________________
સર્ગ-૫
૧૧૯ તો બીજી સુંદર સ્ત્રીઓને પરણશે અને મારી ખબર પણ નહીં પૂછે કારણ કે ધનવાનોની આવી રીતિ હોય છે. ૭૦. તેથી હું થોડુંક મંગાવું જેથી આ મને છોડી ન દે. કયો ડાહ્યો પોતાના ઘોડાથી પોતાની ધાડને પડાવે? ૭૧. હે પ્રિય! રોજ તમારું દર્શન તથા અગ્ર આસન ઉપર ભોજન અને દક્ષિણામાં એક દીનાર આટલું રાજા પાસે માંગો. ૭૨. બાકીના લોભથી સર્યું કેમકે મોટા બ્રાહ્મણોને સંતોષ એ ભૂષણ છે. એમ ભટ્ટિકાએ શીખવાડ્યું. ૭૩. બ્રાહ્મણે ભટ્ટિકાની સૂચના મુજબ સર્વ રાજા પાસે માગ્યું. રાજાએ કહ્યું છે બ્રાહ્મણ ! કલ્પવૃક્ષ પાસેથી પાંદડું માગવાની જેમ મારી પાસે આ શું માગ્યું? ૭૪. બ્રાહ્મણે કહ્યું છે રાજનું! બ્રાહ્મણીએ કહ્યું હોય તેના કરતા દોરી બનાવવાની વાટ વગેરે કંઈપણ અધિક માગતો નથી. ૭૫. હે ઝૂંપડુંગવ ! આ મતિશાલિની બ્રાહ્મણી જેટલું પાણી પીવાનું કહે તેટલું જ પીઉં છું તેનાથી વધારે નહીં. ૭૬. આ (બ્રાહ્મણી) પરમ મિત્ર છે. આ પરમ દેવતા છે, આ પરમ સર્વસ્વ છે, આ મારું જીવિત છે, ૭૭. આ જડ (મૂખ) આવા પ્રકારની જ કૃપાને ઉચિત છે. ડોલ સ્નાન થઈ શકે તેટલું પાણી ગ્રહણ કરે છે. ૭૮. એમ વિચારીને તથા આનો સરળ સ્વભાવ જાણીને રાજાએ આલોચાદિ સર્વ માગણી મંજૂર રાખી. ૭૯. રાજા સાથે વાર્તાલાપ કરતા, અગ્રાસને ભોજન કરતા અને દીનારને મેળવતા આણે આદરભાવ પ્રાપ્ત કર્યો. ૮૦. લોકે પણ લોકમાન્ય બ્રાહ્મણને ભોજનનું નિમંત્રણ કર્યું. જેના ઉપર રાજા પ્રસન્ન થાય તેના ઉપર કલ્પવૃક્ષ ફળ્યો છે. ૮૧. દક્ષિણાના લોભથી કરેલા ભોજનને વમી વમીને ફરી ફરી ભોજન કર્યું. બ્રાહ્મણોના લોભના સ્થાને કોઈ વસ્તુ આવતી નથી. અર્થાત્ બ્રાહ્મણોમાં લોભ સર્વોપરી છે. ૮૨.
ઘણી દક્ષિણા મળવાથી બ્રાહ્મણ ઘણો ધનવાળો થયો. જેમ વૃક્ષની ડાળીઓ ફૂલે ફાલે તેમ બ્રાહ્મણ કુટુંબથી વધ્યો. ૮૩. અર્જીણ આહારના વમનથી ઉંચે ચડેલ અપકવ (કાચા)રસોથી આને ચામડીનો રોગ થયો. જેવા પ્રકારની ક્રિયા ફળ પણ તેવા પ્રકારનું પ્રાપ્ત થાય છે. અર્થાત્ પાપક્રિયાથી પાપનું અને ધર્મક્રિયાથી ધર્મનું ફળ પ્રાપ્ત થાય છે. ૮૪. ઉપચાર નહીં કરવાથી તેનો વ્યાધિ વધ્યો. વૈર, વ્યાધિ, ઋણ, અગ્નિ આ ચારેય પણ સમાન છે. ૮૫. જેનું નાકનું ટેરવું ચિબાઈ ગયું છે. જેના હાથપગ સડી ગયા છે, જેનો સ્વર ભાંગી ગયો છે એવો તે સાક્ષાત્ પાપના પુજના ઉદયવાળો થયો. ૮૬. તો પણ તૃપ્ત નહીં થતા બ્રાહ્મણે રાજાની આગળ ભોજન કર્યું કારણ કે લોભીઓ પોતાની પાંચે ઈન્દ્રિયોથી લજ્જા પામતા નથી. ૮૭. અતિશય અનુચિત જોઈને મંત્રીઓએ રાજાને જણાવ્યું. આ કોઢરોગ ઊંટના રોગવિશેષની જેમ ચેપી છે. ૮૮. તેથી તેની સાથે બેસીને ભોજન કરવું સારું નથી. જેનાથી પોતાનો નાશ થાય તેવા વાત્સલ્યથી શું? ૮૯. તેના પુત્રો નીરોગી છે તેમાંથી કોઈ એકને આદેશીના સ્થાને થનાર આદેશની જેમ તેનું પદ આપો. ૯૦. ભલે એમ કરો એમ રાજાએ સંમતિ આપી ત્યારે મંત્રીઓએ બ્રાહ્મણને કહ્યું હવે પછી તારે પુત્રને રાજસભામાં મોકલવો. ૯૧. તારે ઘરે જ રહેવું એમ આદેશ પામેલ બ્રાહ્મણ નારાજ થઈને પુત્રને રાજસભામાં મોકલવા લાગ્યો. ૯ર. વ્યાધિ ઉગ્ર થયો ત્યારે પુત્રોએ વાછરડાની બાંધવાની ઝુંપડીની જેવી ઝૂંપડી બનાવી આપી. ૯૩. આ એકલો ઝૂંપડીમાં કેવી રીતે રહેશે એવી બુદ્ધિથી માખીઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો. ૯૪. જુના ખાટલા ઉપર બેઠેલો આ વારંવાર રડતો હોવા છતાં પણ કોઈએ તેના વચનને કાને ન ધર્યુ તો પછી તેની આજ્ઞા માનવાની વાત કયાંથી રહે? ૯૫. તેના પુત્રોએ તેની આજ્ઞા
૧. આદેશીના સ્થાને આદેશ - આ વ્યાકરણનો ન્યાય છે. આદેશીના સ્થાને થનારો આદેશ આદેશી જેવો હોય છે. જેમકે સંબંધક ભૂતકૃદન્તનો સ્તવકિધુ પ્રત્યય છે. ઉપસર્ગપૂર્વકના ધાતનો 7 ને બદલે 4 આદેશ થાય છે તે પ્રત્યય પણ પત્ની ની જેમ કિધુ પ્રત્યય ગણાય છે. તેથી ગુણ ન થાય.