________________
અભયકુમાર ચરિત્ર
૧૪૬ સાતમો સર્ગ સમ્યગદર્શનથી શોભતા શ્રેણિક રાજાને શુદ્ધ શીલથી શોભતી ચેલ્લણા વગેરે અંતઃપુરની રાણીઓ હતી. ૧. મહામંત્રી મંડળના મસ્તક સમાન, સર્વનીતિના ભંડાર, રાજ્ય કારભારને સંભાળતો મહાબુદ્ધિશાળી અભયકુમાર મંત્રી હતો. ૨. ત્રણ પ્રકારના સારભૂત પુરુષાર્થને સાધતા શ્રેણિક રાજાના દિવસો પસાર થયા. ૩. જેમ ભાઈનો સ્નેહ તૂટે તેમ સુખપૂર્વક દિવસો પસાર કરતી ચેલણાનો દÉરાંક દેવે આપેલો હાર તૂટયો. ૪. જેમ ગાઢ વાંસની ઝાડીના મધ્યભાગને ન જોઈ શકાય તેમ ઘણા વક્ર (અટપટા) હારને સાંધવા કોઈ પ્રાયઃ સમર્થ ન થયું. ૫. જે આ હારને સાંધશે તે મરશે એમ જાણીને કોઈ જાણકારે સાંધવાનું સાહસ ન કર્યું. . સળગતા અંગારાના અગ્નિમાં કોણ હાથ નાખે? કાળા સાપના મુખમાં કોણ પોતાનો હાથ નાખવા ઈચ્છે? ૭. પટહ વગડાવીને રાજાએ ઘોષણા કરાવી કે હે લોકો! જે કોઈ આ દિવ્યહારને કોઈપણ રીતે સાંધી આપશે તેને રાજા નક્કીથી એકલાખ દ્રવ્ય આપશે. કેમકે ઘણાં દ્રવ્યના વ્યય વિના મોટું કાર્ય સિદ્ધ થતું નથી. ૯. પટને સાંભળીને કોઈક મણિકાર (ઝવેરીએ) વિચાર્યું: હારને સાંધીને હું એક લાખ મેળવું. ફોગટ કેમ જવા દઉ? ૧૦. કારણ કે મને અઠાણું વરસ થયા છે. હવે મારે જીવવાના બે વરસ બાકી છે. આ પ્રાણ સમાન લક્ષ્મી ભવોભવ દુર્લભ છે. ૧૧. મારા નામનો ઉદ્ધાર કરનારા મારા પુત્રો જીવે. જે પુત્રોને જીવિકા ન આપે તેવા પિતાથી શું? ૧૨. એમ વિચારી તેણે પટહને ઝાલ્યો. હું શંકા કરું છું કે સુતેલા યમરાજ રૂપી સાપ સ્વયં જાગ્યો. ૧૩. હારને સાંધવા પૂર્વે તેણે પચાસ હજાર દ્રવ્ય લઈ લીધું. કેમકે બાનુ લીધા વિના કરિયાણાનો સોદો થતો નથી. ૧૪. કોઈ એકાંત સ્થાનમાં હાર સાંધવા ગયો કારણ કે સુંદર કાવ્યની રચના વિજનમાં જ થાય છે. ૧૫. ત્યાર પછી તેણે જેમ ભંડારી નાણાને ગોઠવે તેમ ક્રમથી મોતીઓને સમાન ભૂમિ ઉપર ગોઠવ્યા.૧૬. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે દોરાઓ ઉપર મધ ચોપડ્યું. મધુર જ માણસોના મુખે કાર્ય સિદ્ધ થાય છે. ૧૭. દોરાના છેડાઓને અને મોતીઓને તેણે પરસ્પર વધુ અને વરના છેડા છોડીની જેમ મેળવ્યા. ૧૮. મધમાં લુબ્ધ થયેલી ભમરીઓ ભમરાઓ જેમ કમળના ગર્ભમાં પ્રવેશે તેમ દિવ્ય મોતીઓના કાણામાં આવીને પ્રવેશી. ૧૯. મુખમાં દોરાના છેડાને લઈને ભમરીઓ પાછી નીકળી. કાર્યની સિદ્ધિ થયે છતે કોની જેમ પાછો જાય? ૨૦. જેટલામાં બધા દોરા મોતીના કાણામાંથી નીકળ્યા તેટલામાં તેના છેડાને કાપીને વિધિ મુજબ બાંધ્યા. ૨૧. આ પ્રમાણે બુદ્ધિના પ્રયોગથી તેણે પૂર્વની જેમ હાર તૈયાર કરી દીધો. અથવા અહીં મહાપ્રજ્ઞની બુદ્ધિને શું અસાધ્ય છે? રર. હારની નિષ્પત્તિ થયે છતે મણિકારનું માથું અર્જકમંજરીની જેમ સાત ટુકડા થયું. ૨૩. શોકથી વિહ્વળ થયેલ પુત્રોએ તેનું મૃતિ કાર્ય કર્યું. અથવા તેવા પ્રકારના પિતાના વિયોગથી કોણ દુઃખી ન થાય? ૨૪.
પુત્રોએ રાજકુળમાં જઈને રાજાને હાર અર્પણ કર્યો. પારકાની વસ્તુ ઘરે રખાતી નથી તો રાજાની વસ્તુ કેવી રીતે રખાય? ૨૫. રાજાએ માત્ર તાંબૂલ આપીને સત્કાર કર્યો બાકીના પચાસ હજાર ન આપ્યા. વિલખા થઈને ઘરે ગયા. ૨૬. અને વિચાર્યુંઃ હા આપણને રાજાએ કેવી રીતે ઠગ્યા? અન્યાય કરતા રાજાઓના આખલાને કોણ બાંધે? ૨૭. જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી મોટાઓએ પણ નીચોના વિશે નીચા થઈને આદર કરવો જોઈએ. ૨૮. આસનમાં, શયનમાં, દાનમાં, ભોજનમાં, વાર્તાલાપમાં, તથા લોકમાં જ્યાં સુધી કાર્ય સિદ્ધિ ન થાય ત્યાં સુધી ગૌરવ જાળવી રાખવો જોઈએ. ર૯. કાર્યસિદ્ધિ થઈ જાય પછી કોઈ ખબર પણ પુછાતી નથી. (ગરજ મટી એટલે વૈધ વેરી) ઘણું પણ કાર્ય કરી આપ્યું હોવા છતાં કામ પતી જાય એટલે તરછોડી દેવાય છે. ૩૦. અડધા લાખની આશાથી અમે