________________
અભયકુમાર ચરિત્ર
૧૨૮ આપો તો તમારા ઉપર સાહસ કરીને હું પ્રાણમુક્તિ કરીશ. ૨૪. જો હું મરું તો પણ મારી સાથે ભોગવેલા સુખને યાદ કરશો. કૃત્રિમ એવા તમારાથી હું ઠગાઈ છું. (અર્થાત્ તમે કૃત્રિમ સ્નેહવાળા છો.) હવે તમને દહીંવડા નહીં મળે. ૨૫. આણે પણ ઈર્ષાથી એને જવાબ આપ્યો કે પૃથ્વી ઉપર તારા વિના બીજી ઘણી સુભગ નાયિકાઓ છે. શું ચીભડી વિના લગ્ન ન થાય? ૨૬. જો તું મરીશ તો મારી ગાંઠનું રત્ન જવાનું નથી, ફક્ત પોતાના ઘરમાંથી નાશ થશે. આ ટ્રેષમાં ચિંતાયેલું થશે. ૨૭. નિમિત્ત વિનાના ગુસ્સામાં તું કુગ્રહને છોડ. તેને છોડીને મને પૂર્વની જેમ ભજ. હવે જો તું મરવાની ઈચ્છાવાળી છે તો શું આગળ આંબા રોપેલા છે? ૨૮. પછી મહાવતે હસ્તિપાલકને જણાવ્યું હે મિત્ર! તારામાં વિરાગિણી બનેલી આને છોડી દે છોડી દે. શું તારા વડે આ કહેવત સંભળાઈ નથી કે ખેંચતાણ ઢીલું મૂકી દેવું એ જ કાર્યનું ઔષધ છે. ર૯. જેમ કાંઠા વિનાનો માટીનો ઘડો સહેલાઈથી પકડી શકાતો નથી તો ઘડાને (બાંધીને) ગ્રહણ કરવો જોઈએ. જેમ બ્રાહ્મણે કિંશુકને પકડ્યો હતો. ૩૦. હસ્તિપકે મેંઠને પુછ્યું આ બ્રાહ્મણ કોણ છે તે તું કહે, તેણે કહ્યું : જો તને સાંભળવાનું કુતૂહલ છે તો તે સાંભળ. ૩૧.
બ્રાહ્મણ અને કિંશુકવૃક્ષની કથા ઉત્તરાપથના માર્ગથી જતા કોઈક બ્રાહ્મણે કેસુડાના વૃક્ષને જોયો. જાણે ફૂલના રાગથી તે તેના ઉપર રાગવાળો થયો. ૩૨. આ વૃક્ષના ફૂલ પદ્મરાગમણિની જેમ હંમેશા શોભે છે. હું આનું બીજ પોતાના દેશમાં લઈ જાઉં જેથી ત્યાં કેસુડાના ફૂલો થાય. ૩૩. આ બીજ લઈને ઘરે આવ્યો અને હર્ષથી વાડીની અંદર વાવ્યું. અહો ! ધર્મકાર્યને છોડીને જીવો સતત અન્ય કાર્યમાં ઉદ્યમવાળા થાય છે. ૩૪. બાકીના બધા કાર્યના સમૂહને છોડી બ્રાહ્મણ તેને નિરંતર સિંચવા લાગ્યો. જો તેણે આ પ્રમાણે જિનશ્વર ભગવાનનું પક્ષાલ કર્યું હોત તો તેને કઈ ચિંતિતની પ્રાપ્તિ ન થાત? ૩૫. સ્વચ્છ–શીતલ મીઠા પાણીથી આદરપૂર્વક સિંચાતું બીજ બ્રાહ્મણના મનોરથોની સાથે પલ્લવ-અંકુર અને મનોહર દળોથી શોભવા લાગ્યું. ૩૬. વાડીના વૃક્ષોની શોભામાં ઘણો વધારો કરતી કેસુડાની શોભાને જોઈને તે બ્રાહ્મણ બમણો આનંદ પામ્યો. અનેક ફૂલોની વાંછાથી સિંચન કર્યું. ૩૭. હે મિત્ર પુંગવ! મૂળ અતિ સ્નિગ્ધ થવાથી વડની જેમ કેસુડાને એક ફૂલ આવ્યું નહીં. આથી બ્રાહ્મણની ચારે બાજુથી નિંદા થઈ. ૩૧. જ્યારે એક પણ ફૂલ ન આવ્યું ત્યારે બ્રાહ્મણ પણ કેસુડા ઉપર અત્યંત ક્રોધે ભરાયો શું કોઈ સળી ગયેલા કરિયાણા ખરીદવા દુકાને જાય? ૩૯. આના મૂળને સિંચન કરતા મેં ફક્ત દુ:ખના સમૂહને મેળવ્યો તેથી હું આના ઉપર અગ્નિ મૂકું. જે કરંબક (દહીંવડા) ખાશે તે માર સહન કરશે. ૪૦. ગાઢ કોપથી ભરાયેલા બ્રાહ્મણે જાણે સાક્ષાત્ પોતાના આત્માનો કોપ ન હોય તેમ ધગધગતો અગ્નિ મૂળમાં રોપ્યો. ૪૧. નક્કીથી આ ક્રોધી બ્રાહ્મણ મને વધારે અનર્થ ન કરે એવા ભયથી રુક્ષભાવને કારણે તે કેશુડો ચારે બાજુથી અત્યંત ફૂલ્યો. ૪૨. આ પ્રમાણે જ દુષ્ટ સ્ત્રીઓ કઠોર ભાવથી વશ કરાય છે. અને વળી સમજાવવા છતાં ન માને તો તું પોતાનું હિત કર. ૪૩. જેમ પૂર્વે બ્રહ્મદત્તે તેજસ્વી સુવર્ણની માળાથી બકરીની પૂજા કરી તેમ આ સકલ પણ લોક પોતાનું હિત સાધતા જીવને પૂજે છે. ૪૪. હસ્તીપાલકે કહ્યું ઃ હે મિત્ર! તે સારું ઉદાહરણ કહ્યું. પૂર્વે કોણ બ્રહ્મદત્ત થયો છે તેને હું હમણાં સાંભળવા ઈચ્છું છું. ૪૫. મેંઠે કહ્યું : હે મિત્ર! તું સાંભળવા ઈચ્છે છે તો હું કહું છું તે સાંભળ કેમકે અર્થીને તો ભરતની કથા કહેવામાં વાંધો નથી તો બીજી કથાની શું વાત કરવી? ૪૬.