________________
સર્ગ-૬
૧૩૭ પાપ કેમ કર્યું. ૨૬. હું જ્યારે તમને રાજ્ય આપતો હતો ત્યારે સ્પૃહા વગરના તમે રાજ્ય લીધું નહીં અને હમણાં આવા પ્રકારનું વર્તન કર્યું. આ તમારી બંને ચેષ્ટા પરસ્પર વિરુદ્ધ કેમ છે? ૨૭. હું આજે આ રીતે તારા વડે નિરર્થક મરાયો હોત અને કદાચ હું મરણ પામત તો ધર્મ વિહોણા મારી કઈ ગતિ થાત? ૨૮. હે માતા ! તમે આખું રાજ્ય હર્ષથી નક્કીથી સ્વીકારી લો. જો પ્રીતિથી કાર્ય સિદ્ધ થતું હોય તો કોણ કડવાશ ઉભી કરે ? ર૯. તત્ક્ષણ રાજાએ બે ભાઈઓ ઉપર રાજ્યનો ભાર મૂકીને હર્ષથી દીક્ષા લીધી. અથવા તો તારા પુત્રને વ્રત લેવું શ્રેયસ્કર છે. ૩૦. દુષ્કર ચરણને આચરતા દુપ્તપ તપોભરને કર્યું અને જાણે સાક્ષાત્ મૂર્તિમાન ધર્મ ન હોય તેમ સતત મૃતરૂપી અમૃતનું પાન કર્યું. ૩૧.
એકવાર અવંતીપુરથી બે સાધુઓ આવ્યા. આણે તેઓને પુછ્યુંઃ હે મહામુનિ ! સાધુઓની સાધના સારી ચાલે છે ને? ૩૨. ત્યાર પછી તે બંનેએ કહ્યું : હે મહામુનિ! ત્યાં રાગ અને દ્વેષના નાના ભાઈ જેવા રાજપુત્ર અને પુરોહિત પુત્ર સાધુઓને બહુ હેરાન કરે છે. ૩૩. હે મહામુનિ ! ભક્ત-પાન-વસ્ત્રાદિ કોઈ વસ્તુની ત્યાં ન્યૂનતા નથી. શ્રાવકો જે ભક્તિ કરે છે તેની ઉપમા નથી. ૩૪. પાઠનું સ્પષ્ટપણે પરાવર્તન થવાથી, અર્થનું ચિંતન સારી રીતે થવાથી, પઠન-પાઠનોથી નૂતન સાધુ તથા તપસ્વીઓને આગમનું અધ્યયન જલદીથી સારી રીતે થાય છે. ૩૫. આ સાંભળીને મુનિ એકાએક ખેદ પામ્યા. હા તપસ્વીઓને પીડા કરીને તે બે (રાજપુત્ર અને પુરોહિત)પુત્ર ભવરૂપી સમુદ્રના તળિયે પડશે. શું મુનિની કદર્થનાથી જીવ કલ્યાણ પામે? ૩૬. તે બંનેને બોધ પમાડવા ગુરુની રજા લઈને મુનિએ શીધ્ર અવંતિ તરફ પ્રયાણ કર્યું. અથવા મુનિઓ સદા એકમાત્ર પરોપકાર કરવામાં રત હોય છે. ૩૭. ત્યાં પહોંચીને પોતાની કાર્યની સિદ્ધિ માટે કોઈક વસતિમાં ઉતર્યા. ત્યાં પૂર્વે રહેલા સાધુઓએ આગંતૂક નૂતન મુનિની ભક્તિ કરી કેમકે ગુરુની જેમ અતિથિ પૂજનીય છે. ૩૮. ભિક્ષાકાળે સ્થાનિક સાધુઓએ વિનંતી કરી કે અમે તમારું ભક્તપાન લઈ આવશે. આગમમાં સાચું કહ્યું છે કે પરોણાની ત્રણ દિવસની ભક્તિ કરવી જોઈએ ૩૯. તેણે કહ્યું : તમારે ભક્તિ કરવી ઉચિત છે. પરંતુ હું આત્મલબ્ધિક છું. મને દ્વેષી અને ભદ્ર કુલને બતાવે તેવી સંઘાટક સાધુ સહાયમાં આપો. ૪૦. સ્થાનિક ગુરુએ કહ્યું : હે વત્સ! તું મહાત્માની સાથે જઈને ઘરો બતાવ એમ કહી શૈક્ષકને સાથે મોકલ્યો. શું બુદ્ધિમાન વીસ પૈસામાં મળતી વસ્તુ માટે રૂપિયો ખર્ચો? ૪૧. જેમ યુદ્ધ કરવાની ભાવનાવાળાને શત્રુનું લશ્કર બતાવે તેમ તેણે ઉત્કંઠિત મુનિને બધા ઘરોને બતાવતા કુમારનું ઘર બતાવ્યું. ૪૨. અહીં શું થાય છે તે જોઉ તો ખરો એમ વિચારી મુનિએ જલદીથી ક્ષુલ્લક સાધુને રજા આપી. મોટેથી ધર્મલાભ બોલીને તેણે કુમારના ભવનમાં પ્રવેશ કર્યો. ૪૩. હા હા હા એમ મોટેથી બોલતી અંતઃપુરની સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળી અને જેમ કૃપણ માતાપિતાની સ્ત્રીઓ બોલે તેમ સાધુનું વારણ કરતા બોલીઃ હે પ્રભુ! અહીં આ ઘરમાં જશો નહીં. ૪૪. મોટેથી બૂમ પાડીને મુનિએ કહ્યું : અરે હે ભદ્રિકો ! તમે આકુલ કેમ છો? શું અહીંયા મહાદારૂણ સર્પો રહે છે? અથવા શું અહીં ચોરોનો વાસ છે? ૪૫. આ કોઈ નવા સાધુ આવેલા છે. રોકવા છતાં અટકતા નથી. હે ગૃહિલ! અગ્નિને યાદ ન કરો. સ્મારિત કરાયેલો અગ્નિ ઘણાને સળગાવે. ૪૬. આ પ્રમાણે અંતઃપુરની સ્ત્રીઓ સતત વિચારતી હતી ત્યારે મુનિ અંતઃપુરમાં પ્રવેશ્યા. જેનું મન કાર્યમાં લીન થયું છે તે કોઈને મચક આપતા નથી. ૪૭.
આ સુંદર રમકડું સ્વયં આપણી પાસે આવ્યું છે એમ બોલતા બહાર નીકળીને રાજપુત્ર અને પુરોહિત પુત્રો પોતાની સુગતિનો દરવાજો બંધ કરે તેમ ક્ષણથી અંતઃપુરનો દરવાજો બંધ કર્યો. ૪૮.
૧. આત્મલબ્ધિક – પોતાનું લાવેલું ભક્તપાન વાપરવાનો અભિગ્રહ હોય તે આત્મલબ્ધિક સાધુ.