઈચ્છાથી અભયકુમાર પણ ત્રણ રસ્તે વગેરે ભમે છે. વ્યવસાય વિના પાતાળમાંથી પાણી નીકળતું નથી. ૪.
અને આ બાજુ તે વખતે જાણે સાક્ષાત્ ધર્મના અંગો હોય એવા શિવ-સુવ્રત-ધનદ-યોનય નામના ચાર સાધુઓની સાથે સુવ્રતાચાર્ય નિરંતર પૃથ્વીતલ ઉપર વિહાર કરતા તે જ નગરમાં આવ્યા. ૫. અભયકુમાર વડે અપાયેલ શાળામાં ધર્મની આરાધના માટે ઉતર્યા. કેવળજ્ઞાનનો લાભ પણ શરીરના આશ્રય વિના નથી થતો. ૬. જિનકલ્પ સ્વીકારવાની ભાવનાવાળા આચાર્ય–ભગવંતે ધૈર્ય માટે તુલના કરવાનો આરંભ કર્યો. કેમકે ધૈર્યથી કાર્યની સિદ્ધિ થાય છે. ૭. જેમ સિદ્ધાંતમાં પાંચ સમિતિઓ છે તેમ તુલના પાંચ પ્રકારે છે. ૧. તપ ૨. સત્ત્વ ૩. સૂત્ર ૪. એત્વ અને પ. બલ ૮. પ્રથમ તુલના ભુખ સહન કરવા માટે છે. બીજી સ્થિરતા માટે, ત્રીજી કાલના બોધ માટે, ચોથી સંગના ત્યાગ માટે તથા શરીરનું સામર્થ્ય ન ટકે ત્યારે મનની સમાધિ ટકી રહે એ હેતુથી પાંચમી તુલના કરાય છે. ૧૦. જિનકલ્પના અર્થીઓને ચોથ ભક્ત, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ વગેરે તપોથી તપની તુલના હોય છે. ૧૧. ચતુર્થ તપ ત્યાં સુધી કરવું જોઈએ જ્યાં સુધી સાધુના યોગો ન સધાય. એ પ્રમાણે છઠ્ઠાદિમાં પણ સમજી લેવું. ૧૨. જો બાધા ન આવતી હોય તો છ માસના ઉપવાસ કરે. અને બીજી તુલના પાંચ પ્રતિમાથી થાય છે. ૧૩. પ્રથમ પ્રતિમા ઉપાશ્રયની અંદર, બીજી તેની બહાર, ત્રીજી ચોકમાં, ચોથી શૂન્યઘરમાં થાય છે. ૧૪. અને પાંચમી સ્મશાનમાં વહન કરવાની છે. આ પાંચેય પ્રતિમાને વહન કરતા જો એકાએક ઊંદરનો ભય આવી પડે તો તેને જીતે અને ઊંઘને પણ ક્રમે ક્રમે ઓછી કરે. ૧૫. ત્રીજી તુલનામાં ધ્રુવપણે પરિચિત કરેલ સૂત્રોને નિરંતર ભણે. ૧૬. જેથી મેઘ-અને રજથી ન ઢંકાયેલ નક્ષત્ર મંડલ અને સૂર્યમંડલના