________________
અભયકુમાર ચરિત્ર
૧૧૬
:
કળશને જોયો. ૮૦. જેટલામાં કુંભને ઉઘાડ્યો તેટલામાં સુવર્ણ માણેક વગેરેથી ભરેલો જોયો. ૮૧. પિતાની આજ્ઞાથી કેટલાક સુવર્ણને વટાવીને પુત્રો વસ્ત્રો, થાળ, કચોળા વગેરે અને શાલિ વગેરે લઈ આવ્યા. ૮૨. પુત્રવધૂઓએ તત્ક્ષણ સુંદર રસોઈ તૈયાર કરી. જિનદત્ત વગેરેએ ભોજન કર્યું. જગતમાં આ એક વસ્તુ (ભોજન) જય પામો. ૮૩. ભોજન કર્યા પછી સારા વસ્ત્રો પહેરીને ઘણું ઉત્તમ ભેટણું લઈને શેઠ તથા પુત્રો રાજકુલે ગયા. ૮૪. રાજાને ભેટણું ધરીને શેઠ અને પુત્રોએ નમસ્કાર કર્યા. અતિ ગૌરવથી અપાયેલ આસનો ઉપર બેઠા. ૮૫. રાજાએ સ્વયં ગૌરવપૂર્વક શ્રેષ્ઠીને કહ્યું : હે શ્રેષ્ઠિન્ ! ઘણાં દિવસો પછી તમે ભાગ્ય યોગે હમણાં દેખાયા છો. ૮૬. જ્યારે જ્યારે મહાજન અમારી પાસે આવ્યું ત્યારે ત્યારે અમે હંમેશા આ પ્રમાણે ચિત્તમાં વિચાર્યું : ૮૭. શા કારણથી જિનદત્ત વણિક મહાજન મંડળમાં સર્વથા દેખાતા નથી ? ૮૮. શ્રેષ્ઠીએ જણાવ્યું : અહીં અમારી આજીવિકા ચાલતી ન હતી. તેથી અમે તમારાથી દૂર ગયા હતા. ૮૯. ફરી પોતાના ભાગ્યોથી મનુષ્યો થઈને દેવના (રાજાના) ચરણને યાદ કરતા પરિવાર સહિત અમો અહીં આવ્યા છીએ. ૯૦. રાજાએ મોરપીંછ છત્ર સુવર્ણની સાંકળ આપીને પુત્ર સહિત શ્રેષ્ઠીની ઉપર સ્વયં કૃપા કરી. ૯૧. અર્થીઓને દાન આપતો, લોકો વડે પ્રશંસા કરાતો શ્રેષ્ઠી રાજમંદિરથી પોતાના ઘરે આવ્યો. ૯૨.
અહો ! આ ધર્મનો પ્રભાવ છે કે ઘણી દૂર ચાલી ગયેલી લક્ષ્મીને શ્રેષ્ઠીએ પાછી વાળી એમ સ્વજનો બોલી ઉઠયા. ૯૩. જેમ તંબોલી નાગરવેલના પાનના ટોપલાને સુધારે તેમ શ્રેષ્ઠીએ સુથાર અને કડિયાઓ પાસે ઘરને સમારાવ્યું. ૯૪. ઘણું કરીને પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો ભયથી અને ભાવનાથી પણ હંમેશા શ્રેષ્ઠીએ કહેલા ધર્મકાર્યમાં ઉદ્યમ કરે છે. ૯૫. કયારેક આળસ કરીને ચૈત્યવંદનાદિ ન કરે ત્યારે શ્રેષ્ઠીએ
તેઓને આ પ્રમાણે પ્રેરણા કરી. ૯૬. હે વત્સો ! શું તમોએ પોતપોતાનું અનુષ્ઠાન કરી લીધું ? ત્યારે તેઓએ કહ્યું : હે પિતા ! અમે આજે રાજસભાથી મોડા આવ્યા છીએ. થાક અને ઊંઘ આવવાથી અમે દેવવંદન કર્યુ નથી. ૯૮. કૃત્રિમ કોપ કરીને જિનદત્તે કહ્યું ઃ રે રે ! તમે પોતાનું બોલેલું વચન પણ શું ભૂલી ગયા ? ૯૯. હળ ખેડવા વગેરે મજૂરી કરતા હતા ત્યારે તમને થાક ન લાગ્યો ને હવે સુખાસનમાં બેસીને ધર્મસ્થાનોમાં જવામાં તમને થાક લાગી ગયો ? ૫૦૦. તમને ભોજનાદિની કોઈ ચિંતા નથી તેથી તમારું શરીર ઘણું પુષ્ટ થઈ ગયું છે. સુખની અતિશય લંપટતાથી તમે ધર્મ કરવાને ઈચ્છતા નથી. ૫૦૧. તેથી પત્ર લઈ આવો તમે પોતાના વચનને જલદીથી ફોક કર્યુ છે પુત્રોને બીજો કયો દંડ આવે ? સર્વેપણ પુત્રો બે પગમાં પડ્યા. અને પિતાને કહ્યું : હે તાત ! કુબુદ્ધિને પામેલા અમે એકવાર ભૂલ કરી છે. ૩. હવે પછી હંમેશા જ અમે જે કબૂલ્યું છે તે કરશું. તેથી પુત્રવત્સલ તાત ! અમારા આ અપરાધની ક્ષમા કરો. ૪. સારું એમ પિતા વડે ક્ષમા કરાયેલા પુત્રો પૂર્વની જેમ ધર્મકાર્યમાં રત થયા અથવા પોષ્યની પ્રવૃત્તિઓ પોષકને આધીન છે. ૫. અમે તો પહેલેથી જ પોતપોતાના કાર્યો કરી લઈએ નહીંતર જો પિતા આવશે તો આપણને ઘણો ઠપકો આપશે. ૬. એમ વિચારીને તુરત જ પુત્રો, પૌત્રો, પુત્રવધૂઓએ પણ વંદન–પ્રતિક્રમણ વગેરે આગળથી કર્યું. ૭. એમ રોજે રોજ સાથે ધર્મ કરતા તલ્લીન થઈ ધર્મનો અભ્યાસ કરવા લાગ્યા.૮.
જ્યારે માંદગી આદિને કારણે ધર્મ અનુષ્ઠાન ન કરી શકતા ત્યારે તેઓને મોટી અરતિ થતી. ૯. હર્ષ પામેલ પુત્રો, પુત્રવધૂઓ પૌત્રોએ પરસ્પર વાર્તાલાપ કર્યો કે પિતાએ અમને સુખી કર્યા. અમારો ભવથી નિસ્તાર કર્યો. ૧૦. ઉત્તમ ભોજન, વસ્ત્રો, આભરણો વગેરે આપીને શેઠ પુત્રો પાસે ઘણાં ધર્મકૃત્યો કરાવે છે. ૧૧. કલ્પવૃક્ષ કરતા ચડી જાય તેવી પિતાની મોટી કૃપાથી અમારા આલોક અને પરલોક બંને પણ