________________
અભયકુમાર ચરિત્ર
૧૧૪
કહ્યું : હે શ્રેષ્ઠિન્ ! આગળ આવો આગળ આવો . ૨૩. હે પ્રભુ ! મને અહીં બેસવું ઠીક છે એમ બોલતા શેઠને લઈને શ્રાવકોએ આચાર્ય ભગવંત પાસે મુકયા. ૨૪. સૂરિએ કહ્યું : અહો ! શ્રાવકો એક ચિત્તથી સાંભળો– આ જિનદત્ત નામના ઉત્તમ શ્રાવક છે. ૨૫. આ શેઠે ચોવીશ જિનેશ્વરનું મંદિર બનાવડાવ્યું છે. અમુક અમુક સ્થાને એમણે ચૈત્યો બનાવડાવ્યા છે અને ઉપાશ્રય પણ. ૨૬. એમણે સમસ્ત સંઘનું વાત્સલ્ય, અનેકવાર તીર્થયાત્રાઓ, વંદન, પ્રતિક્રમણ, તપો કર્યા છે. ૨૭. આ ધન્ય છે આ કૃતપુણ્ય છે, આ સુજન્મા છે, આ બુદ્ધિમાન છે, આ ધનેશ્વર છે, આ ધીર છે, આ ગંભીર છે, ૨૮. આ પ્રમાણે સૂરિએ સ્વયં જ શ્રેષ્ઠીની પ્રશંસા કરી કેમકે આગમની અંદર દર્શનાચારના ગુણોનું ઉપબૃહણાદિ કરવાનું કહ્યું છે. ૨૯. સૂરિને નમીને ઉભા થયેલ અનુત્યેક જિનદત્તને એકાંતમાં લઈ જઈને યોગી જેવા પુરુષે આ પ્રમાણે કહ્યું : ૩૦. હે પુરુષશ્રેષ્ઠિન્ ! ગુરુએ સ્વયં તને મોટો માણસ કહ્યો છે. તેથી જો તમે યાંચાભંગ કરતા નથી તો હું માગું. ૩૧. મારી આવી દશા પ્રત્યક્ષ જ છે તેથી જોઉં તો ખરો આ શું માંગે છે ? એમ વિચારી જિનદત્ત શેઠે કહ્યું : હે ભદ્ર ! તને જે ઈચ્છિત હોય તે માગ. ૩ર. આ સાંભળી યોગી જેવા પુરુષે માગ્યું : દારિદ્રયને નાશ કરનાર આ મંત્રને મારી પાસેથી ગ્રહણ કર. કેમકે તારા જેવો બીજો પાત્ર નથી. ૩૩. જિનદત્તે કહ્યું : મંત્ર તમારી પાસે રહેવા દો. મારે હમણાં ધર્મ કરવાના દિવસો છે ધન ભેગું કરવાના નહીં. ૩૪. બીજાએ આદરપૂર્વક કહ્યું : મેં પહેલા જ તમારી પાસે યાચના કરી છે આથી પ્રસન્ન થઈને તમારે આ મંત્ર ગ્રહણ કરવો અને ન લેવાનો આગ્રહ છોડી દેવો. ૩૫. શ્રેષ્ઠીએ વિચાર્યું : લોક તથા મારા બધા પુત્રો એકી અવાજે કહે છે કે ધર્મમાં કોઈ સાર નથી. ૩૬. અને જો ધર્મ સારભૂત હોત તો જિનદત્ત પૂર્વે વૈભવવાળો હતો પણ હમણાં દરિદ્ર શિરોમણિ ન થાત. ૩૭. આવા પ્રકારની મનોવૃત્તિના નાશ માટે અને ધર્મની પ્રભાવના માટે હું મંત્ર ગ્રહણ કરું એમ વિચારીને કહ્યું : જો એમ છે તો મંત્ર આપ. ૩૮. પ્રીતિથી નવ અક્ષરનો મંત્ર આપ્યો અને કહ્યું ઃ આનો ૧૦ હજાર જાપ કરવો. ૩૯. કાળી ચૌદશને દિવસે સ્મશાનમાં જઈને શ્રેષ્ઠીએ વિધિપૂર્વક મંત્રનો જાપ કર્યો ત્યારે આકાશમાંથી વિમાન ઉતર્યું. ૪૦. હાલતા ચાલતા કુંડલોથી સુશોભિત દેવે વિમાનમાંથી ઉતરીને કહ્યું : હે શ્રેષ્ઠિન્ ! કયા કારણથી મને યાદ કર્યો. ૪૧. જિનદત્તે કહ્યું : હે દેવ ! આ તો તમે સ્વયં જ જાણો છો ? દેવે કહ્યું ઃ જો એમ છે તો તમે ઈચ્છિતને માગો. ૪૨. હે દેવ ! માળીની પુત્રીના પુષ્પોથી મેં જિનપૂજા કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યુ છે તેનું ફળ મને આપો. ૪૩. જિનમંદિર–તીર્થયાત્રાદિ કરવાથી જે પુણ્ય ઉપાર્જન કર્યુ છે તેને ભાંડાગારમાં જમા રહેવા દો એમ બોલતા શેઠને દેવે કહ્યું ઃ ૪૪. હે શ્રાવક ! બીજાના પુષ્પોથી પૂજા કરતા તેં સુગતિને ઉપાર્જન કરી છે તે ફળ આપવા હું શક્તિમાન નથી પરંતુ હું તારું કંઈક કરવા ઈચ્છું છું. ૪૫. તું ઘરના ચારેય ખૂણામાં નિધાનોને મેળવશે એમ કહીને દેવ તુરત જ દેવલોકમાં ગયો. ૪૬.
:
ગામમાં જઈને શ્રેષ્ઠિએ પુત્રોને કહ્યું : ચાલો આપણે નગરમાં જઈએ. તેઓએ કહ્યું : અરે ! હજુ પણ તમારું પાગલપણું જતું નથી. ૪૭. કોણ વારંવાર ઉચાળા ભરશે ? અહીં જ ઘેંસ' વગેરેમાં પ્રાપ્ત થતા તેલથી ઘણો સંતોષ વર્તે છે. ૪૮. ત્યાં તો ઘેંસ તેલથી ભ્રષ્ટ થઈશું. નગરમાં આપણને તેલવાળું ભોજન પણ નહીં મળે. તેથી અમે આવશું નહીં તમે સ્વયં જાઓ અને વળી આ રીતે ફર ફર કરવાથી શું દારિદ્રય છેદાશે ? ૪૯. શ્રેષ્ઠીએ કહ્યું : સુશુકનથી ત્યાં ચોક્કસ લાભ થશે. પોતાના નગરમાં જવાથી આપણી દશા વળશે. ૫૦. હે પિતર્ ! જો તમે ત્યાં ગયા વગર નથી રહી શકતા તો ચાલો, નિકટમાં શુભ કર્મનો ઉદય ૧. ક્ષિપ્રૌલમ્ – અલ્પ મૂલ્યવાળું જલદીથી રંધાઈ જતું ભોજન જેમકે ઘેંસ, ખીચડી વગેરે.
- કામ માં