________________
અભયકુમાર ચરિત્ર
૧૧૮ શોક અને જુગુપ્સા ફક્ત કર્મગ્રંથોમાં હતા. વિતંડાવાદ નિગ્રહ સ્થાન, પ્રતિજ્ઞાની પ્રત્યક્ષ બાધિતા, છળ તર્કશાસ્ત્રમાં જ હતા. પણ લોકોમાં ન હતા. ૪૦. તે નગરમાં કલ્પવૃક્ષની જેમ યાચકના અભીષ્ટને પૂરવામાં, શત્રુઓના સેંકડો સૈનિકોને જીતી લેનાર શતાનીક નામનો રાજા હતો. ૪૧. તે સમુદ્ર જેવો ગંભીર મેરુ જેવો સ્થિર, ચંદ્ર જેવો શીતળ, બૃહસ્પતિ જેવો નીતિજ્ઞ, રામ જેવો નીતિમાન હતો. ૪૩. તેનું એક દૂષણ એ હતું કે પરસ્ત્રીથી વિમુખ હોવા છતાં પણ તેણે પર રાજ્યની લક્ષ્મીને હઠથી ગ્રહણ કરી. ૪૪.
તે નગરમાં દરિદ્રોમાં શિરોમણિ, મૂર્ખાઓનો ઉદાહરણ સેતુક નામનો બ્રાહ્મણ હતો. ૪૫. જેમ ભિલ્લને કષ્ટથી દિવસો જાય તેમ પત્ની સાથે પોતાની અવસ્થાને ઉચિત આના કેટલાક દિવસો પસાર થયા. ૪૬. ગર્ભવતી થયેલી પત્નીએ બ્રાહ્મણને કહ્યું : ઘી વગેરે સામગ્રી લઈ આવો જેથી અહીં જ (ઘરેજ) સૂતિકર્મ કરાય. ૪૭. વિપ્રે કહ્યું ઃ હે પ્રિયા ! હું ક્યાંથી સામગ્રી લાવું? કેમકે અમાસના ચંદ્રની જેમ મારે કોઈ કલા નથી. ૪૮. કળા વગર કંઈપણ પ્રાપ્ત થતું નથી. લોકમાં કળાનું જ મહત્ત્વ છે. જાતિનું નહીં. કુળનું પણ મહત્ત્વ નથી. ૪૯. તુરત જ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવી બ્રાહ્મણીએ પતિને કહ્યું તમે રાજાની સેવા કરશો તો ધનની પ્રાપ્તિ થશે. ૫૦. કારણ કે રાજાઓ પ્રણયિજનની પ્રાર્થનાને પૂરવા સમર્થ છે. લોકમાં રાજાઓ જ કામકુંભો છે બાકી કામકુંભની કથા ખોટી છે. ૫૧. વળી આ રાજાઓ બીજાના ગુણ-અવગુણની પરીક્ષા કરતા નથી. દેવોની જેમ અતિભક્તિથી પ્રસન્ન કરાય છે. પર. બ્રાહ્મણીનું તે વચન સાંભળીને બ્રાહ્મણ ફળ-ફૂલના પાત્રો ભરીને મહા-આદરથી શતાનીક રાજા પાસે જઈને રોજેરોજ સેવા કરવા લાગ્યો. ૫૩. બુદ્ધિ ન હોય છતાં બીજાની બુદ્ધિથી કાર્ય કરે તો તે પણ સુંદર છે. ૫૪.
એકવાર ચંપાના રાજાએ પદાતિ–અશ્વ-હાથી વગેરે લઈને જેમ રાહ ચંદ્રને રૂંધે તેમ કૌશાંબી નગરીને ચારે બાજુથી રુંધી દીધી. પ૨. છળને શોધતો શતાનીક રાજા નગરીની અંદર રહ્યો. જે પરાક્રમથી સાધ્ય ન હોય તેને ઉપાયથી સાધવો જોઈએ. ૫. ઘણાં કાળ પછી દધિવાહન રાજાના સૈનિકો ખેદ પામ્યા. ખરેખર કિલ્લો દુર્જય છે. પ૭. વર્ષાકાળ શરૂ થયો. જેમ મુસાફર લાંબા સમય પછી ઘરે જવા ઉત્કંઠિત થાય તેમ રાજા પાછો જવા તૈયારી કરવા લાગ્યો. ૫૮. તે વખતે સેઢેક ફૂલો લેવા ઉદ્યાનમાં ગયો હતો. સેટુકે શત્રુ સૈન્યને પાકેલા પાંદડાવાળા વૃક્ષ જેવું જોયું. ૫૯. જલદીથી આવીને બ્રાહ્મણે શતાનીક રાજાને ખબર આપી કે હે રાજન્ ! આ તારો શત્રુ ભાંગી ગયેલા દાંતવાળા હાથીની જેમ પાછો જાય છે. ૬૦. હમણાં જો તું પરાક્રમ ફોરવશે તો શત્રુને જીતી લઈશ. મહાવૃક્ષની જેમ વ્યવસાય સમયે જ ફળે છે. ૬૧. તેનું વચન ઉચિત છે એમ જાણીને સૈન્ય લઈને શતાનીક રાજાએ દધિવાહન રાજાના સૈન્ય ઉપર ક્ષણથી હલ્લો કર્યો. ૨. મુશળધાર વરસાદની જેમ બાણની ધારાનો વરસાદ વરસાવ્યો, તેનાથી પીડાયેલ ચંપેશનું સૈન્ય બળદોની જેમ નાશી ગયું. ૩. અલ્પ પરિજનવાળો ચંપેશ લશ્કરને છોડીને ચંપા નગરીમાં ગયો. સ્વામી સલામત રહે તો સર્વકાર્યોની સિદ્ધિ થઈ શકે. ૬૪. શતાનીક રાજાએ તેની ભંડાર હાથી વગેરે સંપત્તિ કલ્થ કરી. અથવા તો યૂથપતિ નાશી ગયે છતે બાકી રહેલાઓ કાર્ય સાધી શકે ખરા? ૬૫.
અત્યંત ખુશ થયેલ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી બ્રાહ્મણોને કહ્યું : હે ભટ્ટ ! તારી ઈચ્છા મુજબ માગણી કર. ૬૬. નિર્ભાગ્યશિરોમણિએ રાજાને કહ્યું : ભટ્ટિનીને પૂછીને માગીશ. મૂર્ખઓ પારકાનું મુખ જોનારા હોય છે. અર્થાત્ મૂર્ખઓ પારકી બુદ્ધિથી કામ કરનારા હોય છે. ૬૭. શ્રાદ્ધનું ભોજન કર્યું હોય તેમ અત્યંત ખુશ થયેલ ઘરે જઈને સ્ત્રીને કહ્યું : હે ભટ્ટિની ! રાજા ખુશ થયો છે તેથી શું માગણી કરું? ૬૮. બુદ્ધિના ભંડાર બ્રાહ્મણીએ ચિત્તમાં વિચાર્યુઃ જો હું આની પાસે પ્રામાદિકની માગણી કરાવીશ