________________
સર્ગ-૬
૧૨૯ બ્રહ્મદત્તનું કથાનક સર્વભૂમિમાં શિરોમણિ પાંચાલ નામનો વિખ્યાત દેશ છે જ્યાં કીડીના નગરાની જેમ વેપારીઓની નિરંતર અવર જવર રહે છે. ૪૭. ઘણી લક્ષ્મીને ઉપાર્જન કરનારા વણિકો અન્ય દેશમાંથી અહીં આવે છે. જેમ ઉદાર (દાતા) ના પડખા સેવનારા યાચકો હર્ષ પામીને પોતાના ઘરે જાય છે તેમ વણિકો હર્ષ પામીને પોતાના ઘરે જાય છે. ૪૮. આ દેશમાં રત્ન–સુવર્ણ–રજતાદિનું ધામ કાંપીત્યપુર નામનું વિખ્યાત નગર છે. સફેદ મહેલના વલયના બાનાથી શેષરાજની જેમ નગરનું રક્ષણ કરે છે. ૪૯. હે મિત્ર ! ધુત-મધ-પરદારસેવન–ચોરી-માંસ શિકાર અને વેશ્યા આ સાત વ્યસનોએ અહીં જીવોમાં પગ પેસારો પણ નથી કર્યો અર્થાત્ લોકો સાત વ્યસનથી મુક્ત હતા. ૫૦.
આ નગરમાં રત્નોમાં શિરોમણિ જેવો બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી રાજા હતો. કામપુરીના નવા ભંડારને આશ્રયે રહેલો હતો. બધા મુગુટ બદ્ધ રાજાઓ પગમાં પડતા હતા. ૫૧. દેવીઓ કરતા શ્રેષ્ઠ સૌંદર્યને ધરનારી અંતઃપુરની ઉત્તમ સ્ત્રીઓને એકેક યુવતિની જેમ હંમેશા જ એકી સાથે ભોગવતો હતો. પર. એકવાર પવનના વેગને જીતી લે એવા ઘોડા ઉપર સવાર થયો અને મનુષ્યોની સાથે નગરની બહાર નીકળ્યો કેમકે રાજાઓને અશ્વનું કૌતુક હોય છે. ૫૩. શેષભૂમિના રાજાઓની દેખતાં જ દુઃસ્વભાવી ઘોડો એકાએક જેમ પાપી જીવ કગતિમાં જાય તેમ મહાટવીમાં પહોંચ્યો.૫૪. રાજા ક્યાં લઈ જવાયા છે એમ ચિંતાથી વ્યાકુળ થયેલું તેનું સર્વ જ સૈન્ય પાછળ ચાલ્યું. અથવા તો તુંબથી રહિત એકલા આરાઓના સમૂહથી કાર્યની સિદ્ધિ થાય છે? ૫૫. રાજાઓની સાથે નગરમાં પહોંચીને આણે દિવસનું કાર્ય કર્યું. ત્યાર પછી જેમ સૂર્ય રાત્રે સમુદ્રમાં ચાલ્યો જાય તેમ આ રમ્ય વાસભવનમાં પ્રવેશ્યો. ૫૬.
શયનમાં રહેલા રાજાને રાણીએ કહ્યું : હે નાથ ! દુષ્ટ ઘોડા વડે હરાયેલ તમારા વડે આજે ક્યું નવું કૌતુક જોવાયું? પૃથ્વી સેંકડો આશ્ચર્યથી ભરેલી છે. ૫૭. રાજાએ કહ્યું ઃ હે પ્રિયા! પૂર્વે મેં ન જોયું હોય એવું કૌતુક જોયું તેથી એક મનવાળી થઈને સાંભળ કેમકે ખાનગી વાત કહેવા માટે તું જ પાત્ર છે. ૫૮. હે દેવી ! ઘોડાથી હરણ કરાયેલ હું એકલો જ અટવીમાં જઈ પહોંચ્યો. પૂછના ઘાતના અવાજથી જંગલના જીવોને કંપાવનાર સિંહોનો સમૂહ ઘણો આનંદ આપે છે. ૫૯. દાન (મદ) થી ઘણાં ભમરાઓને તુષ્ટ કરનાર મેઘ જેવા કાળા હાથીઓ કયાંક ગર્જના કરે છે. પાડાઓનો સમૂહ પરસ્પર લળીને શિંગડાઓને ટકરાવીને અગ્નિના તણખાઓને ઝરાવે છે. ૬૦. જેમ ખેડૂત હળથી મુસ્તક (એક જાતનું ઘાસ)માટે પૃથ્વીને ખેડે છે તેમ અલમસ્ત ભૂંડો નાકથી આગળના વરાહને જોવાની ઈચ્છાથી પૃથ્વીને ખોદે છે. ૬૧. હે પ્રિયા હંમેશા લીલા મીઠા ઘાસના ભક્ષણથી પુષ્ટ થયેલા હરણોએ રાત્રિએ ચંદ્રમામાં રહેલા મૃગને મળવા માટે કૂદકા માર્યા. ૨. હે કૃશોદરી ! ક્યાંક ગહન વાંસની ઝાડીમાં પોતાની ઈચ્છા મુજબ ચમરી ગાયનો સમૂહ ચરતો હતો અને પુછડાના વાળને કોઈક કાપી લેશે એવા ભયથી કયાંય જવાની ઈચ્છાવાળો ન હતો. ૬૩. હે સુંદરી ! ઉનાળાના સૂર્યના કિરણોથી તપાવાયેલો હું ઘોડા ઉપર જ રહેલો વૈરીથી પણ અધિક પાપી પિપાસાથી પીડાયો. ૬૪. તત્પણ ઘોડા ઉપરથી ઉતરીને પાણીને શોધવા આમતેમ ભમતા મેં જેમ કારાગૃહમાં રહેલો સજ્જનને જુએ તેમ એક સરોવરને જોયું. ૬૫. કાંઠા ઉપરના વૃક્ષોની છાયાના આભાસથી શ્યામ થયેલ અને સરોવરમાં ઉગેલ વિકસિત શ્વેતકમળથી સુશોભિત થયેલ સરોવર તારાની શ્રેણીથી સહિત શરદઋતુના આકાશની શોભા જેવું હંમેશા થયું. ૬. હે કમલ જેવા દીર્ઘ લોચનવાળી! સરોવરના છેડા પર રહેલ ઘણા વર્ણવાળી શેવાલથી તે અલંકૃત હતું. તેના નેત્રપટ અને મસ્તક બંધાયેલા હતા. તે