________________
૧૩૧
સર્ગ-૬
તેમ રોષથી લાલ આંખવાળો હું સરોવરમાંથી બહાર નીકળ્યો. અને ચંદ્રના મંડળના મુખ જેવા તે બેને ચાબુકથી ફટકાર્યા. ૮૯. હે દયિતા ! ક્ષણથી મિથુન મૂર્છિત થયું અને ક્ષણથી મેં તેને છોડી દીધું. સદ્કટો પડેલા શત્રુને પણ શું કયાંય માર મારે ? ૯૦. જેમ ઉત્તમ કવિની કાવ્ય રચનામાં અભિધેય અર્થની પાછળ વ્યંગ્ય અર્થનો સમૂહ આવે તેમ પાયદળ હસ્તી–અશ્વ આદિનું સૈન્ય મને શોધતું આવી પહોંચ્યું. ૯૧. તે વખતે એક ક્ષણ પૂરતો હું વ્યગ્ર ચિત્તવાળો થયો હતો અને જેટલામાં ચૈતન્ય પામેલ તે સર્પનું યુગલ કયાંક ચાલી ગયું હતું. જે પલાયન થાય છે તે જીવે છે. ૯૨. પછી સર્વ સૈન્યથી પરિવરેલો હું સ્વયં પોતાના નગરમાં આવ્યો. હે સુંદરાંગી ! વિસ્મયને પમાડનારું આ કુતૂહલ મેં જોયું. એમ કહીને રાજા શરીરની ચિંતા માટે વાસઘરમાંથી બહાર નીકળ્યો. ૯૩. અને સકલ દિશા સમૂહને ઉદ્યોત કરતા ઉત્તમ નાગકુમાર દેવને તે વખતે જોયો. ૯૪. હે બ્રહ્મદત્ત ! તું હંમેશા વિજય પામ. દુષ્ટનો નિગ્રહ કરનાર હું તારા પક્ષમાં છું. કાર્યના વશથી હું અહીં આવ્યો છું એમ દેવે તેની આગળ કહ્યું. ૯૫. આ અતિ તેજસ્વી કાંતિવાળો કોણ હતો ? આ કયા સ્થાનથી આવ્યો છે ? એમ વિચારતા રાજાએ તેને પુછ્યું : હે ભદ્ર ! તારું શું પ્રયોજન છે તે મને કહે. ૯૬. દેવે કહ્યું હે રાજન્ ! સરોવર ઉપર તેં જે નાગકન્યાને જોઈ હતી તે મારી પ્રિયા છે. તેણીએ આવીને મને કહ્યું કે બ્રહ્મદત્ત રાજાએ મને આ વિડંબના કરી છે. ૯૭. મેં તેને કહ્યું : હે પ્રિયા ! તે નિઘૃણે તારી આવી દશા શા માટે કરી ? મારી પ્રિયાએ કહ્યું : સાવધાન થઈને સાંભળો. ૯૮. હે જીવિતેશ્વર ! હું તમારી પાસેથી ત્યારે સરોવર ઉપર ક્રીડા કરવા ગઈ. જેટલામાં હું સરોવરમાંથી નીકળી તેટલામાં તેણે મને વિશેષથી જોઈ. ૯૯. તે જ વખતે કામદેવે પોતાના સમસ્ત બાણોથી તેના ઉપર પ્રહાર કર્યો. કારણ કે દેદીપ્યમાન દીપકની શિખા પાસે ભમતા પતંગિયાનું ક્ષેમકુશળ કયાં સુધી રહે ? ૧૦૦. તે દુરાત્માએ મને પ્રાર્થના કરી કે કામરૂપી અગ્નિના તાપથી તપેલા મારા શરીરને અમૃતરસથી ચઢી જાય તેવા પોતાના શરીરના સંગથી ઠંડુ કર. ૧૦૧. મેં તેની કઠોર વચનથી તર્જના કરી કે તું અધમ મનુષ્ય છે. હું દેવી છું. કોયલ અને કાગડાની જેમ આપણો સમાગમ કેવી રીતે થાય ? ૨. વિષયલોલુપી તું જો જાતિનો વિચાર કરતો નથી તો પણ તું નરકથી કેમ ભય પામતો નથી ? પૂર્વે રાવણે જેમ પરસ્ત્રીનો અભિલાષ કર્યો હતો તેમ તું શા માટે કરે છે ? ૩. બિલાડીનું બચ્ચું દૂધને જુએ છે પણ દંડને જોતું નથી. તારું મોઢું જોવામાં પાપ છે. મારા દષ્ટિમાર્ગથી હટી જા. ૪. એમ મારી પ્રિયાએ મને વારંવાર કહ્યું. પછી હું પાપી કુબુદ્ધિ તારા (બ્રહ્મદત્ત) ઉપર ઘણાં કોપને પામ્યો. અથવા ભવાભિનંદી જીવોને કહેવાયેલું હિતનું વચન શાંતિને માટે થતું નથી. પ. તેણે ખરીદેલી કર્મકરી (ચાકરાણી)ની જેમ મને સેંકડો ચાબુકોથી નિર્દયપણે ફટકારી, તમે મારા પતિ હોતે છતે શું જાર પુરુષની સાથે મારો સંગ થાય ? ૬. તેનું વચન સાંભળીને હું ક્રોધના અસાધારણ આવેશને પામ્યો. પત્નીના વચનથી કોણ કોણ ભાઈ ઉપર પણ દુર્ભાવને પામતો નથી ? ૭. તે અનંગશાલિકાને સાંત્વન આપતા મેં કહ્યું : હે દેવી ! જરા પણ ખેદ ન કરીશ તેને જલદીથી લાત મારીને હું મારું વેર વાળું છું. ૮. હે પ્રિયા ! હું હોતે છતે વિષય સુખના લાલચુએ તને મારી છે તેથી નક્કીથી તેણે સિંહની કેસરા ખેંચી છે. ૯. પછી વેગથી ભૂમિને પ્લાવિત કરનાર નદીના પૂરની જેમ હું અહીં આવ્યો છું. તેટલામાં મારી સ્ત્રીની યથાવત્ કથાને કહેતા મેં સાંભળી. ૧૦. મારી સ્ત્રીના વચનરૂપી પવનથી દીપિત થયેલો મારો કોપાગ્નિ શાંત થયો. સત્ય—શીલવાન તારી પાસે શત્રુ પણ મિત્ર બની જાય છે. ૧૧. તેથી મારી દુષ્યેષ્ટાને ક્ષમા કર. કારણ કે મોટા પુરુષોની ક્ષમા જ ઉત્તમ પ્રિયા છે. મારી પાસેથી કંઈક માગ. કેમકે દેવનું દર્શન અમોઘ છે. ૧૨. ચક્રવર્તીએ કહ્યું : મારે કોઈ વસ્તુનું પ્રયોજન નથી તો પણ હે દેવ પુંગવ ! તારું વચન નિરર્થક ન બનો